હવે તમારી પત્ની કે ગર્લફ્રેન્ડ તમને તારા જમીન પર લાવવાનું કહે તો આ જગ્યાએ ફરવા લઇ જાજો…

જો તમને સુંદર સુંદર લોકેશન જોવાનો શોખ છે, તો સમુદ્ર તમારી પહેલી પસંદ હશે. તો પછી માલદીવનું સી ઓફ સ્ટાર્સ તમારા માટે બેસ્ટ ઓપ્શન કહી શકાય. આ બીચની ખાસ વાત એ છે કે, અહીંના પાણીમાં તારા દેખાય છે.

માલદીવમાં સ્થિત આ નાનકડું બીચ સી ઓફ સ્ટાર્સ કોઈ સ્વર્ગથી ઓછું નથી. તેની સુંદરતા જોઈને તમને અહીંથી જવાનું મન નહિ થાય.

જો તમને પણ સમુદ્રના કિનારે બેસવું અને શાંત માહોલ સારો લાગે છે, તો તમે આ ટાપુ પર જઈને આ સુંદર નજારાની મજા લઈ શકો છો.

રાતના સમયે આ બીચના કિનારે ભૂરા રંગના સ્ટાર્સ દેખાય છે, જેને કારણે આ બીચ સી ઓફ સ્ટાર્સ કહેવાય છે.
હકીકતમાં, આ પાછળ રાસાયણિક કારણ છે. પાણીમાં રહેલા સૂક્ષ્મ જીવો વાદળી લ્યુમિનિસન્સ વિષાક્ત પદાર્થો પેદા કરે છે. રાતના સમયે આ પદાર્થ ચમકવા લાગે છે અને સ્ટાર્સની જેમ ચમકવા લાગે છે.

માલદીવના વાધુ આઈલેન્ડ પર આવેલો આ નાનકડો ટાપુ રાતના સમયે બહુ જ રોમેન્ટિક બની જાય છે.
કેટલાક ટુરિસ્ટ તો અહી આવીને સ્ટાર્સની વચ્ચે બીચ બાથની મજા લે છે.

સમુદ્રના કિનારે મજા લેવા માટે તમે અહીંના હોટલમાં પણ રોકાઈ શકો છો.

સમુદ્રના કિનારે બનેલી હોટલો પરથી બીચ પરનો મનમોહક નજારો સ્પષ્ટ જોઈ શકાય છે.

જો તમે પણ આ જગ્યા પર ફરવાનો પ્લાન બનાવી રહ્યો છો, તો જલ્દી જ બનાવો. પાર્ટનર સાથે ફરવા માટે આ જગ્યા બેસ્ટ છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક અવનવી માહિતી વાંચો ફક્ત આમારા પેજ પર..

ટીપ્પણી