મંદિરમાં ચાલી રહ્યું હતું ખોદકામ એ દરમિયાન નીકળ્યું કાંઈક એવું કે લાખો લોકો આવ્યા જોવા માટે…

મંદિરમાં ખોદકામ શરૂ થતાં મળતું રહ્યું અઢળક સોનું, લોકોની ભીડ જામી આ નજારો જોવા…

સોનું, સૂવર્ણ, કાંચન, ગોલ્ડ શબ્દ જ સાંભળીને આપણી આંખોમાં અનેરી ચમક આવી જતી હોય છે. કહેવાય છે કે એક સોનું જ માત્ર એવી જણસ છે જેની કદી પણ કિંમત ઘટશે નહીં. એક એવી જ ઘાતુ છે કે જે ક્યારેય બગડતી નથી. સોના ઉપર કાટ લાગતો નથી અને ધાર્મિક સંસ્કૃતિમાં પણ કહેવાય છે કે સોનાની વસ્તુઓ પણ કદી અભડાતી નથી.

image source

આમ સોનાનું મહત્વ આપણાં વેદો પૂરાણોથી લઈને આજની મંદીની સ્થિતિમાં પણ સર્વાધિક મહત્વ હોય છે. કોઈપણ વ્યક્તિ તેની બચતમાંથી સૌથી પહેલાં સોનાની નાનકડી પણ ખરીદી કરી લેવા ઇચ્છતી હોય છે. યુગ કોઈપન હોય સોનાનું મહત્વ પહેલાં પણ એટલું જ હતું અને આજે પણ એટલું જ છે એમાં શંકાને કોઈ સ્થાન નથી.

image source

કહેવાય છે કે એક જમાનામાં સોનું મેળવવું આજના સમય જેટલું સહેલું નહોતું તેથી તેને સાચવવું પણ ખૂબ જ મુશ્કેલ હતું. સોનાના દાગીના અને સોનાના સિક્કાઓ રાજા – મહારાજાના જમાનામાં પણ મોટા સંદૂકોમાં સચવાતા અને નાના ગડાઓ કે ચરુઓમાં સાચવીને દાટી દેવામાં આવતા હતા. આજના જમાનામાં કોઈને કહીએ તો એમને માનવામાં ન આવે કેમ કે આજે બેન્કોની સુવિધાઓ એટલી સારી રીતે ઉપલ્બધ હોય છે કે સૌને એમ જ થાય છે કે પટારાઓમાં કે ગડામાં સોનાના દાગીનાઓ કઈરીતે સચવાઈ જાય.

જૂના જમાનાના રાજા – રાણીની વાર્તાઓ પણ આજના બાળકોને ખોટી કે કાલ્પનિક લાગતી હોય છે. સુવર્ણ સિક્કાનું અગાઉ ચલણ હતું જેમ આજે ૧ અને ૨ રૂપિયાનું એવું કહીએ તો પણ નવી પેઢીને માનવામાં નથી આવતું હોતું. એવામાં અમે જો આપને એમ કહીએ કે એક પ્રાચિન મંદિરની બહાર ખોદકામ થતાં તેમાંથી કરોડો અને અબજો રૂપિયાનું સોનું એક ગડામાં દટાયેલું મળ્યું તો તમે માનશો ખરાં?

એક મંદિરની બહાર સમારકામ માટે ખોદકામ કરાયું અને તે જગ્યાએથી મળી આવ્યો સોનાના દાગીનાઓથી ભરેલો ચરૂ…

આજ સુધી જે આપણે વાર્તાઓમાં અને પૌરાણિક કથાઓમાં સાંભળ્યું હતું એવું સાચું દ્રશ્ય જોવા મળ્યું એક પૌરાણિક મંદિરની બહાર. આ મંદિરની પાસેની જમીનમાં મંદિરના જ જિર્ણોદ્ધાર હેતુ ખોદકામ કરવામાં આવી રહ્યું હતું. અચાનક એમાંથી એક માટીનો ગડો બહાર દેખાઈ આવ્યો. આ ગડાને બહાર લઈને જોયું તો તેમાં છલોછલ સોનાના ઝવેરાત ભર્યા હતા. આ વાતની જાણ આખા ગામમાં અને આસપાસના વિસ્તારમાં વાયુ વેગે ફેલાઈ ગઈ અને લોકો તે દાગીના ભરેલો ચરુ જોવા ઉમટી પડ્યાં.

image source

ક્યાં બન્યો આવો અચરજ ભર્યો બનાવ…

આ ભારતના જ ઉત્તરપ્રદેશના લખનઉ શહેરના ગ્રામીણ વિસ્તારના નાનકડા ગામમાં આ બનાવ બન્યો છે. ગત રવિવારે કાજીપુરા ગામના ધાર્મિક સ્થળની નજીક તેના નવનિર્માણ હેતુ એક સમૂહ દ્વારા ખોદકામ થઈ રહ્યું હતું. જ્યાંથી આ સોનાના અભૂષણોથી ભરેલો ચરૂ મળી આવ્યો છે. લોકોમાં જાણ થતાં એ વિસ્તારના સ્થાનિક પોલિસ અને માહિતી ખાતાના અમલદારો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

તપાસમાં જાણવા મળ્યું કે…

image source

મંદિરના પરિસરની બહાર આમ રહસ્યમય રીતે સોનાના દાગીના ભરેલો ગડો મળવાની વાત ચકચાર ચાલી હતી એવામાં ત્યાં પોલીસ તપાસ કરવા માટે પણ પહોંચી આવી હતી. જે રીતે માટીના પાત્રમાં ખરાં સોનાના આભૂષણો ભરેલાં હતાં તે જોતાં એવું જ લાગી રહ્યું હતું કે જૂના જમાનાના લોકોની વાત એકદમ સાચી હતી અને તે મુજબ આગળના લોકો આમ દાગીના જરૂર દાટી દેતા હશે.

image source

આવી ધારણા પાછળ એક કારણ પણ મહત્વનો ફાળો છે. આ દાગીનાની માહિતી ખાતાની ટીમ દ્વારા ખાસ પ્રકારની તપાસ કરવામાં આવી હતી. જેની સાથે એક મહત્વપૂર્ણ એવો ખુલાસો જાણવા મળ્યો કે આ દાગીના આજના સમયના નથી. તે પૂરાતનકાળના હોવા જોઈએ. કેમ કે તેની બનાવટ અને સોનાની શુદ્ધતા ખૂબ જ ઉત્તમ પ્રકારની છે.

શું શું હતું એ ગડામાં જાણીએ…

image source

અધિકારીઓના કહેવા મુજબ આ સોનું લગભગ ચારેક કિલોનું છે. જેની આજની તારીખે અબજોની કિંમત ઉપજે એમ છે. એમ કહેવું પણ યોગ્ય રહેશે કે જો આ પ્રાચિન કાળના ઘરેણાં હશે તેવું પુરાત્વ ખાતા અને અન્ય પરિક્ષણો દ્વારા સાબિત થઈ જશે તો તેની કિંમત વધુ ઊંચી પણ આંકી શકાશે. આ ગડામાંથી બે સોનાના મોટા ગળાના હાર, બંગડીઓ અને અન્ય ઘરેણાં મળી આવ્યાં છે.

હજુ પણ ચાલુ રહ્યું છે, ત્યાં ખોદકામ… 

image source

આ સ્થળે આમ રહસ્યમય રીતે ખોદાઈ કરતાં જેમ કિંમતી દાગીના ભરેલો ગડો મળી આવ્યો છે એની જાણ જંગલમાં આગ લાગે એ રીતે ફેલાઈ ગઈ. જેને કારણે એ આખા વિસ્તારમાં વિવિધ સ્થળોએ અને તે મંદિરની આસપાસમાં પણ ઠેકઠેકાણે ખોદકામ થવા લાગ્યું છે. પરંતુ હજી સુધી ત્યાંથી આવું કંઈજ મળવાના સમાચાર મળ્યા નથી.

સોનું કિંમતી છે, લોકો માટે…

image source

જમીનમાંથી દટાયેલું અઢળક સોનું મળી આવ્યું છે, એ જાણીને લોકો તેની ખાતરી કરવા તે ઘટના સ્થળે પહોંચી આવ્યાં હતાં. આ સમાચાર જ એવા છે કે કોઈને પણ કુતૂહલ પહોંચે. સોનું એવી જણસ છે જે કોઈને પણ લાલચ અપાવી શકે. કોઈની પણ જિંદગી સુધારી પણ શકે અને બગાડી પણ શકે છે. આગળના જમાનાના વડીલો કહેતા કે બહારગામ જવાનું થાય તો શરીર ઉપર એકાદ નાનો પણ સોનાનો દાગીનો જરૂર પહેરવો જોઈએ.

image source

એવું કહેવા પાળછ એવું કારણ છે કે જો જરૂર પડે તો સોનાનો દાગીનો ગમે ત્યાં વટાવીને રોકડ કરાવી શકાય છે. કોઈ નાણાકીય તકલીફમાં સોનું હોય તો એ દુનિયાના કોઈપણ દેશમાં જઈએ તો એ કામ લાગશે. ભલે, સ્ત્રીઓને માટે સોનાના આભૂષણોથી શણગારનું મહત્વ ઓછું નથી પરંતુ એ દરેક માટે એટલું જ મહત્વ ધરાવે જેના કારણે આવા મંદિર પાસે દટાયેલ સોનું મળ્યું જેવા સમાચારે જોતજોતાંમાં સૌનું ધ્યાન ખેંચ્યું છે.

*ફોટો પ્રતીકાત્મક છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ