આ મહિલાએ એવો ગુનો કર્યો કે જેને અપાશે મૃત્યુદંડની સજા, પૂરી ઘટના વાંચીને તમે પણ બોલી ઉઠશો OMG!

અમેરિકા: અમેરિકા દેશમાં સિત્તેર વર્ષમાં પહેલી વાર કોઈ મહિલાને સજા- એ- મોત આપવામાં આવશે, આ મહિલાને જીવલેણ ઇન્જેક્શન આપવામાં આવશે.

અમેરિકા જેવા વિકસિત દેશમાં પણ કોઇપણ ગુનેગારને મૃત્યુદંડની સજા આપતા પહેલા ઘણા બધા વિષયો પર વિચારણા કરીને પછી જ ગુનેગારને મૃત્યુદંડની સજા આપવામાં આવે છે. આજે અમે આપને જણાવીશું કે, અમેરિકામાં અંદાજીત ૭૦ વર્ષ પછી એક મહિલા ગુનેગારને કેવા ગુના માટે મૃત્યુદંડની સજા આપવામાં આવી રહી છે. ચાલો જાણીએ….

image source

અમેરિકામાં અંદાજીત ૭૦ વર્ષ પછી પહેલી વાર કોઈ મહિલાને મૃત્યુની સજા આપવામાં આવી રહી છે. આ દોષિત મહિલાએ એક ગર્ભવતી મહિલાની હત્યા કરી દીધી અને ત્યાર બાદ તેનું પેટ ચીરીને બાળકનું અપહરણ કરવામાં દોષિત સાબિત થઈ ગઈ હતી. કોર્ટના આદેશ પર હવે આ દોષિત મહિલાને આવનાર તા. ૮ ડીસેમ્બર, ૨૦૨૦ના રોજ જીવલેણ ઈન્જેકશન લગાવીને મૃત્યુદંડ આપવામાં આવશે.

ગર્ભવતી મહિલાની હત્યા કરી અને તેનું પેટ ચીરીને બાળકનું અપહરણ કરવામાં દોષિત મળી આવી.:

image source

અધિકારીઓના જણાવ્યા મુજબ વર્ષ ૨૦૦૪માં પાળતું કુતરાને ખરીદવાના બહાનું કરીને ૨૩ વર્ષની ઉમર ધરાવતી બોબી સ્ટીનેટના મિસૌરીમાં આવેલ ઘરે પહોચેલ દોષિત લિસા માંટગોમેરીએ આ દર્દનાક હત્યાકાંડને અંજામ આપી દીધો હતો. ત્યારે ૩૬ વર્ષની ઉમર ધરાવતી માંટોગોમેરીએ સૌથી પહેલા ૮ મહિનાની ગર્ભવતી મહિલા સ્ટીનેટને દોરડાની મદદથી ગળા દબાવીને મારી નાખે છે. ત્યાર પછી તેનું પેટ ચીરીને બાળકને લઈને ભાગી ગઈ હતી.

image source

પકડાઈ જાય છે ત્યારે માંટોગોમેરીએ મિસૌરીની અદાલતમાં પોતાનો અપરાધ સ્વીકાર કરી લીધો હતો અને ત્યાર પછી વર્ષ ૨૦૦૮માં જજએ તેને અપહરણ અને હત્યા કર્યા ગુનામાં દોષિત જાહેર કરી દીધી. જો કે, આ કેસની સુનાવણી દરમિયાન દોષિતના વકીલોએ કોર્ટમાં તેના બીમાર હોવાનો તર્ક રજુ કરે છે તેમ છતાં જજએ આ રજૂઆતને રદ્દ કરી દીધી છે. ૨૦ વર્ષની અટકાયત પછી ૩ મહિના પહેલા જ અમેરિકામાં મૃત્યુદંડની સજાને ફરીથી લાગુ કરવામાં આવી છે. અમેરિકામાં અંદાજીત ૨૦ વર્ષની અટકાયત પછી હાલમાં ૩ મહિના પહેલા જ મૃત્યુદંડની સજા ફરીથી લાગુ કરવામાં આવી છે.

image source

ત્યાર બાદ પણ લિસા માંટગોમેરી ૯મા સંઘીય કેદી છે જેને આ મૃત્યુદંડની સજા આપવામાં આવી છે. અમેરિકામાં વર્ષ ૧૯૫૩માં છેલ્લી વાર કોઈ મહિલાને મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી. ડેથ પેનલ્ટી ઇન્ફોર્મેશન સેન્ટરના જણાવ્યા મુજબ અમેરિકામાં ફાંસીની રાહ જોઈ રહેલા ગુનેગારોમાં ૨ ફીસદી મહિલા ગુનેગારો છે. પુરુષોની તુલનામાં મહિલાઓ દ્વારા કરવામાં આવતા હિંસક અપરાધોમાં ફાંસીની સજા ખુબ જ ઓછી આપવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ