આવી તલાશી કેમ, એરપોર્ટ પર એમ્બ્યુલન્સમાં બધી જ મહિલા મુસાફરોના કપડાં…પૂરી ઘટના વાંચીને તમે પણ ચોંકી ઉઠશો

હવાઈ મુસાફરી દરમિયાન એરપોર્ટ પર લોકોની તલાશી લેવી એ કોઈ મોટી વાત નથી અને બધા માટે આ વાત સ્વાભાવિક છે, પરંતુ 2 ઓક્ટોબરના રોજ દોહા-સિડની જતી કતર એરવેઝ એરલાઇન્સની ફ્લાઇટમાં મહિલાઓની જે ગંદી રીતે તલાશી લેવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયાએ તે અંગે ગંભીર ચિંતાઓ ઉભી કરી છે.

મહિલાઓના કપડાં કાઢીને તલાશી લીધી

image source

એરવેઝની એક એરલાઇન્સ (ફ્લાઇટ નંબર ક્યૂઆર 908) 2 ઓક્ટોબરના રોજ દોહાથી સિડની જતી હતી. આ ફ્લાઇટમાં મુસાફરી કરનારી તમામ મહિલાઓને હમાદ આંતરરાષ્ટ્રીય વિમાનમથક લઈ જવામાં આવી હતી અને એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવી હતી અને ત્યાં તેમના કપડા ઉતારીને તલાશી લેવામાં આવી હતી. ખરેખર, તે એટલા માટે કરવામાં આવ્યું કારણ કે એરપોર્ટ પર એક નવજાતનો મૃતદેહ મળી આવ્યો હતો અને તે નવજાતની માતાને શોધવા માટે શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જેને લઈને ઓસ્ટ્રેલિયાએ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.

એમ્બ્યુલન્સમાં એક ડોક્ટર હાજર હતી

image source

અહેવાલો અનુસાર હમાદ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર પાર્ક કરેલી એમ્બ્યુલન્સમાં એક ડોક્ટર હાજર હતી અને તે મહિલાઓના કપડા ઉતારીને તપાસ કરી રહ્યો હતો કે, મુસાફરી કરનારી તમામ મહિલાઓમાંથી તાજેતરમાં કોઈ મહિલાએ તો બાળકને જન્મ આપ્યો નથી ને. જો કે ઓસ્ટ્રેલિયાની સરકારે મહિલાઓની તપાસ અંગે ચિંતા વ્યક્ત કરતાં કતર એરવેઝના અધિકારીઓને દોષી ઠેરવ્યા છે.

એમ્બ્યુલન્સમાં તપાસ માટે લઈ જવામાં આવી

image source

કતર એરવેઝની ફ્લાઇટમાં મુસાફરી કરી રહેલા એક મુસાફરે ધ ગાર્ડિયનને જણાવ્યું હતું કે, એક મહિલા ડોક્ટરને પેસેન્જરની એમ્બ્યુલન્સમાં તપાસ માટે લઈ જવામાં આવી હતી, અને તમામ મહિલાઓને આ પરીક્ષણ માટે તેમના તમામ કપડાં ઉતારવા કહેવામાં આવ્યું હતું. કપડાં કાઢ્યા પછી ડોક્ટરે બધાની તપાસ કરી.

ઓસ્ટ્રેલિયન વિદેશ અને વેપાર વિભાગે કહ્યું કંઈક આવું

image source

ઓસ્ટ્રેલિયન વિદેશ અને વેપાર વિભાગે (ડીએફએટી) એક નિવેદન બહાર પાડતાં કહ્યું છે કે, ‘અમે આ ઘટના અંગે કતરના અધિકારીઓ સાથે ઔપચારિક ગંભીર ચિંતા કરી છે.’ ડીએફએટીના પ્રવક્તાએ સિડની મોર્નિંગ હેરાલ્ડને કહ્યું, ‘ઓસ્ટ્રેલિયન સરકાર કતરના હમાદ એરપોર્ટ પર ઔસ્ટ્રેલિયન નાગરિકો સહિત મહિલા મુસાફરોની તપાસ સંબંધિત અહેવાલોથી વાકેફ છે.’ ટૂંક સમયમાં માહિતી આપવામાં આવશે.

2020માં જ ફેબ્રુઆરીમાં આવી વાહિયાત ઘટના ઘટી હતી

image source

વિમાનમાં પુરૂષને સેક્સ ઓફર કરનાર એક બ્રિટીશ મહિલાને કોર્ટે યૌન શોષણના આરોપસર દોષી જાહેર કરાઈ છે. મહિલાએ દારૂના નશામાં આપત્તિજનક હરકતો કરી હતી. બોયફ્રેન્ડ સાથે બ્રેક અપ બાદ લુઈસ નામની મહિલા 7 વર્ષની દિકરી સાથે વિમાનમાં રજાઓ માણવા જઈ રહી હતી. જેની પર આરોપ લાગ્યો છે. પુરૂષ સહયાત્રી પણ રજાઓ માણવા જઈ રહ્યો છે. લુઈસ નામની મહિલાએ રજાઓ એન્જોય કરવા માટે પ્લાન ઘડ્યો હતો પણ વ્યક્તિ ખોટો પસંદ કર્યો હતો. 11 વર્ષના દીકરા સાથે યાત્રા કરી રહેલા એક પ્રવાસી સામે તેણે કપડાં ઉતારી દીધા હતા. લુઇસે આ હરકત ત્યારે કરી હતી જ્યારે વિમાન તુર્કીમાં લેન્ડ કરી રહ્યું હતું. ઘટના સમયે પુરૂષ પેસેન્જર્સે અલાર્મનું બટન દબાવીને ક્રૂ મેમ્બર્સને આ બાબતે ધ્યાન દોર્યું હતું. ત્યારબાદ લુઈસને વિમાનમાંથી નીચે ન ઉતરવા દઈને ઇગ્લેન્ડ રિટર્ન રવાના કરાઈ હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ