જલ્સા કરોને જેંતીલાલ

એક માખી શું કરી શકે? આ માણસની કરમ કહાણી સાંભળી તમે સમજી જશો, ઘર અને રસોડું બ્લાસ્ટમા ઉડી ગયું

અકસ્માત કોને કહેવાય એ આપણે સારી રીતે જાણીએ છીએ, બે સેકન્ડ પહેલાં રાજા હોય અને પછી ભિખારી પણ થઈ જાય એને કહેવાય અકસ્માત. ઘણા એવા કિસ્સા આપણે જોયા છે કે જેમાં અક્સમાતના કારણે રાજા રજવાડા પણ જતાં રહ્યા હોય. ત્યારે હાલમાં એક નવો કિસ્સો સામે આવ્યો છે જે ખરેખર ચોંકાવનારો છે. અકસ્માત ગમે ત્યારે થઇ શકે છે. પરંતુ શું એક નાની માખી કોઈને બેઘર બનાવી શકે છે? કદાચ તમે કહેશો કે માખી કોઈનું ઘર કેવી રીતે છીનવી શકે? પરંતુ આવું થયું છે.

વિસ્ફોટ એવો હતો કે માણસના ઘરનું રસોડું અને અડધી છત જ ઉડી ગઈ

image source

ફ્રાન્સમાં રહેતો એક વ્યક્તિ માખીને કારણે બેઘર થઈ ગયો હતો અને હવે તે તેના ગામમાં બીજાના ઘરમાં રહેવા માટે જવું પડ્યું છે. આ નાનકડી માખીથી એ વ્યક્તિ એટલો ચીડાઈ ગયો હતો કે તેણે માખીને મારવા માટે બ્લાસ્ટમાં તેનું ઘર ઉડાવી દીધું. વિસ્ફોટ એવો હતો કે માણસના ઘરનું રસોડું અને અડધી છત જ ઉડી ગઈ. હવે આ સાંભળીને લોકો પણ વિચારમાં પડી ગયા કે આખરે આ માણસ એવો તે કેવો કંટાળ્યો હશે અને માખીએ પણ એવું શું કર્યું હશે કે આ માણસે તેના મારવા માટે આખું ઘર જ ઉડાવી દેવું પડ્યું હશે. પરંતુ હકીકત કંઈક બીજી જ છે.

જ્યારે વ્યક્તિ રાત્રે જમવા ગયો ત્યારે તેના રૂમમાં એક નાનકડી માખી આવી

image source

આ કેસ ફ્રાન્સના ડોરડોગનેથી સામે આવ્યો છે, જ્યાં એક વ્યક્તિ માખીથી એટલો પરેશાન હતો કે તેને તેના ઘરથી પણ હાથ ધોવા પડ્યા છે. જ્યારે વ્યક્તિ રાત્રે જમવા ગયો ત્યારે તેના રૂમમાં એક નાનકડી માખી આવી. તે તેના રૂમમાં પ્રવેશી. રૂમમાં આવીને માખી તે વ્યક્તિના નાક પર બેસી ગઈ. પેલા માણસે માખીને તમાચો મારવાનો પ્રયત્ન ચાલુ રાખ્યો હતો પરંતુ માખી પણ તેનો પીછો છોડતી ન હતી.

માખીને મારવાના ચક્કરમાં એટલો ખોવાઈ ગયો હતો કે….

image source

આ 80 વર્ષીય પેન્શનરે તેને ભગાડવા માટે ઇલેક્ટ્રિક રેકેટ ઉપાડ્યું અને તેને ભગાવવાનો પ્રયાસ શરૂ કર્યો. આ સમય દરમિયાન તે રસોડામાં ગયો. તેને ખ્યાલ ન હતો કે રસોડામાં ગેસ લિક થઈ રહ્યો છે અને બહાર નીકળી રહ્યો છે. તે માખીને મારવાના ચક્કરમાં એટલો ખોવાઈ ગયો હતો કે કે અચાનક આ રેકેટ લિકિંગ ગેસ નજીક જતું રહ્યું. આ સમય દરમિયાન રેકેટ અને ગેસ વચ્ચે પ્રતિક્રિયા થઈ હતી અને જોરદાર વિસ્ફોટ થયો હતો. આ બ્લાસ્ટમાં તે માણસના ઘરનું રસોડું ઉડી ગયું હતું. તેમજ આ બ્લાસ્ટમાં તેનો હાથ પણ બળી ગયો હતો. સાથે જ તેના ઘરની અડધી છત ઉડી ગઈ. આ વ્યક્તિ હાલમાં તેના પાડોશમાં બીજા મકાનમાં રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version