મકર સંક્રાંતિના ઇતિહાસ સાથે જાણી લો આ દિવસે પૂજા આરાધનાનું મહત્વ

મકર સંક્રાંતિનો ઇતિહાસ અને તે દિવસે પૂજા-આરાધનાનું મહત્વ તેમજ મહુર્ત

મકર સંક્રાંતિ એટલે કે ઉતરાયણના તહેવારને હંમેશથી 14 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે. પણ જ્યોતિષ પ્રમાણે આ વર્ષે મકર સંક્રાંતિ 15 જાન્યુઆરીએ છે કારણ કે 14 જાન્યુઆરીની રાત્રે 2.07 વાગે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે.

આ ઉપરાંત ઉતરાયણના તહેવાર આસપાસ લોહડીના તહેવારની પણ ઉજવણી કરવામાં આવે છે. મકરસંક્રાંતિના દિવસે લોકો સવારે વહેલાં સ્નાન કરીને સૂર્ય દેવ એટલે કે અગ્નિના દેવતાની પૂજા કરે છે.

image source

આ દિવસે મંદીરો, બ્રાહ્મણો તેમજ ગરીબોમાં દાન આપવાનો પણ મહિમા છે. તેમજ આ દિવસે તલના લાડુ, ચિક્કી, ખિચડી તેમજ અન્ય પકવાનો બનાવીને આ તહેવાર ઉજવામાં આવે છે.

અને ગુજરામાં તો પતંગોત્સવના કારણે આ દિવસનું એક અનેરુ જ મહત્ત્વ હોય છે. આ દિવસની ખાસ ઉજવણી માટે જ કેટલાક એનઆરઆઈ પતંગ રસિયાઓ ખાસ ગુજરાતમાં આવે છે. તો વળી ગુજરાત ટુરિઝમ દ્વારા પણ પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે અને ત્યાં પણ દેશી-વિદેશી પતંગ રસિયાઓ પતંગબાજીનો લાહવો લે છે.

જાણો મકર સંક્રાંતિ શું છે

image source

મકર સંક્રાંતીમાં મકર શબ્દ એટલે કે મકર રાશી, જ્યારે સંક્રાંતિ એટલે કે સંક્રમણ એટલે કે પ્રવેશ. મકર સંક્રાંતિના દિવસે સૂર્ય ધન રાશીમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે. એટલે કે એક રાશિને છોડીને સૂર્ય બીજી રાશીમા પ્રવેશ કરે છે માટે તેને મકર સંક્રાંતિ કહેવાય છે.

જ્યોતીષ શાસ્ત્ર પ્રમાણે મકરસંક્રાંતિના દિવસથી જ સૂર્યનું ઉતરાયણ થાય છે અને માટે ગુજરાતમાં આ તહેવારને ઉતરાયણ પણ કહેવાય છે.

મકર સંક્રાંતિનો ઇતિહાસ

image source

પૌરાણીક કથા પ્રમાણે મકર સંક્રાંતિના દિવસે ગંગાજી (ગંગા નદી) ભગીરથની પાછળ-પાછળ ચાલીને કપિલ મુનીના આશ્રમ પાસે થઈને સમુદ્રમાં જઈને ભળે છે. અને માટે જ આજના દિવસે ગંગાસ્નનું પણ એક ખાસ મહત્ત્વ છે.

આ ઉપરાંત મકર સંક્રાતિના દિવસ હવામાનમાં પણ પરિવર્તનનું સૂચન પણ કરે છે. આ દિવસથી વાતાવરણમાં ગરમી વધે છે અને વસંત ઋતુ બાદ ગ્રીષ્મ ઋતુની શરૂઆત પણ થાય છે.

image source

બીજી કેટલીક કથાઓ પ્રમાણે મકર સંક્રાંતિના દિવસે દેવતાઓ પૃથ્વિ પર પધરામણી કરે છે અને પવિત્ર ગંગાનદીમાં સ્નાન કરે છે. અને માટે જ ગંગા સ્નાનું આ દિવસે મહત્ત્વ છે.

મકર સંક્રાંતિનું મહત્ત્વ જાણો

કહેવાય છે કે આ દિવસે સૂર્ય પોતાના પુત્ર શનિદેવ સાથેની નારાજગી ભૂલીને તેમના ઘરે ગયા હતા.

image source

કેટલીક ધાર્મિક માન્યતાઓ પ્રમાણે આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવામા આવે છે માટે જો તમે ગંગા સ્નાન ન કરી શકો તેમ હોવ તો તમે તમારા શહેર ગામની પવિત્ર નદીમાં પણ સ્નાન કરી શકો છો અને આ દિવસે પૂજા, દાન વિગેરે કરી અઢળક પૂણ્ય પણ કમાવી શકો છો. આ શુભ દિવસને સુખી તેમજ સમૃદ્ધિ લાવનારો માનવામાં આવે છે.

મકર સંક્રાંતિના શુભ મુહૂર્તો –

image source

મકર સંક્રાંતિ 2020 – 15 જાન્યુઆરી (જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે – 14 જાન્યુઆરી રાત્રે 2.07 વાગે સૂર્યનો મકરરાશીમાં પ્રવેશ)

સંક્રાંતિ કાળ – 7.19 વાગે (15 જાન્યુઆરી)

પુણ્યકાળ (દાનનો સમય) – 07.19થી 12.31 વાગ્યા સુધી

મહાપુણ્યકાળ (દાનનો સમય) – 07.19થી 9.03 વાગ્યા સુધી

સંક્રાંતિ સ્નાન – સવારે વહેલા, 15 જાન્યુઆરી 2020

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ