દાંડિયા રમીને આ 8 નેચરલ રીતોથી જ મેકઅપ હટાવો, સ્કિનની સુંદરતા એવી જ રહેશે…

મેકઅપ દૂર કરવાના કેટલાક કુદરતી ઉપાયો.

image source

સુંદર દેખાવું કોને નથી ગમતું હોતું ? સ્ત્રીઓ તો સ્ત્રીઓ પણ હવે તો પુરુષો પણ પોતાના દેખાવ પરત્વે સજાગ થયા છે. વાર-તહેવારે મહિલાઓ અને પુરુષો બંને હવે પોતાના પોશાકની સાથે-સાથે મેકઅપ ને પણ એટલું જ મહત્વ આપે છે. સામાજિક ફંકશનમાં, ઓફિસમાં, તહેવારોમાં કે લેટનાઈટ પાર્ટીમાં લોકો મેકઅપ દ્વારા પોતાના વ્યક્તિત્વને અલગ નિખાર આપે છે.

image source

જેટલો કાળજીથી મેકઅપ કરીએ છીએ એટલો જ કાળજીપૂર્વક મેકઅપને દૂર પણ કરવો જોઈએ. ઘણા લોકોને મેકઅપ એમનો એમ રાખી અને સમય કાઢી નાખવાની ટેવ હોય છે.ઘણીવાર મોડીરાત્રે પાર્ટીમાંથી આવ્યા બાદ પણ ઘણા લોકો મેકઅપ દૂર કરવાની તસ્દી લેતા નથી. અત્યારે નવરાત્રિના દિવસોમાં પણ મોડી રાત્રે આવી અને મેકઅપ કાઢ્યા વગર જ સૂઈ જવાની ટેવ હોય તો એ ત્વચાને માટે નુકસાનકારક છે.

image source

જે પણ કાર્યક્રમ માટે મેકઅપ કર્યો હોય એ કાર્યક્રમ પૂરો થાય એટલે મેકઅપ દૂર કરવાની ટેવ પાડવી બહુ જ જરૂરી છે. જે રીતે પદ્ધતિસર મેકઅપ કરવામાં આવે છે એ જ રીતે પદ્ધતિસર મેકઅપ ઉતારવામાં પણ આવે છે.

ચાલો આજે આપણે મેકઅપ દૂર કરવાના કેટલાક ઘરગથ્થુ ઉપાય જોઈએ.

image source

જૈતુનનું તેલ

image source

મેકઅપ દૂર કરવામાં જૈતુનનું તેલ ઉપયોગી છે. એક બાઉલમાં થોડું જેતૂનનું તેલ લઈ ને કોટનની મદદથી ફાઉન્ડેશન અને લિપસ્ટિક ને હળવા હાથે લૂછીને દૂર કરી શકાય છે જેતુનનું તેલ સ્કીન ઉપર મોઈશ્ચરાઈઝિંગ નું કામ પણ કરે છે. એનાથી ત્વચાની ચમક વધે છે અને ડ્રાયનેસ પણ દૂર થાય છે. એ રીતે જેતુનનું તેલ ત્વચાની કુદરતી સાફ-સફાઈ સાથે ત્વચાની રક્ષા પણ કરે છે.

કાકડીનો રસ

image source

કાકડીને છીણીને એનો રસ કાઢવો. ચહેરો પાણીથી ધોઈ નાખવો અને ભીના ચહેરા પર જ કાકડીના રસમાં ભીનુ કરેલું કોટન લઈ હળવે હાથે ચહેરો લૂછતાં જઈ મેકઅપ દૂર કરો. કાકડીનો રસ પણ સ્કીનને ટોન કરવાનું કામ કરે છે.

દહીંનો ઉપયોગ

image source

દહીને ચહેરા પર ક્રીમની જેમજ આંગળીથી લગાડી લેવું. ત્યારબાદ દહીંથી હળવા હાથે ચહેરા પર મસાજ કરવું અને પછી કોટન બોલથી ચહેરો સાફ કરવો એનાથી પણ મેકઅપ સારી રીતે દૂર કરી શકાય છે. દહીં કુદરતી રીતે જ બ્લિચિગનુ કામ કરે છે. દહીં ચહેરાને ચોખ્ખો તો કરે જ છે ,પણ સાથે સાથે ત્વચાને મુલાયમ બનાવી ત્વચા પર કાંતિ લાવવાનું કામ પણ કરે છે.

કસ્ટર ઓઈલ/દિવેલ

image source

નવાઈ લાગે છે ને? દિવેલ નું નામ આવતા જ ચહેરો પણ દિવેલ પીધો હોય એવો બગડે છે. પણ કેસ્ટર ઓઈલ પણ મેકઅપ રિમૂવર તરીકે વાપરી શકાય છે. કોટન બોલને કેસ્ટર ઓઈલવાળુ કરીને તેનાથી ચહેરો સાફ કરવાથી ગમે તેવો ઘેરો મેકઅપ પણ સરળતાથી દૂર થાય છે ઉપરાંત ચહેરો ચમકીલો બને છે.

image source

ચહેરા ઉપર કસ્ટર ઓઈલ લગાવવાથી શુદ્ધતા સાથે સ્નિગ્ધતા પણ આવે છે. દિવેલ ઉત્તમ મોઈશ્ચરાઈઝર છે. પગમાં પડેલા વાઢીયામાં પણ દિવેલ અત્યંત ઉપયોગી છે. શિયાળામાં ફાટી ગયેલી ત્વચા તથા પગમાં પડેલા ચીરા પર રોજ દિવેલનું માલિશ કરવાથી ત્વચા સુંવાળી અને ચમકીલી બને છે.

image source

હવે તમે જાણી જ ગયા હશો કે ઘરમાં આસાનીથી ઉપલબ્ધ ચીજવસ્તુઓ મેકઅપ રિમૂવર તરીકે કેટલું સુંદર કામ કરે છે એટલું જ નહીં પરંતુ આ બધી વસ્તુઓ ત્વચાને મુલાયમ બનાવવાનુ અને ચમકીલી રાખવાનું કામ પણ કરે છે.

image source

બજારમાં મળતા મોંઘા કોસ્મેટિક્સ દરેક પ્રકારની ચામડીને અને ખિસ્સાને માફક ન પણ આવે પરંતુ ઉપર બતાવેલી હોમમેડ રેમેડિઝ ત્વચા તથા ખિસ્સા બંને માટે શ્રેષ્ઠ છે. તો હવે ખાસ યાદ રાખજો કે જ્યારે જ્યારે મેકઅપ કરો ત્યારે ત્યારે આ સરળતાથી મળી રહેતી મેકઅપ રિમૂવર સામગ્રી વાપરી મેકઅપ ઉતારવાનું ભૂલતા નહીં.

image source

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ