માઇગ્રેનના દુઃખાવાને દૂર કરવા હળદર છે રામબાણ ઈલાજ, જાણો તેના ગુણો વિશે…

જો તમvs પણ માઇગ્રેઇનની બિમારીથી છૂટકારો મેળવવા માંગતા હોવ તો આ ઉપાય તમારા માટે રામબાણ સાબિત થશે. હળદરનું નિયમિત સેવન તમને માઇગ્રેનમાં રાહત આપી શકે છે. ભારતીય અને સાઉથ એશિયન દેશોની ફૂડ ભોજનમાં સ્લાદ વધારવા માટે હળદરનો ઉપયોગ કરવામાં આવે છે. હળદર બહુ ગુણકારી છે. તેનું સેવન કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે અને દરેક બિમારીમાં રાહત આપે છે. તે ભોજનમાં સ્વાદ વધારવાની સાથે સાથે હેલ્થ માટે અને ત્વચા માટે પણ બહુ ફાયદારાકર છે. અત્યારે હેલ્થ બેનેફિટ્સ માટે હળદરનો વધારે ઉપયોગ કરવામાં આવે છે. હળદરના સેવનથી હ્રદય રોગની શક્યતા ઘટે છે તો બ્લડ અને ત્વચાના રોગ પણ દૂર થાય છે.

માથાના દુઃખાવા માટેતો તાજેતરમાં સંશોધકોએ નોંધ્યું કે માથાના દુખાવામાં પણ હળદરનું સેવન રાહત આપે છે. હળદરમાં દવા કરતા પણ વધારે ક્ષમતા અને સ્ટ્રોંગ એન્ટિઓક્સિડેન્ટ કુદરતી ગુણો હોય છે. જેનું સેવન કરવાથી શરીરમાં કોઈપણ જાતની આડઅસર નથી થતી અને હળદરનું સેવન કરવાથી પેઇન કિલર દવા લેવાની પમ જરૂર નહીં રહે.
હળદરમાં હોય છે ગુણકારી તત્ત્તવો

એક સંશોધન અનુસાર ‘દુનિયામાં લાખો લોકો એવા છે જેમને માઇગ્રેઇનની બિમારીથી પીડાતા હોય છે અનેજો કે, હકીકતમાં આ દુખાવો શા માટે થાય છે તેની હજુ સુધી કોઈને ખબર પડી શકી નથી જેના કારણે તેની યોગ્ય સારવાર પદ્ધતી પણ ઉપબલ્ધ નથી. પરંતુ હળદરમાં એવા ગુણ છે કે જે આ અસહ્ય દુખાવાને દૂર ક્યોર કરી શકે છે.’

દરરોજ ખાવી જોઈએ હળદર

વહળદરની અંદર રહેલા ગુણોને જોતા દરેક વ્યક્તિએ દરરોજની ઓછામાં ઓછી 400થી 600 મિલિગ્રામ હળદર ખાવી જોઈએ. અથવા તો ત્રણ ટીસ્પૂન હળદરનું સેવન કરવું જોઇએ. આવું કરવાથી માથાનાં દુખાવામાં રાહત થશે. તેમજ શરીર સારું રહે છે.

તેમજ તમને જણાવી દઈએ કે, હળદરમાંથી ઓમેગા-3 ફેટ્ટી એસિડ અને કર્ક્યુમિન મળી આવ્યા છે જે શરીરમાં પેઇન અને દુખાવાનો સંદેશો લઈ જતા ન્યુરોન્સ પર અસર કરે છે અને દુખાવામાં રાહત મળે છે. તેમજ અલ્ઝાઇમર જેવી બિમારીમાંથી છૂટકારે મેળવવા માટે નિયમિત રીતે હળદરનું સેવન કરવું. તે મગજની ઘણી બીમારીનો ઈલાજ કરવામાં અક્સીર ઈલાજ છે. તેથી નિયમિત રીતે હળદરનું સેવન કરવું.

તેમજ વજન ઓછું કરવા માટે સવારે ઉઠતાં નવશેકા પાણીમાં હળદર પાઉડર મિક્ષ કરીને પીવાથી ઘણા ફાયદા થાય છે. તેમજ જો તમે મેદસ્વીતાની સમસ્યાથી પીડાતા હો તો એકલી હળદર ખાવાથી તમારું વજન ઓછું થઈ શકે છે. સવારે ખાલી પેટે એક નાની ચમચી હળદર ખાવાથી લોહી પાતળું રહે છે, ગેસની સમસ્યા દૂર થાય છે, કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે, સાંધાના દુખાવામાં ઝડપી રાહત મળે છે, શરદી ઉધરસની સમસ્યા ક્યારેય થતી નથી.

લેખન સંકલન : પ્રિયંકા પંચાલ

ટીપ્પણી