આ એક એવી જગ્યા છે જ્યાં મહિલાઓ એવી રીતે રહે છે, જેવી રીતે આપણા દેશના પુરુષો રહે છે.

આ વિશ્વ વિચિત્ર પરંપરાઓ અને રિવાજોથી ભરેલું છે. અમે તમને એક સમાન જનજાતિ વિશે જણાવીશું, જેનાં રિવાજો બીજા કરતા ઘણા અલગ છે. અહીં પુરુષોએ પડદામાં રહેવું પડે છે, જ્યારે સ્ત્રીઓ સંપૂર્ણ રીતે મુક્ત જીવન જીવે છે. આ સાંભળીને ઘણા લોકોને વિશ્વાસ નહીં આવે, પરંતુ આ સાચું છે. આ દુનિયામાં એવી એક જગ્યા પણ છે, જ્યાં સ્ત્રીઓ પોતાનું જીવન પોતાની સ્વતંત્રતા મુજબ જીવી શકે છે. અહીંયા સ્ત્રીઓ પોતાની મરજી મુજબ રહે છે અને પુરુષો મર્યાદામાં રહે છે.

image soucre

અત્યારે આપણા દેશમાં પણ સ્ત્રીઓને ઘણી સ્વતંત્રતા મળી છે, છતાં ઘણા શહેરો અને ગામડાઓ એવા છે, જેમાં સ્ત્રીઓને ઘણા રિવાજોમાં રહેવું પડે છે, જેમ કે ઘરમાં વડીલો સામે પોતાનું મોં ન બતાવવું, દરેક કાર્યમાં પતિની અને પરિવારના લોકોની પરવાનગી લેવી અથવા પરિવારના જણાવ્યા મુજબ જ કાર્યો કરવા, મહિલાઓએ નોકરી નહીં કરવાની, મહિલાઓએ બહાર જતા પહેલા દરેકની આજ્ઞા લેવી અને જો પરિવારના લોકો કહે તો જ તેને બહાર જવાનું, ઘણી જગ્યાએ સ્ત્રીઓએ પોતાના માતા-પિતાને મળવા માટે પણ પરવાનગી લેવી પડે છે.

image socure

આ સિવાય દહેજ પ્રથા તો ઘણી જગ્યાએ ચાલે જ છે. પરિવારમાં જો પૈસાની જરૂર પડે છે, તો મહિલાને તેના માતા-પિતા પાસેથી પૈસા લેવાના નહીં તો તેને ઘરમાં રહેવાની પરવાનગી ન મળે. આપણે ઘણા એવા સમાચાર પણ સાંભળ્યા છે કે દહેજ પ્રથાના કારણે કે તો મહિલા આપઘાત કરે છે અથવા તેના પરિવારનું કોઈ સભ્ય. આપણને ચારે બાજુથી બસ મહિલાઓ પરના અત્યાચારના સમાચાર જ સંભળાય છે. જો એવામાં આપણને એવા સમાચાર સંભળાય કે એવી જગ્યા છે જ્યાં મહિલાઓને ખુલ્લી સ્વતંત્રતા છે. તો એ આપણને આશ્ચ્ર્યચકિત કરશે. તો ચાલો આ વિષે અમે તમને વિગતવાર જણાવીએ…….

image soucre

પશ્ચિમ આફ્રિકાના નાઇજરમાં રહેતા તુઆરેગ લોકોમાં, સ્ત્રીઓને તેઓને જોઈતી કોઈપણ કામગીરી કરવાની સ્વતંત્રતા છે. અહીં મહિલાઓને લગ્ન પહેલાં ઘણા પુરુષો સાથે સંબંધ બાંધવાની છૂટ પણ છે. પરંતુ આ જગ્યાએ પુરુષોને પડદામાં રહેવું પડે છે અને ક્યાંય જતાં પહેલાં મહિલાઓની પરવાનગી લેવી પડે છે.

image soucre

પરંપરા મુજબ મહિલાઓ પોતાની સ્વતંત્ર ઇચ્છાથી લગ્ન કરી શકે છે. આટલું જ નહીં, લગ્ન પછી પણ તે બિન-પુરુષ સાથે સંબંધ રાખી શકે છે. આ જગ્યા પર મહિલાઓને આ મંજૂરી આપવામાં આવે છે. જ્યારે પુરુષોએ પોતાનો ચહેરો સમાજથી છુપાવવો પડે છે. આ જાતિમાં, સ્ત્રીઓ ઇચ્છે તો તેમના પતિને હંમેશ માટે છોડી શકે છે.

image soucre

તુઆરેગ સમાજમાં લગ્ન અને છૂટાછેડા એકદમ સામાન્ય છે. અહીં પત્નીના પરિવારજનો છૂટાછેડા લીધા પછી ઉજવણી કરે છે. જ્યારે છૂટાછેડા લેવામાં આવે છે, ત્યારે સ્ત્રીઓ જે ઇચ્છે તે માંગી શકે છે.

image socure

આ સિવાય મહિલાઓને કોઈપણ પડદામાં રહેવાની કોઈ મર્યાદા નથી. કારણ કે તેમના ચહેરા પુરુષોને બતાવવા જોઈએ. અહીં મોટા નિર્ણયો લેવા માટે પુરુષોએ મહિલાઓની પરવાનગી લેવી પડે છે.

image source

આ સમાજની આ પરંપરા ઘણી જૂની છે અને તે ત્યાંના લોકો હજી પણ ધ્યાનમાં લે છે. આ અનોખી પરંપરા મહિલાઓને એવી બધી સ્વતંત્રતા આપે છે જે આપણા સમાજમાં ફક્ત પુરુષોને જ હોય ​​છે. આ જગ્યા પર આજે પણ છોકરાઓને નાનપણમાં જ પડદામાં રહેવાની ટેવ પાડવી પડે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong