મહિલાઓના મગજનો વૈજ્ઞાનિકોએ કર્યો અભ્યાસ અને પરિણામ આ મુજબ છે…

તમને ખબર છે સ્ત્રીઓ આટલું બધું વિચારતી જ કેમ હોય છે?? તો આ વાંચીને તમને એ વિશે પણ ખબર પડી જશે.

દરેક પુરુષને ખબર જ હશે કે સ્ત્રીઓનો સ્વભાવ કઈક રીતે અલગ જ હોય છે. આટલા વર્ષોથી સ્ત્રીઓને નીચી માની, ભેદભાવ રાખવા છતાં તેમની પાસે દુનિયા સામે લડવાનો તેમજ દુનિયા બદલવાનો અનોખો પાવર છે.

આ સિવાય સ્ત્રીઓનું દિલ ઘણી બધી લાગણી તેમજ હમદર્દીઓથી ભરેલું હોય છે. પણ એક વાર જો તેઓ નારજ થઈ જાય તો મનાવતા આંખે પાણી આવી જાય. પણ હજી સુધી એક પણ વ્યક્તિ મહિલાઓના સ્વભાવ અને દિલને સમજી નથી શક્યું.

આજ કારણે વૈજ્ઞાનિકો એ પણ તેમના મગજનો અભ્યાસ કર્યો અને જે સાબિત થયું એ તો કોઈએ સપનામાં પણ નહી ધાર્યું હોય..

૧. સ્ત્રીઓને પુરુષ કરતા વધારે ઊંઘની જરૂર પડે છે.

સમગ્ર દિવસ દરમિયાનના થાક, ઘરકામ અને હવે તો નોકરી. આ કારણે તેમની સ્વભાવ ચીડિયો થઈ જાય છે. આ દરેક પ્રકારના માનસિક તણાવને દુર કરવા માટે સ્ત્રીઓને વધુ આરામ અને ઊંઘની જરૂર પડે છે.

૨. સ્ત્રીઓનું મગજ પુરુષો કરતા વધારે વિચારું હોય છે.

એક અભ્યાસમાં આ લાઈન સાબિત પણ થઈ હતી કારણ કે પુરુષોએ ફક્ત ઓફીસનું જ કામ કરવાનું હોય છે જયારે મહિલાઓએ એક સાથે નોકરી અને ઘરકામથી માંડીને છોકરા સાચવવા સુધીના ઘણા બધા કામ પતાવવાના હોય છે.
તેમજ સ્ત્રીઓમાં મલ્ટીટાસ્કીંગવાળી ક્વોલીટી હોય છે જે બહુ ઓછા પુરુષોમાં હોય છે.

૩. સ્ત્રીઓ પુરુષો કરતા ૪ ગણી ઝડપથી કામ કરી શકે છે.

સ્ત્રીઓ પુરુષો કરતા વધુ હોશિયાર અને ચપળ હોય છે અને તેઓ કોઈ પણ પ્રકારનું કામ પુરુષોની સરખામણીમાં ૪ ગણી ઝડપથી પૂરું કરી શકે છે.
આથી સ્ત્રીઓ સાથે વધારે ઊંઘવાનું આ વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલું કારણ છે.

લેખન .સંકલન : યશ મોદી