ચાર્જિંગના સમયે મોબાઈલ બ્લાસ્ટ થતા કંપનીના સીઈઓ નું મોત, સમગ્ર ઘટના છે ચોંકાવનારી

સ્માર્ટફોનમાં ધડાકો થયો હોવાના બીજા એક સમાચાર સામે આવ્યા છે. સ્માર્ટફોનમાં બ્લાસ્ટ થવાને કારણે ક્રૈડલ ફંડના સીઈઓ નાજ્રિન હસનનું મૃત્યુ થઈ ગયું છે. આ ઘટના મલેશિયાની છે. આ પહેલા મુંબઈમાં એક વ્યક્તિના શર્ટના ખિસ્સામાં સ્માર્ટફોનમાં બ્લાસ્ટ થયો હતો અને અમેરિકામાં તો એક મહિલાની કાર બળીને ખાખ થઈ ગઈ હતી. તમને જણાવી દઈએ કે, ક્રૈડલ ફંડ મલેશિયાના નાણા મંત્રાલયની માલિકી ધરાવતી કંપની છે.

स्‍मार्टफोन विस्‍फोट में मलेशियाई CEO की मौत, हुवेई व ब्‍लैकबेरी फोन का करते थे इस्‍तेमाल

રિપોર્ટના અનુસાર, હસન બ્લેકબેરી અને હુવાઈના સ્માર્ટફોનનો ઉપયોગ કરતા હતા અને હસનના બેડરૂમમાં બંને સ્માર્ટફોન ચાર્જિંગમાં લગાવામાં આવ્યા હતા. ત્યારે હસન ઉંધી રહ્યો હતો. સ્માર્ટફોનમાં બ્લાસ્ટ થવાથી આગ રૂમના બેડ સુધી પહોંચી ગઈ. જો કે અત્યારે એ જાણવું મુશ્કેલ છે કે ઓવરહીટિંગના કારણે કયા સ્માર્ટફોનમાં બ્લાસ્ટ થયો હતો. જે વસ્તુનું આપણે રોજ ઉપયોગ કરતા હોઈએ એજ આપણા મોતનું કારણ બની જાયે તે વાત પર હજું સુધી વિશ્વાસ નથી થઈ રહ્યો.

Cradle CEO Nazrin Hassan dies in room fireહસનના પરિવારના લોકોનું કહેવું છે કે હસનની પાસે બ્લેકબેરી અને હુવાઈના બે ફોન હતા. પરિવારના લોકોએ જણાવ્યું કે, ધડાકો થવાના કારણ ફોનના પાર્ટ્સથી હસનને ઈજા પહોંચી હતી અને તેના પછી અટેક આવવાથી તેનું મૃત્યુ થઈ ગયું. હસનને ત્રણ બાળકો છે. તો બીજી તરફ પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, હસનનું મૃત્યુ રૂમમાં બ્લાસ્ટના કારણે ધૂમાડો થયો હતો તેના કારણે થયું છે. જો કે અત્યારે પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.

આ બધાની વચ્ચે ક્રૈડલ ફંડ દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદન અનુસાર, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે મૃત્યુનું કારણ તેમની પાસે ચાર્જિંગમાં લગાવામાં આવેલા ફોનમાં બ્લાસ્ટ પછી તેમને ઈજા પહોંચી હતી તેના કારણે થયું છે. તમને જણાવી દઈએ કે, હાલમાં સ્માર્ટફોન બ્લાસ્ટ થવાની ઘટના બહુ સામે આવી રહી છે.

मोबाइल फटने से मलेशिया में सीईओ की मौत, पुलिस का दावा- आग लगने के बाद दम घुटने से गई जान, international news in hindi, world hindi newsથોડાક દિવસ પહેલા જ ચીનમાં બસમાં સફર કરી રહેલ એક વ્યક્તિના બેગમાં રાખવામાં આવેલી પાવર બેંકમાં આગ લાગી હોવાનો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે બસમાં ઘણા લોકો બેઠા છે. અચાનક કોઈ વ્યક્તિની બેગમાં આગ લાગી જાય છે અને તેના પછી તે બેગને બહાર ફેંકી દે છે. બસમાં બેઠેલા અન્ય મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી.

લેખન સંકલન- પ્રિયંકા પંચાલ

ટીપ્પણી