મહિલાને સ્વપ્નું આવ્યું કે તેણી પોતાની એંગેજમેન્ટ રીંગ ગળી ગઈ ! પણ સવાર પડતાં જ સ્વપ્ન હકીકતમાં પરિણમ્યું !

ચોંકાવનારો કિસ્સો ! સ્વપ્નમાં વીંટી ગળી ગઈ આ મહિલા અને વાસ્તવમાં તેના પેટમાંથી જ મળી વીંટી !

અમેરિકાની આ મહિલા સાથે એક અજીબોગરીબ કિસ્સો બન્યો છે. જેને તેણીએ પોતાના ફેસબુક પેજ પર શેયર કર્યો હતો અને ત્યાર બાદ તેની આ પોસ્ટ ખુબ જ વાયરલ થઈ રહી છે.

આ મહિલા કે જેનું નામ જેના ઇવાન્સ છે તેણી ભર ઉંઘમાં હતી અને ઉંઘમાં સ્વપ્ન ચાલી રહ્યું હતું. સ્વપ્ન કોઈ ફિલ્મ જેવું હતું. તેણી પોતાના મંગેતર સાથે એક હાઈ સ્પીડ ટ્રેનમાં સફર કરી રહી હતી. તેમની સગાઈ થઈ ગઈ હતી. તેમની પાછળ ગુંડાઓ પડ્યા હતા. ગુંડાઓને કોઈપણ સંજોગોમાં તેણીની હીરાની એંગેજમેન્ટ રીંગ જોઈતી હતી ! તો બીજી બાજું તેણી પણ કોઈ સંજોગોમાં તેની આ વીંટી ગુંડાઓના હાથમાં પડવા દેવા નહોતી માગતી. તેના મંગેતરે તરત જ તેને એક સલાહ આપી.

તેણીએ તરત જ એક પાણી ભરેલો ગ્લાસ લીધો પોતાની આંગળીમાંથી એંગેજમેન્ટ રીંગ કાઢી અને તેને મોઢામાં મુકીને પાણી ભરેલો ગ્લાસ ગટગટાવી ગઈ અને તેણીએ વીંટી પોતાના પેટમાં સરકાવી દીધી.

સ્વપ્ન જોઈ તેણીની ઉંઘ ઉડી ગઈ અને પછી ‘આ તો ખાલી સપનું’ હતું તેવું વિચારીને તેણી સુઈ ગઈ. બીજા દીવસે સવારે જ્યારે જેના ઉઠી ત્યારે તેણે જોયું કે તેણીની એંગેજમેન્ટ રીંગ તેની આંગળી પર નહોતી. હવે તેને શંકા જઈ રહી હતી કે તે સ્વપ્ન હતું કે હકીકત હતી. શું તેણી સ્વપ્નામાં નહીં પણ હકીકતમાં વીંટી ગળી ગઈ હતી ? જેનાને કંઈક ગડબડ લાગી રહી હતી. તેણીએ તરત જ પોતાના મંગેતરને ઉઠાડ્યો અને તેને જણાવ્યું કે તેણીને લાગે છે કે તેણી પોતાની એંગેજમેન્ટે રીંગ ગળી ગઈ છે.

આ સાંભળી અને વિચારી બન્ને જણ ખડખડાટ હસી પડ્યા. એટલુ હસ્યા કે લગભગ ડોઢ કલાક સુધી હસતાં જ રહ્યા. ત્યાર બાદ તેણીએ પોતાની માતાને ફોન કર્યો અને તેણીને પણ આ વિચિત્ર ઘટના વિષે જણાવ્યું તે લોકો ફોન પર ખડખડાટ હસી પડ્યા અને પછી પરિસ્થિતિનીં ગંભીરતા સમજાતાં રડવા લાગ્યા.

જેનાને તરત જ હોસ્પિટલ લઈ જવામાં આવી. ત્યાં જઈને તેને ડોક્ટરને સમજાવવાનો પ્રયાસ કર્યો કે તેણી સાથે શું ઘટી ગયું છે પણ તેણી તેની આ વિચિત્ર સ્થિતિને સમજાવતા વાર લાગી. અને જ્યારે ડોક્ટરને તેના સપનાં અને હકીકત વિષેની જાણ થઈ ત્યારે તેણીનો તરત જ એક્સ-રે કરાવવામાં આવ્યો. તેમાં તેના પેટમાં તરતી હીરાની વીંટી દેખાતી હતી. તેણી ખરેખર ઉંઘમાં તેની વીંટીને ગળી ગઈ હતી.

વાસ્તવમાં જેનાને ઉંઘમાં ચાલવાની આદત છે અને તેના કારણે જ તેણીએ જે સ્વપ્ન જોયું તે દરમિયાન જ ઉંઘમાં જ તેણી વીંટી ગળી ગઈ હતી. પણ હવે તેને પાછી કેવી રીતે મેળવવી ? ઓપરેશન કરવા સિવાય તો કોઈ છુટકો જ નહોતો. ડોક્ટરો આ રીંગને કુદરતી રીતે જ મળ વાટે બહાર આવવા દેવા નહોતા માગતા. તે માટે તેણીએ ભગવાનનો આભાર પણ પોતાની પોસ્ટમાં માન્યો હતો.

તો હવે એક જ ઉપાય હતો અન તે હતી સર્જરી. તેણીને તરત જ ગેસ્ટ્રોઈન્ટ્રોલોજિસ્ટ્સ પાસે મોકલવામાં આવી ત્યાં ફરી તેણીએ આખી જ કથા કરવી પડી. ત્યાં સુધીમાં રીંગ શરીરમાં આગળ વધી ગઈ હતી. હવે તેણીને દુખાવો થવા લાગ્યો હતો. અને તેણી ખરેખર તેને પોતાના આંતરડામાં અનુભવી રહી હતી.

ડોક્ટરે તેણીને કશું જ નહીં થાય તેવી ધરપત આપી અને સાથે જ એક રીલીઝ ફોર્મ પર સહી કરવાનું જણાવ્યું જેમા કદાચ તે આ ઓપરેશન દરમિયાન મરી જાય તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેણી આ વાંચીને નીરાશ થઈ ગઈ કારણ કે તેણીને તો હજુ બોબી સાથે લગ્ન કરવાના હતા. તેણી ખુબ રડી. તેણીએ આ એન્ગેજમેન્ટરીંગ માટે કેટલી રાહ જોઈ હતી. છેવટે તેણીને એનેસ્થેશિયા આપી બેહોશ કરવામાં આવી અને ત્યાર બાદ તેની એન્ડોસ્કોપી કરવામાં આવી.

બધું જ સારું રહ્યું ડોક્ટરે તેના પેટમાંના આંતરડામાં હીરાની વીંટી મળી ગઈ અને તેને સર્જરી કરી કાઢી પણ લીધી અને તેને બોબીને આપી દીધી. ત્યાર બાદ તેને થોડા જ કલાકોમાં હોસ્પિટલમાંથી રજા આપી દેવામા આવી. પણ સાથે સાથે ડોક્ટરે તેને એ પણ સલાહ આપી કે તેણીએ તેની ઉંઘમાં ચાલવાની અને પ્રવૃત્તિઓ કરવાની બિમારી વિષે ઉંઘના સ્પેશિયાલીસ્ટને મળવું જોઈએ અને તેની આ ગંભીર સમસ્યાને દૂર કરવી જોઈએ. તે દિવસે તો બોબીએ જેનાને તે રીંગ ન આપીં. જેનાએ રીંગ માટે જીદ પણ કરી પણ તેણે બીજા દીવસે સવારે જ તેણીને રીંગ આપી અને હંમેશા સુતિ વખતે રીંગને કાઢીને મુકી દેવાની સલાહ આપી. અને જેનાએ પણ તેને ફરી ક્યારેય નહીં ગળવાનું વચન આપ્યું.

જેના અને બોબી એકબીજાને છેલ્લા પાંચ વર્ષથી ડેટ કરી રહ્યા છે. તેઓ એકબીજને ખુબ પ્રેમ કરે છે અને આવતા મે મહિનામાં તેઓ લગ્ન કરવા જઈ રહ્યા છે. આશા છે કે જેના હવે પછી આવી કોઈ ગડબડ પોતાની ઉંઘમાં ન કરે. અને તેમનું લગ્નજીવન સફળ રહે તેવી શુભેચ્છા.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ