એવું કોઈ હશે જેને રેસ્ટોરન્ટ ના સોફ્ટ , મોહ માં ઓગળી જાય તેવા , ખૂબ જ સ્વાદિષ્ટ મલાઈ કોફતા નહીં ભાવતા હોય ?? આજે આપણે જોઈશું અહીં રેસ્ટોરન્ટ જેવા જ મલાઈ કોફતા ઘરે બનાવાની રીત..
બટેટા અને પનીર માંથી બનાવવા માં આવતા આ સ્વાદિષ્ટ કોફતા ને એકદમ સ્મૂધ અને થોડી તીખી ગ્રેવી સાથે પીરસવા માં આવે છે.
સામગ્રી :
કોફતા માટે :
• 2 મોટા બટેટા , બાફેલા
• 200 gm પનીર
• મીઠું
• 1/2 ચમચી ગરમ મસાલો
• 4 ચમચી બારીક સમારેલી કોથમીર
• થોડા કાજુ ના ટુકડા
ગ્રેવી માટે ::
• 2 મોટી ડુંગળી
• 2 મોટા ટામેટા
• 5 થી 6 લસણ ની કળી
• એક મોટો ટુકડો આદુ
• મીઠું
• 1.5 ચમચી લાલ મરચું
• 1/2 ચમચી હળદર
• 1 ચમચી ધાણાજીરું
• 1/2 ચમચી ગરમ મસાલો
• 1/2 વાડકો કાજુ પેસ્ટ
• 1 ચમચી કસૂરી મેથી
• 4 ચમચી તેલ
• 1 તજ પત્તુ
• 2 લવિંગ
• 2 ઈલાયચી
• 1 તજ નો ટુકડો
• 7 થી 8 કાજુ અને 1/4 વાડકો મગજતરી ના બીજ, પેસ્ટ બનાવવા
રીત :
સૌ પ્રથમ 2 ચમચી તેલ મૂકી ડુંગળી ના કટકા ને સાંતળો. ડુંગળી ને 1 કે 2 મિનિટ સાતલ્યાં બાદ એમાં લસણ અને આદું ના કટકા કે પેસ્ટ ઉમેરો.. સરસ રિતે મિક્સ કરી ધીમી આંચ પર પકાવો. લસણ અને કાંદા ની કાચી વાસ જતી રહેવી જોઈએ. ત્યાર બાદ ટામેટા ના કટકા ઉમેરો.
હવે બનાવીએ કોફતા…
આ કોફતા માટે એક બાઉલ માં બાફેલા બટેટા અને પનીર ને ખમણેલું લેવું. ધ્યાન રહે બટેટા એકદમ ઠંડા હોવા જોઈએ. ખમણી લેવાથી એકસરખું મિકસ થઈ શકશે. ત્યારબાદ એમાં મીઠું , બારીક સમારેલી કોથમીર , ગરમ મસાલો અને કાજુ ના ટુકડા ઉમેરો.. બધું સરસ રીતે મિક્સ કરી લો. જો ભેગું કરવા માં તકલીફ પડે તો 2 થી 3 ચમચી કોર્નફ્લોર ઉમેરી શકાય.
નોંધ :
• કાજુ ના ટુકડા આપ મિક્સ ના કરતા સ્ટફિંગ પણ કરી શકો.
• કોફતા માં આપ ચાહો તો લીલા મરચા કે લાલ મરચું પણ ઉમેરી શકો.
• ગ્રેવી માં ચાહો તો ફ્રેશ ક્રીમ વધારે પણ ઉમેરી શકાય…
રસોઈની રાણી : રૂચી શાહ
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.