“મંચુરિયન ફ્રાઈડ રાઈસ” – મંચુરિયન તો હવે લગભગ તમને આવડતું જ હશે તો આજે બનાવો આ વાનગી…

“મંચુરિયન ફ્રાઈડ રાઈસ”

સામગ્રી:

૩ કપ રાંધેલા ભાત,
૩/૪ કપ બીન્સ (ફણસી),
૩/૪ કપ લાંબા પાતળા સમારેલ ગાજર,
૧ કપ લાંબુ સમારેલ કોબી,
૩/૪ કપ લાંબુ પાતળું સમારેલ કેપ્સીકમ,
૧/૨ કપ ઝીણી સમારેલ લીલી ડુંગળીનો સફેદ ભાગ,
૧/૨ કપ લીલી ડુંગળીનો લીલો ભાગ,
૧ ચમચી સોયા સોસ,
૧ ચમચી રેડ ચીલી સોસ,
૧ ચમચો તેલ,
૧ બાઉલ મંચુરિયન,
૧ કપ હોટ & સોર સૂપ (રેડીમેડ પેકેટ),
મીઠું,

રીત:

– એક પેનમાં તેલ લઇ તેમાં લીલી ડુંગળીનો સફેદ ભાગ લઇ તેને ફાસ્ટ ગેસ પર સાંતળો.
– પછી તેમાં બધા શાક ઉમેરી ૩-૪ મિનીટ શાક સોફ્ટ થાય ત્યાંસુધી સાંતળો.
હવે તેમાં હોટ & સોર સૂપ, સોયા સોસ, ચીલી સોસ અને મંચુરિયન ઉમેરી બરાબર મિક્ષ કરવું.(મંચુરિયનની રેસીપી એપ્લીકેશનમાં આપેલ છે.)
– પછી તેમાં ભાત, લીલી ડુંગળીનો લીલો ભાગ અને મીઠું ઉમેરી મિક્ષ કરી થોડીવાર સાંતળો.
– પછી ગેસ પરથી નીચે ઉતારી કોથમીર વડે ગાર્નીશ કરી સર્વ કરવું અથવા બાળકોને લંચ બોક્ષમાં પેક કરી દેવું.
– તો તૈયાર છે મંચુરિયન ફ્રાઈડ રાઈસ.

રસોઈની રાણી: દીપિકા ચૌહાણ (નડીયાદ)

સાભાર: હિરલ રાકેશ ગામી (જામનગર)

શેર કરો આ વાનગી અને વધુ વાનગી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી