જાણો કેમ આ આદિવાસી છોકરીઓ સુરક્ષા માટે ટેટૂ પડાવે છે?

ફેશન માટે નહીં પણ સુરક્ષા માટે ટેટૂ બનાવે છે આ આદિવાસી છોકરીઓ

image source

ભારતમાં જ નહીં દેશભરમાં મહિલાઓ ફેશન માટે શરીર પર ભાત-ભાતના ટેટૂ બનાવે છે. જ્યારે એવા પણ ઘણા દેશ છે જ્યાં મહિલાઓ માત્ર ફેશન માટે જ નહીં પણ પોતાની સુરક્ષા માટે શરીર પર ટેટૂ બનાવડાવે છે. જૂના જમાનામાં આને છૂંદણા કહેવામાં આવતા.

ઉત્તર પ્રદેશના સોનભદ્ર,ઓડિશામાં કાલાહાંડીની મહિલાઓ છૂંદણા છૂંદવાની પ્રથા પૂરી કરે છે. જ્યારે દેશભરમાં એડમિરેસ્તી દ્રીપમાં રહેતા લોકો ફિજી નિવાસીઓ, ભારતના ગોંડ અને ટોડો,લ્યુ ક્યૂ દ્રીપ,ઓસ્ટ્રેલિયામાં કુયાંરી આદિવાસી છોકરીઓ ટેટૂ બનાવે છે.

image source

તમને જણાવી દઇએ કે શરીર ઉપર ટેટૂ દોરવાની પરંપરા 12 હજાર વર્ષ જૂની છે. ટેટૂ કરવાના કારણો આજના યુગની સરખામણીએ અલગ જોવા મળતા. પ્રાચીન સમયમાં ટેટૂ ખાસ કરીને શાહી કુટુંબોમાં, બીજાથી અલગ દેખાવા માટે કોતરાવામાં આવતા. જેમાં મુખ્યત્વે ઊગતા સૂર્યની કે પોતાના રજવાડાના ચિહ્નનો ઉપયોગ કરવામાં આવતો.

યુદ્ધમાં લડાઈ પહેલાં સૈનિકોનો ઉત્સાહ વધારવા માટે તલવાર કે કમાનનું ચિત્ર તેમના હાથ ઉપર દોરતા. રાજા દ્વારા સૈનિકોને તેમની બહાદુરી માટે પણ છૂંદણું ત્રોફાવવામાં આવતું.

image source

જાપાનીઝ સંસ્કૃતિમાં ‘હોરિમોનો’ આર્ટ પ્રાચીન કાળથી પ્રચલિત છે. જેમાં ‘હોરિ’ શબ્દનો અર્થ થાય છે કોતરવું. ‘મોનો’ શબ્દનો અર્થ થાય છે વસ્તુ. ટેટૂ બનાવવું એટલે શિલ્પમાં કોતરણી કરવામાં આવે તે પ્રમાણે શરીરના વિવિધ અંગો ઉપર ચિત્રકામ કરવાની કળા.

ભારતમાં પ્રાચીન કાળમાં ઋષિમુનિ પાસે શિક્ષણ લેવાની પ્રથા હતી. તે જ પ્રમાણે જાપાનમાં ટેટૂની તાલીમ આપવામાં આવતી. જેમાં પાંચ વર્ષ સુધી ટેટૂ બનાવવાની તાલીમ આપવામાં આવતી. વિદ્યાર્થીઓએ પાંચ વર્ષ સુધી તેમના માસ્ટર પાસે રહેવું ફરજિયાત હતું.

image source

પાંચ વર્ષની તાલીમ બાદ શિષ્યો પોતે વ્યવસાય કરે. જેટલી કમાણી થાય તે બધી પોતાના ગુરુને સોંપી દે. એક વર્ષની સેવાને જાપાનીઝમાં ‘ઓરિબોકો’ કહેવામાં આવે છે. શિષ્યો પોતાની કમાણી ગુરુને સોંપીને પોતાના ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા.

સુરક્ષા માટે શરૂ થઈ હતી પ્રથા

image source

ભારતની આદિવાસી છોકરીઓ 10 વર્ષની ઉમરમાં જ નહીં પણ પોતાના માથાથી લઈને પગ સુધી આખા શરીર પર રંગીન ટેટૂ બનાવડાવે છે. અસલમાં તો શરીર પર ટેટૂ બનાવવાની શરૂઆત આદિવાસી છોકરીઓએ પોતાની જાતને શિકારી રાજાથી બચાવી રાખવા માટે કરી હતી. ટેટૂ બનાવતી વખતે એ પોતાના શરીરને જ નહીં પણ ચહેરા પર પણ કરાવે છે. આની સાથે જ એ લોકો એમની સુરક્ષા માટે હાથમાં શૃંગાર સ્વરૂપે બંગડીઓ પણ પહેરે છે.

સ્વાસ્થ્ય માટે પણ સારું છે ટેટૂ

જાપાનના મત મુજબ ટેટૂ બનાવવાની પ્રથા સ્વાસ્થ માટે ખૂબ સારી છે. આ એક એક્યુપ્રેસર વિધિ છે. અત્યારે ટેટૂ માત્ર છોકરીઓ જ નહીં આદિવાસી યુવાનો અને બુજુર્ગ લોકો પણ શરીર પર કરાવે છે. આ ટેટૂ જડાના તેલમાં દિવાની રાખ મેળવીને સોયની મદદથી આખા શરીર પર બનાવી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ