ઘર પર સરળતાથી બનાવો આ ૪ નેચરલ ફેસવોશ,ચહેરાની દરેક સમસ્યા થશે દૂર

ચહેરો ધોવા માટે ફેસવોશનો પ્રયોગ આપ રોજ કરો છો.બજારમાં મળનાર વધારેભાગનાં ફેસવોશમાં હાનિકારક કેમિકલ્સ હોય છે,જેનો લાંબા સમય સુધી ઉપયોગ સ્કીન માટે ખતરનાક હોઈ શકે છે.ચહેરા પર તરત નિખાર લાવવા અને ડાઘ-ધાબ્બાને દૂર કરવાનો દાવો કરનાર તમામ ફેસવોશમાં એ વા તત્વો મળેલા હોય છે,જેનાથી સામાન્ય સ્કીનનાં રોગથી લઈને સ્કીન કેન્સર સુધીનો ખતરો થાય છે.એ ટલા માટે આપ લાંબા સમય સુધી પોતાની સ્કીન પર પ્રાકૃતિક ચમક અને સુંદરતા ટકાવી રાખવા માગો છો,તો નેચરલ ફેસવોશનો ઉપયોગ કરો.ચહેરાને સાફ કરવા માટે નેચરલ ફેસવોશ આપ ઘર પર જ સરળતાથી બનાવી શકો છો.આવો આપને જણાવીએ કે કઈ રીતે આપ ઘર પર બનાવી શકો છો પ્રાકૃતિક ફેસવોશ.

એલોવેરા જેલથી બનાવો ફેસવોશ

એલોવેરાને સ્કીન માટે વરદાન માનવામાં આવે છે.ચામડીની દરેક સમસ્યામાં એ લોવેરા ફાયદાકારક છે.એ લોવેરાથી બજેલ ફેસવોશનો ઉપયોગ કરી સોફ્ટ અને ગ્લોઈંગ સ્કીન મેળવી શકો છો.આ ફેસવોશ બનાવવા માટે સૌપ્રથમ એ ક વાટકીમાં એ ક ચૌથાઈ કપ(૩ મોટી ચમચી) એ લોવેરા જેલ,૨ ચમચી બદામ તેલ અને ૨ ચમચી ગુલાબજળ લો.આ બધી સામગ્રીઓને સારી રીતે મિક્સ કરો.બસ આપનું ફેસવોશ તૈયાર છે.આ ફેસવોશથી ચહેરો ધોવાથી ચહેરા પર નિખાર આવે છે.સાથે જ ખિલ-મુંહાસા,ડાઘ-ધાબ્બા,કરચલીઅો અને ઝાંઈયાં દૂર થઈ જાય છે.

ઈંસ્ટંટ ગ્લો માટે બનાવો આમલીનો ફેસ વોશ

ચહેરા પર તરત નિખાર લાવવા અને ડાઘ-ધાબ્બા દૂર કરવા માટે આમલીનો ફેસવોશ આપના માટે ખૂબ ફાયદાકારક રહેશે.તેને બનાવવા માટે સૌપ્રથમ ૨ ચમચી આમલીનાં પલ્પ અને ૧ ચમચી દહીં લઈ તેને સારી રીતે બ્લેંડ કરી લો.આ પેસ્ટને એ ક બાઉલમાં કાઢી લો.હવે આ પેસ્ટમાં વિટામીન ઈ ની એ ક કેપ્સુલ ફોડીનો નાખો.સાથે જ એ ક ચમચી ગુલાબજળ અને એ ક ચમચી મધ નાખીને બધી સામગ્રીઓને સારી રીતે મેળવો.સૌથી છેલ્લે જોજોબા અોઈલ કે બદામનું તેલ નાખો અને સારી રીતે મેળવો.આપનું ફેસવોશ તૈયાર છે.આ કોઈ એ યર ટાઈટ જારમાં ભરીને રાખી લો.આ ફેસવોશથી દિવસમાં બે વાર ચહેરો ધોવો.તેનાથી ચહેરો ધોતા જ આપના ચહેરા પર નિખાર આવી જશે અને ચહેરાની સફાઈ થઈ જશે.

ટમેટાનું ફેસવોશ

ટમેટાં ચહેરાને સરળતાથી બ્લીચ અને સાફ કરી દે છે.ટમેટાં ફેસવોશ બનાવવા માટે ૧ ચમચી ટમેટાંનું પલ્પ લઈ તેમાં ૧ ચમચી દૂધ અને ૧ ચમચી લીંબુનો રસ મેળવો.તેનાથી ચહેરા પર લગાવતા જ તાજગી આવી જશે.અથવા એ ક મોટી ચમચી ટમેટાંનાં રસમાં લીંબુનાં રસનાં ચાર ટીપા મેળવી કોટનની મદદથી ત્વચા પર લગાવીને ઘસો.પછી તેને ૫ મિનિટ માટે એમજ છોડી દો.ટમેટાં ફેસવોશથી ટૈનિંગ હટશે અને સ્કીનનાં પોર્સ પણ ખુલી જશે.સાથે જ તેનાથી ચામડીમાં કસાવ પણ આવશે.

કાચા દૂધથી કરો ચહેરાની સફાઈ

જો આપને ફેસવોશથી એ લર્જી થાય છે તો કાચું દૂધ આપના માટે ખૂબ ફાયદાકારક છે.એ ક કંટેનરમાં કાચું દૂધ લો અને કોટનને તેમાં ડુબાવીને હળવા હાથેથી લગભગ ૫ મિનિટ સુધી ચહેરો સાફ કરો.રોજ આવું કરવાથી ચહેરા પર નેચરલ નિખાર આવે છે.