પીવી સિંધુએ મેડલ જીત્યા બાદ હવે ભારતી હોકી ટીમે શાનદાર પ્રદર્શન કરીને મેડલની આશા જીવંત કરી છે. નોંધનિય છે કે, ભારતીય મહિલા હોકી ટીમે ઈતિહાસ સર્જીને ટોક્યો ઓલિમ્પિકની સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો મેળવ્યો છે. નોંધનિય છે કે, 41 વર્ષમાં આ પહેલીવાર છે જ્યારે હોકી ટીમે આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ભારતની 16 મહિલા ખેલાડીઓએ આ અસંભવ લાગતી સફળતા શક્ય બનાવી દેશને ગૌરવ અપાવ્યું છે. તો બીજી તરફ સુરત સ્થિત હીરાના વેપારી સવજી ધોળકિયા, જે પોતાના કર્મચારીઓને ફ્લેટ અને મર્સિડીઝ જેવી મોંઘી ભેટો આપવા માટે પ્રખ્યાત છે, તે ફરી એક વખત હેડલાઇન્સમાં છે. ભારતીય મહિલા ખેલાડીઓની આ સિદ્ધીને જેને બિરદાવવા માટે રાજ્યના સુરતના ડાયમંડ કિંગ સવજીભાઈ ધોળકિયાએ મહિલા હોકી ટીમની ખેલાડીઓને 11 લાખ રૂપિયા સુધીનું ઘર અથવા નવી કાર આપવાની જાહેરાત કરી છે.નોંધનિય છે કે સવજીભાઈ તેમના હીરાના કારીગરોને મોંઘી ભેટ આપવા માટે જાણીતા છે.

તમને જણાવી દઈએ કે, સુરત ખાતે હરિકૃષ્ણ ડાયમંડના સ્થાપક સવજીભાઈએ આ માહિતી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને આપી છે. સોશિયલ મીડિયામાં કેરલી પોસ્ટમાં લખ્યું છે કે, મને આ જાહેરાત કરતા આનંદ થાય છે કે, જો મહિલા હોકી ટીમ ફાઈનલ જીતશે તો હરિકૃષણ ગ્રુપ ખેલાડીઓને 11 લાખ રૂપિયાનું ઘર અથવા નવી કાર ભેટમાં આપશે, જેમને સહાયતાની જરૂર છે. આપણી છોકરીઓ દરેક પગલે ઈતિહાસ રચી રહી છે. નોંધનિય છે કે, આપણે પહેલીવાર આસ્ટ્રેલીયાને હરાવી ઓલિમ્પિકની સેમી ફાઈનલમાં પહોંચ્યા છીએ. 130 કરોડ ભારતીય લોકો મહિલા હોકી ટીમની સાથે ઊભા છે, તેમણે કહ્યું કે, આપણા ખેલાડીઓના ઉત્સાહમાં વધારો થાય તે માટે આ અમારો એક નાનો એવો પ્રયાસ છે. જેથી તે આપણા રાષ્ટ્રને વધુ ગૌરવ અપાવી શકે. નોંધનિય છે કે, સવજીભાઈ ધોળકિયા અનેક સેવા કિયા પ્રવૃતિ સાથે સંકળાયેલા છે.

આ અંગે હિરા વેપારી સવજી ધોળકિયાએ કહ્યુ કે, મહિલા હોકી ટીમની ખેલાડી જે રીતે સખત મહેનત કરી રહી છે તેનાથી સમગ્ર દેશ આનંદ અનુભવી રહ્યો છે. આ એવી સ્થિતિ પણ છે કે તમામ ખેલાડીઓને પ્રોત્સાહન આપવું ખૂબ જ જરૂરી છે. તેથી હરિકૃષ્ણ ડાયમંડ તરફથી અમે તમામ ખેલાડીઓને રૂ. 11 લાખ સુધીનું ઘર ભેટ આપવા માગીએ છીએ અને જે ખેલાડીઓ પાસે ઘર હશે તેમને રૂ. 5 લાખ સુધીની કાર ભેટમાં આપીશું. અમારા ગૃપથી તરફથી આ નાની એવી ભેટ આ તમામ ખેલાડીઓની મહેનતને બિરદાવવા માટે છે.
તો બીજી તરફ તાજેતરમાં જ સવજીભાઈએ મુંબઈના વૈભવી વરલી સી ફેસ વિસ્તારમાં 6 માળની ઇમારત 185 કરોડ રૂપિયામાં ખરીદી છે. એસ્સાર ગ્રુપની કંપની આર્કે હોલ્ડિંગ્સે આ સંપત્તિ સવજી ધોળકિયાની કંપની હરિ કૃષ્ણ એક્સપોર્ટ્સને વેચી છે.

આ મિલકતનું નામ પન્હાર છે અને તેમાં લગભગ 20,000 ચોરસ ફૂટ કાર્પેટ એરિયા છે. તેમાં બેસમેન્ટ ગ્રાઉન્ડ ફ્લોર અને 6 માળ છે. સોદા માટે આ મિલકતની પ્રતિ ચોરસ ફૂટ કિંમત 93,000 રૂપિયા નક્કી કરવામાં આવી હતી. વ્યવહારની રકમમાં બે રજિસ્ટ્રેશનનો પણ સમાવેશ થાય છે. તેમાંથી એક રૂ. 47 કરોડમાં 1350 ચોરસ મીટર જમીન લીઝ સાથે સંબંધિત છે. તેના પર 5 ટકા એટલે કે 2.57 કરોડ રૂપિયાની સ્ટેમ્પ ડ્યૂટી ચૂકવવામાં આવી હતી. જમીન સામેની લોન માટે 36.5 કરોડ રૂપિયા સીધા ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સને ચૂકવવામાં આવ્યા હતા.

બીજુ રજિસ્ટ્રેશન 138 કરોડમાં રહેણાંક મકાનના ટ્રાન્સફર માટે કરવામાં આવી હતી. આના પર 6 ટકાના દરે 8.3 કરોડ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી લાગે છે. તેમાંથી રૂ. 6.91 કરોડની સ્ટેમ્પ ડ્યુટી 1 ટકા સેસ બાદ બાદ ચૂકવવામાં આવી હતી. દસ્તાવેજો અનુસાર, 108.25 કરોડ રૂપિયા સીધા ઇન્ડિયાબુલ્સને ચૂકવવામાં આવ્યા હતા. હરિ કૃષ્ણ એક્સપોર્ટ્સના સ્થાપક અને ચેરમેન સવજી ધોળકિયાએ ઈકોનોમિક ટાઈમ્સને સોદાની પુષ્ટિ કરી. એસ્સારે આ કરારમાંથી ભંડોળનો ઉપયોગ દેવું ચૂકવવા માટે કર્યો છે. આર્કે હોલ્ડિંગ્સે લોન મેળવવા માટે આ મિલકતને સુરક્ષા તરીકે રાખી હતી.

સવજી ધોળકિયા દિવાળી દરમિયાન પોતાના કર્મચારીઓને ઉદાર હાથે ભેટો આપવા માટે હેડલાઇન્સ રહે છે. અગાઉ તેણે પોતાના ત્રણ કર્મચારીઓને મર્સિડીઝ કાર ભેટમાં આપી હતી. 2016 માં તેમણે દિવાળી પર પોતાના કર્મચારીઓને 400 ફ્લેટ અને 1260 કાર ભેટમાં આપી હતી. અહેવાલો અનુસાર, હરિ કૃષ્ણ એક્સપોર્ટ્સ 5000 કર્મચારીઓને રોજગારી આપે છે અને કંપનીનું ટર્નઓવર 6,000 કરોડ રૂપિયા છે.