અભિનેત્રી, ફિટનેસ આઈકન અને બિઝનેસ વિમેન મંદિરા બેદીએ કેટલાક મહિના પહેલા પ્રસિદ્ધ ટ્રાવેલ પ્લેટફોર્મ પર પોતાના મડ આઈલેન્ડ વિલાને ધ્યાનમાં રાખીને એરબીએનબી પર હોસ્ટ બની હતી. મંદિરા બેદીનું લક્ઝરી ઘર હવે ભાડા પર છે. હવે જોઈશું મંદિરા બેદી અને રાજ કૌશલના મડ આઈલેન્ડમાં આવેલ વિલાના અંદરની તરફના ફોટોસ.

મંદિરા બેદી અને તેમની માતાએ અંદાજીત ૧૫ વર્ષ પહેલા આ ઘરમાં રોકાણ કર્યું હતું. અભિનેત્રી મંદિરા બેદીએ આ વિલાને એક શુટિંગ બંગલો બનાવી દીધો હતો, જેનો મતલબ એવો હતો કે, મંદિરા બેદીના આ વિલાને અલગ અલગ કલા નિર્દેશકો દ્વારા ફરીથી મોડીફાઈ કરવામાં આવી શકતું હતું.
આપને જણાવી દઈએ કે, તાજેતરમાં જ અભિનેત્રી મંદિરા બેદીના પતિ રાજ કૌશલનું અવસાન થઈ ગયું છે.

અભિનેત્રી મંદિરા બેદીનું આ વિલા એક ૪ બેડરૂમનો સુંદર વિલા છે, જેને સારા ફર્નીચરની સાથે સજાવવામાં આવ્યું છે. આ વિલા જોવામાં અભિનેત્રી મંદિરા બેદીના પોતાના ઘરની જેમ જ છે.

અભિનેત્રી મંદિરા બેદીના આ વિલાને હવે ભાડા પર આપવાની જાણકારી મળી રહી છે.
અભિનેત્રી મંદિરા બેદીના આ વિલાની અંદર એક શાનદાર સ્વિમિંગ પુલ પણ ઉપલબ્ધ છે.

બોલીવુડ અભિનેત્રી મંદિરા બેદીના પતિ રાજ કૌશલનું તા. ૩૦ જુન, ૨૦૨૧ના રોજ સવારના ૪:૩૦ વાગે એકએક હાર્ટ એટેક આવી જવાના કારણે અવસાન થઈ ગયું છે. આવી પરિસ્થિતિમાં અભિનેત્રી મંદિરા બેદીને સંભાળવી ઘણી મુશ્કેલ થઈ ગઈ હતી કેમ કે, અભિનેત્રી મંદિરા બેદી અને રાજ કૌશલના ૨૨ વર્ષના સફળ લગ્નજીવનનો અંત આવ્યો છે.
અભિનેત્રી મંદિરા બેદી પતિ રાજ કૌશલના અવસાન થઈ જવાના લીધે ભાંગી પડી છે. અભિનેત્રી મંદિરા બેદીએ પોતાના પરિવારની વિરુદ્ધ જઇને રાજ કૌશલની સાથે લગ્ન કર્યા હતા, રાજ કૌશલ અને મંદિરા બેદીને બે બાળકો પણ છે.

અભિનેત્રી મંદિરા બેદી અને રાજ કૌશલની પ્રથમ મુલાકાત વર્ષ ૧૯૯૬માં મુકુલ આનંદના ઘરે ઓડીશન દરમિયાન થઈ હતી. મંદિરા બેદી મુકુલ આનંદના ઘરે ઓડીશન આપવા માટે પહોચી હતી અને રાજ કૌશલ, મુકુલ આનંદના આસિસ્ટન્ટ તરીકે કામ કરી રહ્યા હતા. આ પહેલી મુલાકાતથી જ અભિનેત્રી મંદિરા બેદી અને રાજ કૌશલ વચ્ચે પ્રેમની શરુઆત થઈ ગઈ અને ત્રણ વર્ષ બાદ તા. ૧૪ ફેબ્રુઆરી, ૧૯૯૯ના રોજ મંદિરા બેદી અને રાજ કૌશલએ એકબીજા સાથે લગ્ન કરી લીધા. હકીકતમાં અભિનેત્રી મંદિરા બેદીના માતા- પિતા આ લગ્નની વિરુદ્ધ હતા તેઓ મંદિરા બેદીના લગ્ન એક ફિલ્મ નિર્દેશકની સાથે કરાવવા ઈચ્છતા હતા. તેમ છતાં આ બંનેના પ્રેમની સામે કોઈનું કઈ ચાલ્યું નહી.