જાણો કેવી રીતે આ માણસે 90 કિલોમાંથી કરી દીધુ 63 કિલો વજન

ફળો પર જીવન

image source

તિરુવનંતપૂરમના રહેવાવાળા પૂર્વ આર્કિટેક એલધો પચીલક્ક્દન લગભગ એક દશકાથી ફક્ત ફળ પર જીવિત છે. એટલું જ નહી તેમની પત્ની અને દીકરો-દીકરી પણ તેમના નકશે-કદમ પર ચાલી રહ્યા છે. ખરેખરમાં, એલધોનું માનવું છે કે રાંધેલું ભોજન અસલી ભોજન નથી. દરેક સ્થિતિમાં ફળો પ્રત્યેનો પોતાના અગાધ પ્રેમના કારણે તેમણે ૧૦ એકર બંજર જમીનને ફળોના ફાર્મમાં બદલી દીધું છે.

image source

ઇન્ડીયન એક્સપ્રેસની ખબર મુજબ, એલધોએ વર્ષ ૨૦૦૯માં કેરળના મુન્નારની પાસે ઇદુક્કીની પહાડીઓ પર સ્વર્ગમ મેદુમાં પોતાના એક મિત્રની સાથે ૧૦ એકર જમીન ખરીદી હતી. હવે આ જમીન ફળોનું જંગલ બની ચુકી છે, જેમાં ઘણા બધા ફૂલ,ઘાસ અને ઝાડના ફળ છે. અહિયાં ઝાડ પર આપને બ્લેક્બેરીઝ, કેરી અને સફરજન થી ભરેલા જોવા મળી શકે છે.

image source

એલધો અનુસાર, “જયારે આપ પ્રકૃતિને ધ્યાનથી જોવો છો તો આપને પેટર્ન સમજમાં આવવા લાગે છે. મેં આ નોટીસ કરવાનું શરુ કર્યું કે ભોજન કેટલું જરૂરી છે, બીજા પ્રાણીઓ શું ખાય છે અને આ કેવી રીતે ખાદ્ય શ્રુંખલાને પ્રભાવિત કરે છે અને બદલામાં એનાથી આસપાસની બીજી વસ્તુઓ કેવી રીતે પ્રભાવિત થાય છે.”

તેમનું કહેવું છે કે, “પ્રકૃતિને એવી રીતે બનાવવામાં આવી છે જેથી તે આપણને બધાને સ્વસ્થ રાખી શકે. તેની પાસે ભોજન છે, ઝેર છે, બીમારીઓ છે, પરંતુ તેમની પાસે દવાઓ પણ છે. જો અ પ્રવાહ તૂટી જાય તો આપણે બધા બીમાર થઈ જઈએ છીએ.”

image source

એલધોએ આ પણ જણાવ્યું છે કે જ્યારથી તેમણે ફળ ખાવાનું શરુ કર્યું છે ત્યારથઈ તેમને પોતાના શરીરમાં અને સ્વાસ્થ્યમાં સકારાત્મક બદલાવ જોવા મળ્યા છે. પહેલા તેમનું વજન ૯૦ કિલો હોતું હતું અને તેમને ડાયાબીટીસ પણ હતું, પરંતુ હવે તેમનું વજન ૬૩ કિલો છે અને તેઓ પૂરી રીતે ફીટ અને તંદુરસ્ત છે.

એલધો અને તેમની ટીમએ એર્નાકુલમ અને કોટ્ટયમમાં ઘરોની પાસે આવી જ રીતેના ફાર્મ બનાવ્યા છે.

image source

તેઓ કહે છે કે “ખરેખર, આની પાછળ ઉદેશ્ય આ છે કે એક એવી ઈકોસીસ્ટમ બનાવવામાં આવે જેમાં રોજ ખેતર પર વિતાવ્યા વગર શાકભાજી અને ફળોના રૂપમાં એટલું ભોજન ઉગાડી શકાય કે એક વર્ષ આરામથી નીકળી જાય.”

કોઇપણ પરિસ્થિતિમાં, અમે તો આ જ કહીશું કે એલધોએ જે પ્રકાર એક બંજર જમીન પર ઝાડ લગાવ્યા તે પ્રેરણાદાયી તો છે જ સાથે જ પર્યાવરણ માટે પણ ખુબ ફાયદાકારક છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ