મલાઈકા અરોડા અને અર્જુન કપૂર
બોલીવુડની સૌથી ચાર્મિંગ જોડિયો માંથી એક જોડી છે મલાઈકા અરોડા અને અર્જુન કપૂરની જોડી ચર્ચામાં રહી છે. ફેંસ આ બંનેના મેરેજ કરવાની ખુબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. પરંતુ બન્ને માંથી કોઈએ પણ આવું કઈજ કહેવામાં આવ્યું નથી અને ના તો તેના વિષે કોઈ ચર્ચા કરવામાં આવી હોય. ફેંસ તેઓની કોઈ વસ્તુથી પોતાને ખુશ રાખે છે, એક તેમની આઉટીંગના ફોટોસ અને બીજું સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલ ફોટો પર એક-બીજાની કમેન્ટ્સ.
કેટલાક દિવસો પહેલા જ અર્જુન કપૂર અને મલાઈકા અરોડાને એકસાથે સ્પોટ કરવામાં આવ્યા હતા. ખરેખરમાં, બન્ને એક્ટ્રેસની માં ની બર્થ ડે પાર્ટીમાં એકસાથે પહોચ્યા હતા. પર્સનલ લાઈફ વિષે વાત કરીએ તો મલાઈકા અરોડાને પહેલા મેરેજથી એક દીકરો છે, જેનું નામ અરહાન ખાન છે.
મલાઈકાના પહેલા મેરેજ અરબાઝ ખાન સાથે થયા હતા, પરંતુ કેટલાક વષો પછી બન્નેએ અલગ થવાનો નિર્ણય લીધો, ત્યાં જ અર્જુન કપૂર તાજેતરમાં જ આશુતોષ ગોવારીકરની ફિલ્મ ‘પાનીપત’માં જોવા મળ્યો હતો.
મલાઈકા અરોડા બોલીવુડની ખુબસુરત એક્ટ્રેસીસ માંથી એક છે. મલાઈકા અરોડાની સોશિયલ મીડિયા પર જબરદસ્ત ફેન ફોલોઈંગ ધરાવે છે અને મલાઈકા અરોડા પોતાની ખુબસુરત ફોટોસ પણ શેર કરતી રહે છે. તાજેતરમાં જ મલાઈકાએ કેટલાક ફોટોસ શેર કર્યા છે જેની પર અર્જુન કપૂર પણ કમેન્ટ કર્યા વગર રહી શક્યા નહી.
મલાઈકા અરોડાએ ઇન્સ્ટાગ્રામ પર બ્લેક ડ્રેસમાં ખુબસુરત ફોટોસ શેર કરી છે. મલાઈકા અરોડાની આ ફોટોસને ફેંસ પણ ખુબ પસંદ કરી રહ્યા છે. ઉપરાંત તેના ફોટોસને લાખો લાઈક્સ પણ મળી ચુક્યા છે.
અર્જુન કપૂરએ પણ મલાઈકાની આ ફોટોસ પર ફાયર ઈમોજીની સાથે ‘woah’ કમેન્ટ કરી છે.
આપને જણાવી દઈએ કે મલાઈકા અરોડા પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉંટ પર એકથી એક ચઢિયાતી ફોટોસ શેર કરતી રહે છે.
અર્જુન કપૂર અને મલાઈકા અરોડાની રીલેશનશીપ હવે કોઈનાથી છુપાયેલ નથી. એમ પણ બન્નેએ વિષયમાં કોઈ ઓફીશીયલ કન્ફર્મેશન નથી આપ્યું, પરંતુ બન્ને એકબીજા સાથેની ફોટોસ શેર કરતા રહે છે.
હાલમાં જ અર્જુન કપૂર મલાઈકા અરોડાના બર્થ ડે પર પણ પહોચ્યા હતા. બન્ને ઘણીવાર લંચ અને ડીનર ડેટ પર પણ જોવા મળી આવ્યા છે.
મલાઈકા અરોડા પોતાની ખુબસુરત ફોટોસની સાથે પોતાનું ફિટનેસ રૂટીનની ફોટોસ પણ શેર કરતી રહે છે. મલાઈકા અરોડાના આ ફોટોસ ખરેખરમાં પ્રેરણાદાયી છે.
મલાઈકા અરોડા બોલીવુડની સૌથી ફીટ એક્ટ્રેસીસ માંથી એક છે. મલાઈકા અરોડા યોગા ક્લાસ અને જીમની બહાર મોટાભાગે કેમેરામાં કેપ્ચર કરવામાં આવે છે.
કોરોના વાઇરસ(coronavirus)ની અસર ધીરે ધીરે ભારતમાં પણ દેખાવા લાગી છે. ભારતમાં અત્યાર સુધીમાં લગભગ ૨૯ મામલાઓ સામે આવી ચુક્યા છે. આમ તો કોરોના વાઇરસને લઈને સોશિયલ મીડિયા પર કેટલાક મીમ્સ બની રહ્યા છે. કોરોના વાઇરસથી જોડાયેલ એક મિમ સોશિયલ મીડિયા પર એક્ટ્રેસ મલાઈકા અરોડા (malaika arora)એ પણ શેર કર્યું, જેણે લોકોનું ઘણું ધ્યાન ખેચ્યું છે. આ મિમ મલાઈકા અરોડાએ વર્ષ ૨૦૧૯ના એરપોર્ટ લુકની તુલના વર્ષ ૨૦૨૦ના એરપોર્ટ લુક સાથે કરવામાં આવી છે. કોરોના વાઇરસથી જોડાયેલ આ મીમએ સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચામાં રહી છે. આપને જણાવીએ કે મલાઈકા અરોડાએ આ મીમને પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યું હતું.
મલાઈકા અરોડા(malaika arora)ના આ મીમમાં જ્યાં વર્ષ ૨૦૧૯ના લુકમાં એક મહિલા કૈજ્યુલ આઉટફીટમાં જોવા મળી રહી છે તો ત્યાં જ વર્ષ ૨૦૨૦ના લુકમાં વ્યક્તિ પૂરી રીતે કવર કરેલ જોવા મળી રહેલ છે. આપને જણાવીએ કે કોરોના વાઇરસ(coronavirus)થી જોડાયેલ ભારતમાં તાજો મામલો ગુડગાંવનો છે, જ્યાં paytmના એક કર્મચારીને તપાસમાં કોરોના વાઇરસથી સંક્રમિત મળી આવ્યો. કંપની તરફથી જાહેર કરવામાં આવેલ બયાનમાં કહેવામાં આવ્યું છે કે કર્મચારી હાલમાં જ ઇટલી માંથી રજાઓ વિતાવીને પાછો ફર્યો હતો, જે કોરોના વાઇરસથી સૌથી વધારે પ્રભાવિત દેશો માંથી એક છે.
તેમજ, મલાઈકા અરોડાની વાત કરીએ તો એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટીવ રહે છે. ફિલ્મોથી દુર થયા પછી પણ મલાઈકા પોતાની સ્ટાઇલ અને લુક્સ માટે હંમેશા ચર્ચામાં રહે છે. મલાઈકા અરોડાના કેટલાક ફોટોસ અને વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ પણ થાય છે. હવે વર્કફ્રંટની વાત કરીએ, તો આ દિવસોમાં એક્ટ્રેસ મલાઈકા અરોડા સોની ટીવીના ડાન્સ રીયાલીટી શો ‘ઇન્દીયાઝ બેસ્ટ ડાન્સર’ (india’s best dancer)ને જજ કરી રહી છે. આ શોમાં મલાઈકાની સાથે ટેરેન્સ લુઇસ અને ગીતા કપૂર પણ જજ તરીકે જોવા મળી રહ્યા છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ