વોશિંગ મશીનમાં કિંગ કોબ્રાને જોતા જ આ મહિલાએ એવો નિર્ણય લીધો કે…

વિશ્વમાં અંદાજે 500થી વધુ પ્રકારના સાપ જોવા મળે છે. તેમાથી થોડા જ ઝેરી હોય છે. છતા પણ આપણને સાપનું નામ શાંભળતા જ ડર લાગવા લાગે છે. તેમને જોતા જ આપણા પગ ધ્રુજવા લાગે છે. પરંતુ તમે વિચારો કે જો તમે કપડા ધોવા માટે વોશિંગ મશીન ખોલો અને તેમાં સાપ જોવા મળે તો! તમારા હોંશ ઉડી જાય ને! આવી એક ઘટના સામે આવી છે હરિયાણામાં. તો આવો આપણે જાણીએ કે આખરે શું બન્યું હતું.

મહિલાને એક ઝેરી કોબ્રા સાપ જોવા મળ્યો

image source

આ ઘટના અંગે વાત કરીએ તો હરિયાણાના કરનાલ જિલ્લાના એક ઘરમાં આ કિસ્સો બન્યો હતો. અહીં વોશિંગ મશીનમાં કપડા ધોવા જઈ રહેલી મહિલાને એક ઝેરી કોબ્રા સાપ જોવા મળ્યો. તેને જોઈને તે મહિલા ખૂબ ડરી ગઈ. સાપને જોઈને થોડીવાર તો તેમની આંખો પહોળી ગઈ હતી. જો કે ત્યાર બાદ મહિલાએ તાત્કાલિક સમજદારીથી કામ લઈને તેની જાણકારી પોતાના પતિને આપી, ત્યારબાદ સાપ પકડવા માટે પ્રોફેશનલ સતીશ ફફડાનાને જાણકારી આપવામાં આવી.

એક વારના ડંખથી મોત થઈ શકે છે

image source

ત્યાર બાદ સ્નેક મેન સતીશે ઘટનાસ્થળે પહોંચીને સાપને પક્ડયો અને કપડામાં બાંધી દીધો હતો. તેમણે જણાવ્યું કે આ સાપ કોબ્રા છે, જેના એક વારના ડંખથી અને સમયસર સારવાર ન મળે તો મોત પણ થઈ શકે છે. સ્નેક મેને જણાવ્યું કે જ્યારે વાતાવરણમાં પરિવર્તન થાય છે ત્યારે સાપની સંખ્યા વધી જાય છે અને જંગલથી બહાર આવી જાય છે. તેઓએ જણાવ્યું કે આ સાપ ઘણો ખતરનાક હોય છે અને તેનાથી બચવું જોઈએ. સ્નેક મેનનું કહેવું છે કે આ સાપોને જાતે પકડવાનો પ્રયાસ ન કરવો જોઈએ. તેને પકડવા માટે એક્સપર્ટને બોલાવવા જોઈએ જેથી કોઈ દુર્ઘટના ન થાય. સાપના ઘરમાંથી બહાર ગયા બાદ આ મહિલાના જીવમાં જીવ આવ્યો હતો અને તેમણે રાહતનો શ્વાસ લીધો હતો.

સાપ કરડે તો શું કરવું

image source

સાપના બટકું ભરવા પર પીડિત ને શાંત રહેવું જોઈએ, પેનિક કરવાથી બ્લડ પ્રેશર વધે છે જેનાથી ઝેર તેજી થી શરીર માં ફેલાય છે. એટલા માટે મેડીકલ મદદ ના પહુચવા સુધી પીડિત ને શાંત રહેવું જોઈએ. શરીરના જે ભાગ પર સાપ કરડ્યો હોઈ તે ભાગને સ્થિર રાખવો. સાપ ના બટકું ભર્યા બાદ ઘાવ ને ધોવો, જેવા ઘરેલું નુસખાઓ માં સમય બરબાદ ના કરવો તેને જલ્દી થી દવાખાને લઈ જવો.

image source

કરડ્યા બાદ ચૂસવા જેવા ઉપાય ના કરવા, અને દબાણ થાય તેવી પટ્ટી પણ ના બાંધવી જોઈએ. આ બંને જરા પણ યોગ્ય નથી. મોટા ભાગની આવી ઘટનાઓ માં આપણને લાગે છે કે આ ઉપયોગી છે, કેમકે આપણી આજુબાજુ જોવા મળતા સાપ મોટાભાગે ઓછા જહેરીલા હોઈ છે. આ વિધિઓ ને અપનાવવાથી ઘણી વાર પીડીતને વધુ બ્લીડીંગ થઈ જાય છે જેનાથી તેની મૃત્યુ પણ થઈ જાય છે સાથે જ તેનાથી ઇન્ફેકશન નો ખતરો પણ બની રહે છે એટલા માટે એવું ક્યારેય ન કરવું જોઈએ કે જેનાથી વ્યક્તિનો જીવ જોખમમાં રહે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ