જલ્સા કરોને જેંતીલાલ

માલદિવ્સમાં વેકેશન માણી રહેલા સેલેબ્સ પર ભડક્યા આ એક્ટર, અને કહી દીધું કે…શું તમે આ વાત સાથે સમંત છો?

દેશભરમાં ઘણા રાજ્યોમાં કોરોના મહામારી ઝડપથી ફેલાઈ રહી છે અને એવામાં મહારાષ્ટ્રમાં લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. બધી ફિલ્મો અને શોના શૂટિંગને બંધ કરી દેવામાં આવ્યું છે તો અમુક સેલેબ્સ એવા પણ છે જે વેકેશન મનાવવા નીકળી પડ્યા છે. સેલેબ્સ માલદિવ્સ અને અન્ય જગ્યાઓ પર વેકેશનની મજા માણી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર પોતાના ફોટા શેર કરી રહ્યા છે. આ બધું જોતા અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીએ આ સેલેબ્સ પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે.

image source

હાલમાં જ એક એન્ટરટેનમેન્ટ વેબસાઇટને આપેલા ઇન્ટરવ્યૂમાં નવાઝુદ્દીન સિદ્દીકીએ કહ્યું કે એ ઘણા જ દુઃખી છે. એમને કહ્યું કે લોકોની પાસે ખાવાનું નથી, લોકો પરેશાન છે અને એવામાં તમે પૈસા ફેંકી રહ્યા છો. કંઈક તો શરમ કરો. નવાઝુદ્દીન સિદ્દીકીએ કહ્યું કે “એ લોકો શુ વાત કરશે? એક્ટિંગની? જેમના બે મિનિટમાં તો શબ્દો ખતમ થઈ જાય. એમને તો માલદિવ્સનો તમાશો બનાવી રાખ્યો છે. મને નથી ખબર એમના ટુરિઝમ ઇન્ડસ્ટ્રી સાથે શુ અરેન્જમેન્ટ છે પણ માણસાઈની દ્રષ્ટિ પ્લીઝ તમારા વેકેશનના ફોટા તમારી પાસે રાખો. અહીંયા બધા આ મુશ્કેલ સમયને સહન કરી રહ્યા છે અને આ લોકોને મસ્તી કરવી છે. કોવિડના કેસ ઝડપથી વધી રહ્યા છે, જે લોકો મુશ્કેલ સમયને સહન કરી રહ્યા છે એમને આ ફોટા બતાવીને એમનું દિલ ન તોડો.”

image source

નવાઝે આગળ કહ્યું કે ” અમે એન્ટરટેનર્સ છે અમારે થોડું મોટું બનવું પડશે. અમને ઘણા લોકો ફોલો કરે છે તો અમારે અમારી જવાબદારી નિભાવવી પડશે” નવાબને જ્યારે પૂછવામાં આવ્યું કે તમે ક્યારેય માલદિવ્સ જશો તો એમને કહ્યું કે “બિલકુલ પણ નહીં, હું મારા ઘરે બુધાનામાં પરિવાર સાથે છું. આ જ મારુ માલદિવ્સ છે.

image source

તમને જણાવી દઈએ કે નવાઝુદ્દીન સિદ્દીકી પહેલા એક્ટ્રેસ શ્રુતિ હસન, શોભા ડે અને બીજા ઘણા લોકો વેકેશન મનાવવા જઇ રહેલા સેલેબ્સની ખરી ખોટી સંભળાવી ચુક્યા છે. એટલું જ નહીં સોશિયલ મીડિયા પર લોકો પણ આ સેલેબ્સને ટ્રોલ કરી રહ્યા છે.

image source

નવાઝુદ્દીનના વર્કફ્રન્ટની વાત કરીએ તો એ કોમેડી ફિલ્મ જોગીરા સારા રા રામાં મિથુન ચક્રવર્તીના દીકરા મહાઅક્ષય અને ક્યાં કુલ હે હમ એક્ટ્રેસ નેહા શર્મા સાથે દેખાવાના છે. એ સિવાય હાલમાં જ એમની આવનારી ફિલ્મ બોલે ચુડિયાનું ગીત પણ રિલીઝ થયું છે જ નવાઝ એકદમ અલગ જ અંદાજમાં જોવા મળી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version