વાળ ને બનાવો સુંદર આ ઘરેલુ નુસ્ખાઓ થી… બીજા મિત્રો સાથે પણ શેર કરજો…

દરેક સ્ત્રી ને એક તો ચેહરા ની સુંદરતા અને એક વાળ ની સુંદરતા ખુબ જ પ્રિય હોઈ છે. પછી એ પાર્લર માં જઈ ને સમય અને પૈસા નો ખર્ચો કેમ ના કરવો પડે. પણ સુંદરતા અચૂક જોઈએ જ. આજે આપણે આવી જ એક વાળ ની દેખભાળ ઘરેલુ ઉપચારો થી કઈ રીતે કરી શકીયે એ જ જોવાના છીએ. અને હા આ ઉપચારો હું પણ અચૂક અજમાવું જ છું અને મારા માટે ખુબ ફાયદા કારક સાબિત થયા છે એટલે જ અહીંયા તમારા માટે પણ શેર કરું છું.

શરુ કરીયે એ પહેલા એક વાત કરી દઉં, કે કઈ પણ બદલાવ જોતો હોઈ તો પૂરતું ધ્યાન, સમય, ધીરજ અને ડેડિકેશન જેને આપણે સમર્પણ કહીયે, એ ખુબ જ જરૂરી છે. અને વગર ઉતાવળૅ કશું નહિ મળે અને બની શકે કે તમે એમ પણ માનો કે આ બધું નકામું છે. પણ સાહેબ ધીરજ અને સમર્પણ વગર નાઈ થઇ. એક દિવસ કે એક અઠવાડિયું કરી ને છોડી દેવાથી તમે ફરીથી એ જ શૂન્ય પાર આવી જશો જ્યાં થી શરુ કર્યું હતું.

તો સૌ પ્રથમ આપડે રોજિંદા ફેરફાર ની વાત કરીયે-

-અઠવાડિયા માં ઓછા માં ઓછું એક વાર તો તેલ નાખવું જ.
-અઠવાડિયા માં 2 વાર તો ઓછા માં ઓછું માથું ધોવું જ.
-લીલા શાકભાજી અને ખાસ તો પાલક એન્ડ કોથમીર અચૂક ખાવા, બને એટલા વધારે, એ ફક્ત વાળ જ નહિ પણ સ્કિન ની પણ કાળજી રાખશે।
-રોજ રાત્રે તાંબા ના વાસણ માં પાણી ભરી 2-3 બદામ પલાળી ને સવારે ખાવી, આના થી વાળ ને પોષણ, સ્કિન ને નારીશમેન્ટ પૂરતું મળે રહેશે અને એના બહું સારા એવા ફાયદાઓ પણ છે.
-બને એટલું વાળ ને તડકા થી અને ધૂળ તથા પ્રદુષણ થી બચાવી ને રખવા.
-વાળ ને ધોઈને તરત કાંસકો ના ફેરવવો, પણ ધોયા પછી 15-20 મિંનિટએ ઘુંચ કાઢવી.

-ઘુંચ કાઢવા માટે મોટા દાંત વાળો કાંસકો વાપરવો.
-વાળ ધોઈને એને ટુવાલ થી ઘસી ને સાફ ના કરવા પણ હળવા હાથે ટુવાલ થપથપાવી ને કોટ્ન નું ટશિર્ત વીંટાળી દેવું। જેના થી ભેજ જળવાઈ રહે અને વાળ શુસ્ક ના થઇ જાય.
-બ્લો ડરાય કરતા વાળ જાતે જ સુકાઈ જાય એવુ કરવું, બ્લૉ ડ્રાય થી વાળ નો ભેજ જતો રહે છે અને ડ્રાય થઈ જાય છે.

-વાળ બાંધો છો તો રબર બેન્ડ નો ઉપયોગ કરવા કરતા બોરિયા નો ઉયોગ કરવાથી વાળ તૂટવાની બીક રહેતી નથી અને વાત બગડતા પણ નથી.
-વાળ બાંધો છો તો ખુબ ખચકાવી ને ટાઈટ ના બાંધવા કરતા, થોડા ઢીલા રાખવા, જેથી મૂળ ના ખેંચાઈ અને વાળ પણ ના ખરે.
-કૅન્ડીશનર કરતી વખતે સ્કેલ્પ માં ના કરવું અને ફક્ત વાળ અને છેડે ખાસ કરવું.

હવે કરિયે મુદ્દા ની વાત-

-તેલને સતક ગરમ કરી ને મસાજ કરવા થી વાળ ના મૂળ ને એન્ડ વાળ ને ખુબ સારું પોષણ મળી રહે છે તો દર વખતે ગરમ તેલ થી ઓછા માં ઓછું 20 મીન તો મસાજ કરવાનું રાખું જ.

-તેલ નાખતી વખતે જ તેલ માં તાજો એલોવેરા નો રસ નાખવાથી વાળ સિલ્કી અને સ્મૂધ બને છે.
-શેમ્પુ કરતી વખતે એમાં એક ચમચી લીંબુ નો રસ નાખવાથી સ્કેલ્પ ચોખા થાય છે અને વાળ પણ ચોખા થઈ જાય છે.
-તેલ ને ઓછા માં ઓછી 8 કલાક તો રાખવું જ. એટલે તમે રાતે નાખી ને સવારે ધોઈ શકો છો અથવા દિવસ ના 8 કલાક રાખી ને પણ ધોઈ શકો છો.

-શેમ્પુ કરી ને કૅન્ડીશનર અચૂક કરવું અને 5-7 મીન રાખી ને ચોખા પાણી એ ધોઈ લેવું.
-તેલ નું મસાજ આંગળી ના ટેરવે થી કરવું અને બને તો માથું ઊંધું કરી 10 મીન મસાજ કરવું, જેનાથી લોહી ના પરિભ્રમણ થી વાળ માં મસાજ થી વાળ ને પૂરતું પોષણ મળી રહે.

-ઘઉં ના જીણા લોટ માં કેળું નાખી મિક્સ કરી ને માસ્ક બનાવી ને કોરા વાળ માં લગાવી રાખી ને 1 કલાક પછી ધોઈ લેવા, પ્રમાણ તમારી રીતે નક્કી કરી શકો છો, આના થી વાળ સ્મૂધ અને સિલ્કી બને છે.
-ફક્ત એલોવેરા લગાવી ને 1 કલાક પછી ધોઈ નાખવાથી વાળ શુષ્ક નથી થતા અને વધે પણ છે.

-આમળા અને સાકર નું ચૂરણ બનાવી ખાવા થી વાળ કાળા, મજબૂત અને લાંબા થાય છે.
-વાળ માં દેશી આમળા અને શિકાકાઈ નો પાઉડર કરી ને તેલ માં નાખી ને મસાજ કરવાથી પણ વાળ કળા, મજબૂત અને લાંબા થાય છે.
-કોઈ પણ તેલ નાખતી વખતે તેલ ગામ કરતા પહેલા એમાં રાઈ અને મેથી નો ભૂક્કો કરી ને એક ચમચી નાખી પછી ગરમ કરી ને નાખવાતી વાળ લાંબા જરુર થી થાય છે અને સિલ્કી પણ બને છે.

બસ આ નુસ્ખાઓ અજમાવી જુઓ અને તમારા પ્રતિભાવો નીચે જણાવો. કઈ સમસ્યા હોઈ તો એ પણ જણાવો અને વાળ સુંદર કરી બતાવો આ ઘરેલુ નુસ્ખાઓ થી.

લેખક : ભૂમિકા અઢિયા (રાજકોટ)

દરરોજ અવનવા ઘરગથ્થું ઉપચાર માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી