માલિકનો જીવ બચાવવા માટે કોબરા સાપથી ભિડાઈ ગયું કૂતરું, થયું કંઈક આવું કે..કુતરા અને સાપ વચ્ચે જોરદાર લડાઈ થઈ

માલિકનો જીવ બચાવવા માટે કોબરા સાંપથી ભિડાઈ ગયું કૂતરું, થયું કંઈક આવું કે..કુતરા અને સાંપ વચ્ચે જોરદાર લડાઈ થઈ કોબરા સાંપ લગભગ પાંચ ફૂટ લાંબો હતો. કુતરાનો માલિક ખેડુત જેને બચાવવા માટર કુતરું સાપ સાથે ભિડાઈ ગયું.


કુતરાને ખૂબ જ વફાદાર જીવ માનવામાં આવે છે. કુતરા અને માલિકની ઘણી આવી વાતો અને કિસ્સા તમે જોયા અને સાંભળ્યા હશે જેનાથી તમારા મનમાં તેમના માટે પ્રેમભાવ જન્મશે.


આજ અમે તમને તામિલનાડુનાં તંજાવુરનો એક મામલો જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં એ ક શ્વાન પોતાના માલિકનું રક્ષણ કરવા માટે પાંચ ફૂટ લાંબા કોબરા સાંપ સાથે લડી ગયો.


શ્વાનનો માલિક નટરાજન એક ખેડુત છે કે બગીચામાં કંઈક કામથી જઇ રહ્યો હતો ત્યારે અચાનક પાંચ ફૂટ લાંબો કોબરા સાંપ ઝાડીઓમાંથી નિકળીને તેના સામે આવી ગયો.


સાંપને જોઈને નટરાજનનાં હાથ પગ ફૂલાઈ ગયા અને તેને કંઈક સમજ નહોતું આવી રહ્યું ત્યારે જ તેનો કુતરો જઈને સાંપ સાથે લડવા લાગ્યો.


કુતરા અને કોબરા સાંપનો ઝગડો થતો જોઈ નટરાજન ઘર તરફ ડંડો લેવા દોડ્યા એ જ દરમિયાન કુતરા એ સાંપની ફેણ કચળીને તેને જાનથી મારી નાખ્યો. નટરાજન પરત ફર્યા તો સાંપને મરેલો અને કુતરાને લોહીથી લથબથ જોયો.


નટરાજને તુરંત કુતરાને ગળે લગાવી લીધો પરંતુ થોડી જ વારમાં તેની હાલત ખરાબ થવા લાગી અને કુતરાનું મોત થઇ ગયું. નટરાજન કુતરાનાં મૃત્યુ પર ખૂબ રડ્યા અને કહ્યું કે તેનો જીવ આજ કુતરાને કારણે જ બચી ગયો. આજ જો આ કુતરો ન હોત તો સાંપે તેને મારી નાખ્યો હોત.

જે કોઈએ પણ આ કુતરાની કહાની સાંભળી બધા તેને જોવા માટે આવ્યા.


આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ