મકરસંક્રાંત સ્પેશીયલ : એકસાથે ત્રણ ત્રણ ચીકીની રીત ખાસ તમારા માટે, વાંચો અને બનાવો

“મકરસંક્રાંત સ્પેશીયલ : એકસાથે ત્રણ ત્રણ ચીકીની રીત”

1) મમરાના લાડવા

સામગ્રી:

૧૦૦ ગ્રામ મમરા,
૧૪૦ ગ્રામ ગોળ,
૧.૫ tsp ઘી,

રીત:

સૌ પ્રથમ મમરાને ચેક કરો કે કડકડિયા છેને.. ન હોય તો તાપમાં રાખો અથવા કડાઈમાં સહેજ વાર શેકી લો,ચાળી લેવા. કડાઈમાં ઘી મૂકી ગોળ નાખી હલાવતા રહો. ગોળનો પાયો આવી જાય એટલે કે ઉભરો આવે ત્યાં સુધી હલાવતા રહો.

ગેસ બંધ કરી મમરા ઉમેરી બરાબર મિક્ષ કરી લો. હવે પાણીવાળા ભીના હાથ કરી(જેથી મિક્ષણ ગરમ ન લાગે) થોડું થોડું મિક્ષણ લઇ ગોળ ગોળ લાડુ વાળવા.જેમ બને તેમ ફટાફટ કરવું. તો પણ છેલ્લે મિક્ષણ કડક થઇ જાય તો કડાઈને સહેજ તપાવી. તો તૈયાર છે મમરાના લાડવા.

2 ) તલસાંકળી

સામગ્રી:

૨૫૦ સફેદ તલ,
૧૪૦ ગ્રામ ગોળ જેવું ગળ્યું જોતું હોય તે પ્રમાણે વધ ઘટ,
૧ ૧/2 ઘી,

રીત:

સૌ પ્રથમ પ્લેટફોર્મ સાફ કરી, તેલ કે ઘી વાળો હાથ પ્લેટફોર્મ પર અને વેલન પર ફેરવી દેવો. કડાઈમાં તલ મીડીયમ તાપે શેકી બીજા વાસણમાં કાઢી લો. તે જ કડાઈમાં ઘી મૂકી ગોળ નાખી હલાવતા રહો. ગોળનો પાયો આવી જાય એટલે કે ઉભરો આવે ત્યાં સુધી હલાવતા રહો.

ગેસ બંધ કરી તલ ઉમેરી બરાબર મિક્ષ કરી લો. હવે ઘી કે તેલ વડે જે પ્લેટફોર્મનો ભાગ ગ્રીસ કરેલ છે તેના પર મિશ્રણ નાખી ગ્રીસ કરેલા વેલન વડે વણી લો, બને તો બે વેલન ગ્રીસ કરીને રાખવા જેથી એક વેલનમાં ચોટે તો તરત બીજું વેલન વાપરવા થાય તરત ચપ્પા વડે આંક પાડી દેવા ઠંડી પડે પછી બધા પીસ અલગ કરી લેવા. તો તૈયાર છે તલસાંકળી.

નોંધ: ગોળની બદલે ખાંડ પણ લઇ શકાય,તે પણ સ્વાદીષ્ઠ બનશે.

3 ) શીંગ ચીકી

સામગ્રી:

૨૫૦ ગ્રામ મગફળીના દાણા,
૧૪૦ ગ્રામ ગોળ જેવું ગળ્યું જોતું હોય તે પ્રમાણે વધ ઘટ,
૧ ૧/2 ઘી,

રીત:

સૌ પ્રથમ પ્લેટફોર્મ સાફ કરી, તેલ કે ઘી વાળો હાથ પ્લેટફોર્મ પર અને વેલન પર ફેરવી દેવો. કડાઈમાં મગફળીના દાણા મીડીયમ તાપે શેકી બીજા વાસણમાં કાઢી લો. દાણા ઠંડા થાય એટલે ફોતરી કાઢી ફાડ કરી લો તે જ કડાઈમાં ઘી મૂકી ગોળ નાખી હલાવતા રહો.

ગોળનો પાયો આવી જાય એટલે કે ઉભરો આવે ત્યાં સુધી હલાવતા રહો. ગેસ બંધ કરી ફાડ કરેલા દાણા ઉમેરી બરાબર મિક્ષ કરી લો. હવે ઘી કે તેલ વડે જે પ્લેટફોર્મનો ભાગ ગ્રીસ કરેલ છે તેના પર મિશ્રણ નાખી ગ્રીસ કરેલા વેલન વડે વણી લો, બને તો બે વેલન ગ્રીસ કરીને રાખવા જેથી એક વેલનમાં ચોટે તો તરત બીજું વેલન વાપરવા થાય તરત ચપ્પા વડે આંક પાડી દેવા ઠંડી પડે પછી બધા પીસ અલગ કરી લેવા.

તો તૈયાર છે શીંગની ચીકી. ચીકીને એરટાઈટ ડબ્બામાં ભરી દેવી.

રસોઈની રાણી: હિરલ રાકેશ ગામી (જામનગર)

બાળકોની ફેવરીટ ને ઉતરાયણમાં બનાવવામાં આવતી ચીકીની રેસિપી! તમને ગમે તો શેર કરો અને લાઇક કરો અમારું પેજ.

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી