મકર સંક્રાતિમાં પતંગ અને ફીરકીની ખરીદીમાં છેતરાશો નહીં, આ વાતોનું રાખો ધ્યાન

પતંગ રસિયાઓ ખાસ કરીને પતંગ અને ફીરકીની વાતમાં કોઈ કોમ્પ્રોમાઈઝ કરતા નથી. જો તમે પણ પતંગના શોખીન હશો તો તમે અનેક પ્રકારના પતંગને ઓળખતા હશો. જેમકે ચીલ, ઘેંશિયા, પાવલા, ચાંદો વગેરે…કેટલાક પતંગ ખેંચવાના કામમાં સારા હોય છે તો કેટલાક ઢીલથી કાપવા માટે કામમાં આવે છે. તો જાણો તમે ખરીદીમાં કઈ વાતોનું ધ્યાન રાખશો.

માંઝાની યોગ્ય ખરીદી માટે સેલરથી ખરીદો અને ઓરિજિનલ ખરીદો

image source

જો તમે બજારથી માંઝો ખરીદવા જાઓ છો તો તમારે યોગ્ય સેલરને પસંદ કરવાનો રહે છે. નહીં તો તમારા રૂપિયા ખર્ચ થઈ જશે અને સાથે તમને પતંગ ઉડાડવાની મજા પણ નહીં આવે. જો તમેને ખ્યાલ ન આવતો હોય કે કયો માંઝો અસલી છે અને કયો નકલી તો દોરી લેવા જતી સમયે કોઈ જાણકારને સાથે લઈ જાવ. કેટલાક સેલર તમને અસલી માલના રૂપિયા લઈને નકલી માલ આપી દે છે. તો સારું એ રહેશે કે તમે તે સેલરની પાસે જાઓ જે તમને દોરાની બ્રાંડની ગેરેંટી આપે. આ સિવાય ઓરિજિનલ દોરાની દુકાન પર એક લોગો હોય છે જે ચમકદાર હોય છે. આવી કોઈ જગ્યાએથી દોરાની ખરીદી કરો.

પ્લાસ્ટિકનો દોરો એ કોઈ સારો વિકલ્પ નથી

image source

જો તમે અન્યની પતંગને કાપવાને વિશે વિચારો છો તો તમારે પ્લાસ્ટિકના માંઝાનો ઉપયોગ કરવો નહીં. આ કામમાં આ દોરો તમારી મદદ કરી શકશે નહીં, સૌથી સારો વિકલ્પ એ છે કે તમે 6 તારની દોરીની પસંદગી કરો. તેની પર પ્લાસ્ટિકનો દોરો ભારે પડશે. જો પ્લાસ્ટિકનો દોરો કોઈના ગળામાં જાય છે તો તેનું ગળું પણ કપાઈ જાય છે. આ સિવાય આ પ્રકારની દોરીથી બર્ડસને પણ નુકસાન થતું હોય છે. આપણા આનંદ માટે આવી દોરી વાપરીને કોઈને નુકસાન કરવું નહીં.

image soucre

જો તમે વધારે જાડી દોરી પસંદ કરો છો તો તમે 9 તાર કે 12 તારની દોરી ખરીદી શકો છો. મોટા પતંગોને ચઢાવવા માટે આ દોરી ઉપયોગી છે. સાદો નાનો પતંગ ચઢાવવા માટે ફક્ત 6 તારની દોરી પૂરતી છે. તમે સાંકળ 8ની જાણીતી બ્રાન્ડને યૂઝ કરી શકો છો.

image source

તો હવે તમે જાણી ચૂક્યા હશો તે તમારે કઈ દોરી ખરીદવી અને કઈ નહીં. આ સાથે કેવા હળવા પતંગ લેશો તો તમે સારી રીતે ઉત્તરાયણની મજા માણી શકશો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!