તમે શું માનો છો? પુરુષો કેમ નથી સહન કરી શકતા બ્રેકઅપ? વાંચો આ માહિતી..

પુરુષો સ્ત્રીઓની જેમ જ બ્રેકઅપનો સામનો નથી કરતા પુરુષો બ્રેકઅપને લાંબો સમય યાદ રાખે છે.

બની શકે કે એક રોમેન્ટિ બ્રેકઅપ શરૂઆતમાં સ્ત્રીને વધારે પીડા આપે, પણ તેઓ પુરુષો કરતાં ખુબ જ જલદી સ્વસ્થ થઈ જાય છે તેવું આ સંશોધનનું માનવું છે.

“એક સ્તરે પહોંચીને સ્ત્રીઓ ચોક્કસ પણે બ્રેકપ્સની અસ્વસ્થતામાંથી બહાર આવી જાય છે,” તેવું આ અભ્યાસના લેખક ક્રેઇગ મોરિસનું કહેવું છે. તેઓ ન્યૂ યોર્ક સ્થિત બિંઘેમ્ટન યુનિવર્સિટિના રિસર્ચ એસોશિયેટ છે. તેઓ આગળ જણાવે છે, “સ્ત્રીઓ પોતાની પીડાની ચર્ચા ખુબ જ વિગતવાર કરે છે, તેમણે શું સહન કર્યું, તેમણે શું દુઃખ વેઠ્યું, પણ તેઓ ભુતકાળના સંદર્ભમાં તેની વાત કરે છે.”

તેઓ વધારામાં જણાવે છે કે સ્ત્રીઓ ફરી ડેટીંગ કરવા લાગે છે અને તે પણ પહેલાં કરતાં સારી રીતે કારણ કે તે પોતે ભૂતકાળમાં કરેલી ભૂલોમાંથી શીખે છે.

તેથી વિરુદ્ધ પુરુષોને શરૂઆતમાં તેટલું બધું દુઃખ નથી થતું, તેમ છતાં તેઓ ક્યારેય તે પીડામાંથી સંપૂર્ણ રીતે ભાવનાત્મક રીતે બહાર નથી આવી શકતા. તેવું મોરિસને આ અભ્યાસ દ્વારા જાણવા મળ્યું.
“જ્યારે તમે કોઈ પુરુષ સાથે બ્રેકઅપ વિષે વાત કરો છો, ત્યારે તમે જોઈ શકો છો કે તે હજું પણ તેમાં જીવે છે, તે ગુસ્સો, તે નિરાશા હજુ પણ તેનામાં ક્યાંક બાકી રહેલી હોય છે. તેના માટે તેનો ક્યારેય અંત નથી આવતો. મોટા ભાગના પુરુષો “હું તેમાંથી બહાર આવી ગયો છું.” તે વાક્ય નથી ઉચ્ચારતા.

આ અભ્યાસ તાજેતરમાં જ ઇવોલ્યુશનરી બિહેવિયરલ સાઇન્સ નામની જર્નલમાં પ્રકાશિત થયો હતો.

96 દેશોના 5700 કરતાં પણ વધારે સ્ત્રી અને પુરુષો પર આ સંશોધન આધારિત છે. તેમણે ઓનલાઈન બ્રેકઅપ્સ વિષેના પ્રશ્નોના જવાબ આપ્યા હતા. મોરિસ માને છે કે આ સંશોધનો એટલે કે તારણો એ એક મોટાં સામાન્યકરણો છે અને દરેકના અનુભવોનું વર્ણન નથી કરતા.
તેમ છતાં જુદા થયા બાદ, 0 થી 10ના સ્કેલમાં સ્ત્રીઓ 6.8ના સ્તરે ભાવનાત્મક પીડા અનુભવે છે જ્યારે પુરુષો 6.6. સ્ત્રીઓએ જણાવ્યું છે કે તેમની ભૌતિક પીડા 4.2ના સ્તરની હતી જ્યારે પુરુષો 3.75ના સ્તર પર ભૌતિક પીડા અનુભવતા હતા.

મોરિસ જણાવે છે કે. શારીરિક તફાવતના કારણે પરંપરાગત રીતે ખોટી વ્યક્તિ સાથે ડેટિંગ કરવાથી વધારે નુકસાન સ્ત્રીને થાય છે. તેને પ્રેગ્નન્સીનું જોખમ રહેલું હોય છે જ્યારે પુરુષ સરળતાથી છટકી જાય છે તેનું શારીરિક રીતે કોઈ જ રોકાણ રહેતું નથી અને તે છુટ્ટો થઈ જાય છે.
જોકે મોરિસ એવું માને છે કે તે શારીરિક કરતાં માનસિક દુઃખ ક્યાંય વધારે છે. “માનસિક રીતે આપણે આ પ્રેમ અને આત્મિયતાની તૃષ્ણાને અનુભવિએ છીએ.”

બની શકે કે બ્રેકઅપના કારણે શરૂઆતમાં સ્ત્રીઓને ખુબ પીડા થાય. ભૌતિક રીતે એકલા પડી જવાની ચિંતા સ્ત્રીને વધારે દુઃખ પહોંચાડે છે.
અભ્યાસ દર્શાવે છે કે સામાજિક સપોર્ટથી વ્યક્તિ ખુબ જ જલદી પોતાની પીડામાંથી બહાર આવી શકે છે. સ્ત્રીઓ આ સપોર્ટ ખુબ જ સરળતાથી મેળવી લે છે અને આજુબાજુના ઉદાહરણો જોઈ દુઃખમાંથી બહાર આવવાનું શીખી પણ જાય છે. જ્યારે પુરુષો આમ નથી કરી શકતા. તેઓ સ્વાભાવિક રીતે આવો સપોર્ટ મેળવતા નથી અને તે માટેનો પ્રયાસ પણ કરતાં નથી. પણ હકીકતમાં તેમણે સામાજિક સપોર્ટ લેવો જોઈએ અને કાઉન્સેલર સાથે ચર્ચા પણ કરવી જોઈએ. બ્રેકઅપને અનૂકૂલનની દ્રષ્ટિએ જોવામાં આવે તો સ્ત્રી પુરુષ બન્ને ખુબ જ ઝડપથી પીડામાંથી બહાર આવી શકે છે. એટલે કે બ્રેકઅપને એવી રીતે જોવું કે એક ખરાબ સંબંધમાંથી બહાર નીકળી જાઓ અને જીવનમાં આગળ વધો.

મોરિસ માને છે કે પુરુષને મદદ અને સપોર્ટની જરૂર છે. તે જણાવે છે કે પુરુષો હસી કાઢવા તેમજ સહન કરવા ટેવાયેલા હોય છે. તેઓ પોતાના મિત્રો સાથે ડ્રીંક કરવા તો જતા હશે, પણ તેઓ પોતાના મિત્રો સાથે પેતાના તૂટેલા સંબધ વિષે ચર્ચા કરવા માગતા નથી. તેમને એવું પણ જાણવા મળ્યું કે પુરુષો ખુબ જ જલદી બીજો સંબંધ બાંધી લે છે અને આગળ વધે છે પણ પોતાના ભુતકાળમાંથી તે કશું જ શીખતા નથી.
મોરિસ જણાવે છે કે પુરુષોને પણ લોકો સાથે પોતાની લાગણી શેર કરવાની છૂટ હોવી જોઈએ તેમને પણ તે માટે પ્રેરવા જોઈએ કે તે મદદ માંગે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ અવનવી માહિતી માટે લાઇક કરો અમારું પેજ – “જલ્સા કરોને જેન્તીલાલ”

ટીપ્પણી