જલ્સા કરોને જેંતીલાલ

મળીએ દેશના સૌથી નાની ઉંમરના મહિલા સરપંચને, જેમના કામની પ્રસંશા વડાપ્રધાન અને અક્ષય કુમાર સહિત સૌ કોઈએ કરી છે…

હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં આવેલી થારજુનની ગ્રામ પંચાયત, તાજેતરમાં તેના સરપંચ, જબ્ના ચૌહાણના કારણે લોકપ્રિય બની ગઈ છે. જ્યારે તેણી ગયા વર્ષે સરપંચના પદ માટે ચૂંટાઈ હતી ત્યારે તે ફક્ત ૨૨ વર્ષની હતી અને તે માત્ર તેના રાજ્યમાં નહીં પરંતુ સમગ્ર દેશમાં સૌથી નાની વયની સરપંચ છે.


ગરીબ પરિવારથી આવતી આ જબ્નાએ સ્થાનિક શાળા અને કૉલેજમાંથી તેણીનું શિક્ષણ પૂર્ણ કરીને તેના પંચાયતને એક ઉદાહરણ બનાવવાની ઇચ્છાથી ચૂંટણી લડ્યા, તેમનું કહેવું છે કે એવું કાર્ય કરવાની ઇચ્છા છે જેને આખું ક્ષેત્ર અનુસરી શકે. તેણીએ એક સમાચાર ચેનલ પર એન્કર અને રિપોર્ટર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી. જો કે, સમાજના વિકાસ માટે કામ કરવાની તેની ઇચ્છા હવે તેને અહીં લાવી છે, અને તે માત્ર એક વર્ષમાં મોટા ફેરફારો લાવી છે. તે સમાચારોમાં ત્યારે ઝળકી જ્યારે તેણે પોતાના પ્રદેશમાં ચૂંટાયા બાદ સૌથી પહેલાં નશાબંધીનો નિયમ લાદ્યો.

પંચાયતની સામાન્ય વિધાનસભાની બેઠકમાં, તેણે ગામમાં દારૂને પ્રતિબંધિત કરવા માટે એક નિયમ રજૂ કર્યો હતો. તેણીને શરુઆતમાં આ નિયમનો તેમના જ લોકો તરફથી વિરોધનો સામનો કર્યો હોવા છતાં, તેણીએ એ નિયમને સફળતાપૂર્વક લાગૂ કરવા તરફ કામ કરવાનું ચાલુ રાખ્યું હતું. સુંદર નગરના સામાજિક જાગરણ મંચે સરકારને તેમના સરપંચ જબ્ના ચૌહાણને દારૂના પ્રતિબંધ માટે બ્રાન્ડ એમ્બેસેડર બનાવવા વિનંતી કરી હતી. તેમણે ગુજરાતમાં યોજાયેલા રાષ્ટ્રીય સેમિનારમાં પણ ભાગ લીધો હતો અને તેમના ગામના લોકો તેમના કાર્યને હકારાત્મક પરિવર્તનની શરૂઆત તરીકે જુએ તેવું કામ કરી બતાવવા પ્રયત્નો કર્યા હતા.

તેમના ગામ થારજુનને સ્વચ્છતા વિભાગમાં પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે, અને ગવર્નર આચાર્ય દેવ વર્તે તેના માટે તેમની પ્રશંસા કરી છે. તેણીએ તેના તમામ પ્રયાસો માટે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી પાસેથી પણ પ્રશંસા મેળવી છે, અને તેમનું ‘શ્રેષ્ઠ સરપંચ’ તરીકે સન્માનિત કરવામાં આવ્યું છે.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જબ્નાને પ્રશસ્તિ પત્ર આપીને દેશભરના અન્ય મહિલા સરપંચ સાથે તેમને ખાસ સન્માનિત કર્યા હતા. તેમની સ્વચ્છ ભારત પહેલ માટે ટોયલેટ-એક પ્રેમ કથા પ્રમોશન દરમિયાન અક્ષય કુમારે પણ તેમના વખાણ કર્યા હતા. અક્ષય કુમારે ગુડગાવમાં એક કાર્યક્રમ યોજ્યો હતો જ્યાં જબ્નાને આમંત્રિત કરી હતી અને તેમને પોતાના વિચારો રજૂ કરવા કહ્યું હતું.

એક મહિલા સરપંચ તરીકે કડક નિયમોને અનુસરવા માટે તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડ્યો હતો. ૨૨ વર્ષિય જબ્નાને મારી મારી નાખવાની ધમકીઓ પણ મળી હતી. પરંતુ તેઓએ હાર ન માની લઈને તેમના નિર્ણયો પર અડગ રહ્યા અને પોતાના જુદા જુદા નિયમોને ગામની ભલાઈ માટે ચાલુ રાખ્યા. જબ્નાનું કહેવું છે કે સમાજમાં જાગૃતિ લાવવા સૌ પ્રથમ આપણે સૌએ જાગૃત થવું પડશે.

Exit mobile version