મહિલાઓને મળે છે 5 રૂપિયામાં આ લાભ, વાંચો અને જલદી લો લાભ

દેશમાં મહિલાઓને બરાબરના હક આપવાની ઘણી બધી વાત કરવામાં આવે છે પરંતુ હજી પણ મહિલાઓને બેસિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવતી નથી ઘરેથી નીકળ્યા પછી આજે પણ મહિલાઓને શૌચાલય જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે મહિલાઓની આ સમસ્યાને જોતાં પૂણેની મહિલાઓ માટે ગુલાબી બસ શરૂ કરવામાં આવી છે. જેનાથી ના ફક્ત શૌચાલય છે ઉપરાંત કેન્ટીન, બાળકોના ડાયપર બદલવા માટે સ્ટેન્ડ અને બ્રેસ્ટફીડીંગની જગ્યા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

image source

આ બસના કારણે ત્યાંની મહિલાઓને ભીડ ભરેલ બજારોમાંથી લાંબુ અંતર કાપવું પડતું નથી, ના તો મહિલાઓને આ ગુલાબી બસના ટોયલેટ ઉપયોગ કરવાથી ઇન્ફેક્શનનો ખતરો રહે છે. મહિલાઓની આ સમસ્યા જોતાં પૂણેમાં ગુલાબી બસોની શરૂઆત બિઝનેસ મેન ઉલ્કા સાદરકર અને તેમના પતિ રાજીવ ખેરએ કરી છે.

જૂની બસોનો કર્યો ઉપયોગ:

image source

પબ્લિક ટોયલેટનો ઉપયોગ કરવાથી મહિલાઓમાં ઇન્ફેકશન થવાનો ખતરો રહે છે એવામાં ઉલ્કાએ શહેરની જૂની બસોનો મહિલા ટોયલેટમાં બદલી દીધા. તેમને આની શરૂઆતમાં કઈક ૧.૩ કરોડનો ખર્ચ થયો છે. અત્યારે હાલમાં તેમની આખા શહેરમાં ૧૩ બસો ચલાવી રહ્યા છે, જેનું નામ ‘તી ‘ રાખવામાં આવ્યું છે.

એકવાર પ્રયોગ કરવા માટે આપવાના હોય છે પાંચ રૂપિયા:

image source

આ બસ સામાન્ય પબ્લિક ટોયલેટ કરતાં ઘણી અલગ અને સાફ સુથરી છે. આ બસમાં ઇંડિયન અને વેસ્ટર્ન ટોયલેટની સાથે વૉશબેસીન, બાળકોના ડાયપર બદલવાનું સ્ટેન્ડ, બ્રેસ્ટફીડીંગની જગ્યા ઉપલબ્ધ છે. ત્યાં જ બસોમાં મહિલાઓ માટે વાઈ-ફાઈની સુવિધા પણ ઉપલબ્ધ છે. બસમાં વીજળીથી ચાલતા ઉપકરણો માટે સોલર સિસ્ટમ લગાવવામાં આવી છે જેથી ખર્ચ ઓછો કરવામાં આવી શકે.

ત્યાં જ બસો પર થતાં ખર્ચને પૂરો કરવા માટે કેટલાક પોશ એરિયાની બસોમાં ૫ રૂપિયા ફીસ રાખવામાં આવી છે. બસમાં દરેક સમયે એક એટેન્ડન્ટ હાજર રહે છે જે બસનું બધુ કામ જોવે છે. ત્યાં જ મહિલાઓને વધારે સુવિધા પ્રદાન કરવા માટે બસોમાં નાનકડી કેન્ટીન બનાવવામાં આવી છે જયાં ખાવા-પીવાની અને અન્ય નાની-મોટી વસ્તુઓની ખરીદી કરી શકે છે.

સેનેટરી ઇન્ડસ્ટ્રીનો છે ભાગ:

image source

ઉલ્કા અને તેના પતિ રાજીવ પહેલે થી જ સેનેટરી ઇન્ડસ્ટ્રીનો ભાગ છે. પૂણે શહેરમાં જ્યારે પબ્લિક ટોયલેટ બનાવવાની જગ્યા ના હતી તો ત્યાંની કોર્પોરેશને આ કપલની સહાયતા માંગી અને તેમણે મદદ માટે હા કરી દીધી. ત્યારબાદ વર્ષ ૨૦૧૬ માં તેમણે બસોને ટોયલેટમાં બદલવાનું કામ શરૂ કર્યું અને આ આઇડિયા તેઓને સેન ફ્રાન્સિસ્કોના એનજીઓ થી મળી.

શરૂઆતમાં આવેલી કેટલીક તકલીફો:

image source

2016માં જયારે પહેલીવાર ઉલ્કાએ બસ સર્વિસ શરૂ કરી હતી, ત્યારે મહિલાઓને લાગતું હતું કે પબ્લિક ટોયલેટની જેમ આ બસ પણ અંદરથી ગંદી હશે. એમાં કેટલાક પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ નહીં હોય કે મળવા વાળી સુવિધાઓ માટે વધારે પૈસા માંગવામાં આવશે. એટલા માટે મહિલાઓમાં ફેલાયેલો આ ભ્રમને તોડવામાં આવ્યો. હવે મોટાભાગની બસોને રોજ ૨૦૦ થી ૩૦૦ વાર ઉપયોગ થાય છે.

અન્ય શહેરો માં પણ શરૂ થશે આ સર્વિસ:

image source

અત્યારે હાલમાં 13 બસોની સાથે આ સર્વિસ શરૂ કરવામાં આવી છે. ત્યારપછી મુંબઈ, હૈદરાબાદ, બેંગ્લુરુ, નાગપુર જેવા શહેરોમાં પણ સરકારની મદદથી આ સર્વિસ શરૂ કરવામાં આવશે। ઉલ્કાનું સપનું છે કે તે આવનારા 5 વર્ષોમાં શહેરની અંદર 1000 બસોની સર્વિસ શરૂ કરે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ