રિપોર્ટમાં થયો મોટો ધમાકો, ગુજરાતની મહિલાઓ બની રહી છે સાઇબર ક્રાઇમમાં પોર્નોગ્રાફી-ધમકી-છેતરપિંડીનો ભોગ

આપણે આજના સમાજમાં જોઈ જ રહ્યા છીએ કે બધું ઓનલાઈન થઈ રહ્યું છે અને હવે આંગળીના ટેરવાનો જમાનો આવ્યો છે. પરંતુ જેમ સિક્કાની બે બાજુ હોય છે એમ આ ટેક્નોલોજીમાં પણ કંઈક આવું જ જોવા મળી રહ્યું છે. કારણ કે હાલમાં જે આંકડા આવ્યા એ ખરેખર ચિંતાજનક છે. હાલમાં રાજ્યમાં સાઇબર ક્રાઈમની ઘટનાઓમાં સતત વધારો નોંધાયો છે. તેમાં પણ ખાસ કરીને મહિલાઓ સાથે ઓનલાઈન છેડતી, બ્લેકમેઇલિંગ, છેતરપિંડી સહિતની ફરિયાદો વધી રહી છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB)ના વર્ષ 2019ના આંકડા અનુસાર, 2018ની સરખામણીમાં ગત વર્ષે મહિલાઓની સાઇબર ક્રાઈમની ફરિયાદો બમણી થઈ છે.

image source

વિગતવાર વાત કરવામાં આવે તો ઓનલાઈન ધમકી, સાઇબર પોર્નોગ્રાફી, ફેક અકાઉન્ટ તેમજ બ્લેકમેઇલના કિસ્સાઓમાં કુલ 226થી વધુ એફઆઈઆર નોંધાઈ છે. NCRB અનુસાર, રાજ્ય પોલીસે ઓનલાઈન સ્ટોકિંગ અથવા ગુંડાગર્દીના 28 કેસ, સાઇબર પોર્નોગ્રાફીના 21 કેસ, બ્લેકમેઇલના છ કેસ, ફેક અકાઉન્ટના પાંચ કેસ અને માનહાનિ અથવા મોર્ફિંગના ચાર કેસ નોંધ્યા છે. આ તમામ કેસોમાં મહિલાઓ પીડિત હતી.

image source

હાલમાં એકંદરે જોઈએ તો રાજ્યમાં 2018ની સરખામણીએ સાઇબર ક્રાઇમ્સમાં 11.7%નો વધારો નોંધવામાં આવ્યો હતો. કુલ 784 કેસમાંથી 294 કેસ આઇટી એક્ટ હેઠળ નોંધાયા હતા. 2018ની તુલનામાં 2019માં ઓળખ ચોરીના કિસ્સાઓમાં 62% વધારો થયો છે, જ્યારે કમ્પ્યુટર સંબંધિત ગુનાઓમાં 29% વધારો થયો છે. રાજ્યમાં મહિલા સાથે વધી રહેલા સાઇબર ક્રાઈમના ગુનાને અટકાવવા માટે તાજેતરમાં જ અમદાવાદમાં નેશનલ કમિશન ફોર વુમન સંસ્થા દ્વારા એક વેબિનાર યોજાયો હતો.

image source

આ વેબિનારને “સાઇબર ફ્રાઈમ અગેઈન્સ્ટ વુમન”નું નામ આપવામાં આવ્યું અને એમાં વિદેશી મહિલાઓ પણ જોડાઈ હતી. રિપોર્ટ અનુસાર, સાઈબર ક્રાઈમના કારણે અંદાજે 74 ટકા મહિલાઓ ફેસબુક પર અન્ય કોઈ તેના પેજને બ્લોક કરે છે. સંયુક્ત રાષ્ટ્રના જણાવ્યા પ્રમાણે અંદાજે 35 ટકા મહિલાઓ ઓનલાઈન કોઈ ને કોઈ હિંસાનો ભોગ બની રહી છે, જ્યારે 20 ટકા કેસ એવા છે જ્યાં મહિલાઓને પોતાનું અકાઉન્ટ જ બંધ કરવું પડ્યું છે. બીજી તરફ, ફોર્ડ કરનારની સજાની ટકાવારી પણ 40 ટકાથી ઘટીને 25 ટકાની આસપાસ પહોંચી ગઈ છે.

image source

આ મામલે સાઇબર ક્રાઈમના પોલીસ કમિશનર અમિત વસાવાએ જણાવ્યું કે, છેલ્લા આઠ મહિનામાં સાઇબર ક્રાઈમ દ્વારા છેતરપિંડી અને ગુંડાગર્દીની લોકો પાસેથી 15,000થી વધુ ફરિયાદો મળી છે, જેમાં કુલ રૂ. 50 કરોડની ઓનલાઈન છેતરપિંડી થઈ છે. આ કુલ કેસોમાંથી અડધા કેસ માત્ર અમદાવાદના છે.

image source

એ જ રીતે સાઇબર સેલના જણાવ્યા અનુસાર, ડિજિટલ ડિવાઇસીસ સાથે એકંદરે ક્રિયા-પ્રતિક્રિયામાં વધારો થતો હોવાથી નિવારણ ઉપચાર કરતાં વધુ સારું છે. તાજેતરનાં સમયમાં આપણે ઘણા દાખલા જોયા છે જ્યાં સ્થાનિકો કોલ સેન્ટર ચલાવતા ચીટરોનો શિકાર બની પોતાની વ્યક્તિગત વિગતો મહિલા-યુવતીઓ આપી દેતી અને બેંક ખાતા અથવા ઇ-વોલેટ્સમાંથી તેણે નાણાં ગુમાવ્યાં હતાં. બેંકો તમને OTP આપવા માટે ફોન કરતી નથી છતાં કેટલાક લોકો ઓટીપીની વિગત આપી દે છે, જેને કારણે તેમના અકાઉન્ટને ભારે નુકસાન થાય છે. અને ખાતા ખાલી થઈ જાય છે.

image source

સાઇબર સેફ્ટી એક્સક્પર્ટે પણ પોતાની વાત કરતાં જણાવ્યું હતું કે આ વર્ષે લોકડાઉન સમયગાળા દરમિયાન અમે એવા કેસોમાં વધારો જોયો છે કે સોશિયલ મીડિયા યુઝર્સને તેમના મિત્રો પાસેથી પૈસા મોકલવાના મેસેજો મળ્યા હતા. ક્યારેય પણ પૈસાના ઓનલાઈન ટ્રાન્સફર કરતાં પહેલાં હંમેશાં વ્યક્તિ/સંસ્થાની ખાસ ઓળખ તપાસ કરી લો. વ્યક્તિગત સલામતી માટે હંમેશાં પાસવર્ડ્સ નિયમિતપણે બદલો, અજાણ્યાઓ સાથે ચેટ કરવા અને સંવેદનશીલ છબિઓ અપલોડ કરવા/મોકલવાનું ટાળો. કારણ કે તમારી એક નાની ભૂલ પણ તમને ખુબ મોટું નુકસાન કરાવી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ