આલિયા જેવા ક્યૂટ ડિમ્પલ્સ પાડવા છે ગાલ પર, તો રોજ ઘરે કરો આ એક્સેસાઇઝ…

આજકાલ છોકરીઓ સ્માર્ટ દેખાવવા માટે તેમની પર્સનાલિટી અને ચહેરા પર ખૂબ જ ધ્યાન આપતી હોય છે. ચહેરાની સુંદરતા માટે આંખ, હોઠ અને ગાલ પણ સુંદર હોવા ખૂબ જ જરૂરી છે. જો કે આંખો અને હોઠને તો છોકરીઓ મેકઅપ કરીને સુંદર બનાવી શકે છે પરંતુ ગાલની સુંદરતા તો ક્યૂટ ડિમ્પલ્સથી જ પડે છે.

ઘણી છોકરીઓને તો નેચરલી જ ગાલ પર ડિમ્પલ્સ પડતા હોય છે જ્યારે ઘણી છોકરીઓ કોસ્મેટિક પ્રોડક્ટસનો ઉપયોગ કરીનેગાલ પર ડિમ્પલ્સ પડાવતી હોય છે. કોસ્મેટિક્સ પ્રોડક્ટસનો સહારો લઇને જો તમે ગાલ પર ડિમ્પલ્સ પડાવો છો તો તેનાથી તમારી સ્કિનને અનેક ઘણું નુકસાન થાય છે. પરંતુ આજે અમે તમને કેટલીક એવી એક્સેસાઇઝ બતાવીશું જેનાથી તમે નેચરલી ગાલ પર ડિમ્પલ્સ પાડી શકો છો. આમ, આ એક્સેસાઇઝ કરીને જો તમે ડિમ્પલ્સ પાડવાનો ટ્રાય કરશો તો તમને તેની કોઇ પણ પ્રકારની સાઇડ ઇફેક્ટ નહિં થાય અને તમારા ગાલ પણ એકદમ મસ્ત લાગશે.

ક્યૂટ ડિમ્પલ્સ માટે કરો આ સ્માઇલ એક્સેસાઇઝ ડિમ્પલ્સ દેખાડવા માટે ગાલના વચ્ચેના ભાગ પર આંગળી અને અંગૂઠાની મદદથી પ્રેશર કરો અને હોઠને આગળની તરફ લાવો. આમ, જો તમે રોજ 30 મિનિટ સુધી આ એક્સેસાઇઝ કરશો તો તમે જે ઘણા વર્ષોથી ઇચ્છતા હશો તે તમારી ઇચ્છા પૂરી થઇ જશે અને તમારા ગાલ પણ એકદમ મસ્ત લાગશે. આ એક્સેસાઇઝ જો તમે રેગ્યુલર કરશો તો તમારો ફેસ પણ એકદમ મસ્ત થઇ જશે.

પાઉટ એક્સેસાઇઝ નેચરલી ગાલ પર ડિમ્પલ્સ પાડવા માટે પાઉટ એક્સેસાઇઝ એક બેસ્ટ ઓપ્શન છે. આ એક્સેસાઇઝ કરવા માટે હોઠને બહાર નિકાળીને ગાલને અંદરની તરફ ખેંચો અને પાઉટ પોઝ બનાવી લો. આમ, તમને જણાવી દઇએ કે, આ એક્સેસાઇઝ રોજ તમારે ઓછામાં ઓછી 25થી 30 મિનિટ સુધી કરવાની રહેશે. આ એક્સેસાઇઝની અસર તમને થોડા જ દિવસોમાં તમારા ગાલ પર જોવા મળી જશે. આ એક્સેસાઇઝ કરવાનો બીજો મોટો ફાયદો એ પણ છે કે, જો તમે આ એક્સેસાઇઝ રેગ્યુલર કરો છો તો તેનાથી ફેસ પર લકવો પડવાના ચાન્સિસ પણ ઘટી જાય છે અને સાથે-સાથે તમારા ફેસ પર કરચલીઓ પણ પડતી નથી અને વધતી ઉંમર પણ દેખાતી નથી.

ખુલીને સ્માઇલ કરીને કરો આ એક્સેસાઇઝઆ એક બહુ જ મસ્ત પ્રકારની એક્સેસાઇઝ છે. આ એક્સેસાઇઝ કરવાની તમને મજા પણ આવશે. આ એક્સેસાઇઝમાં તમારે કોઇ પણ જાતની વધારાની મહેનત કરવાની નથી માત્ર એક જ કામ કરવાનુ છે કે, આ એક્સેસાઇઝની જ્યારે તમે શરૂઆત કરો ત્યારે મસ્ત સ્માઇલ કરવાની છે અને પછી ગાલની વચ્ચેથી આંગળી અને અંગુઠાથી તમારે તે પોશનને હળવા હાથે પ્રેશ કરવાનો છે. આમ, આ એક્સેસાઇઝ તમારે રોજ 30થી 35 મિનિટ સુધી કરવાની રહેશે. બને તો આ એક્સેસાઇઝ સવારના સમયે કરવાનો આગ્રહ રાખજો. જો તમે આ એક્સેસાઇઝ રોજ કરશો તો તમારા ગાલ પર મસ્ત એવા ડિમ્પલ્સ પડવા લાગશે અને તમારો ફેસ પણ એકદમ ક્યૂટ લાગશે.

લેખન સંકલન : નિયતી મોદી

દરરોજ આવી અનેક રસપ્રદ વાતો અને માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર, શેર કરવાનું ભૂલતા નહિ.

ટીપ્પણી