સુરતના અગ્રણી ઉદ્યોગપતિ મહેશભાઈ સવાણીએ ગુજરાતની એક દીકરી માટે જે કર્યું એ જાણીને તમારી પણ આંખોના ખૂણા થઇ જશે ભીના

સુરતના અગ્રણી ઉદ્યોગપતિ મહેશભાઈ સવાણીએ ગુજરાતની એક દીકરી માટે જે કર્યું તે જાણીને આપની આંખોના ખૂણા પણ ભીના થઈ જશે.

સુરત શહેરના પ્રસિદ્ધ ઉદ્યોગપતિ મહેશભાઈ સવાણી છેલ્લા કેટલાક વર્ષોથી હજારો દીકરીઓના પાલક પિતા બનીને તેમના લગ્ન કરાવીને એ દીકરીઓ માટે એક પિતાની જવાબદારી પૂરી કરી રહ્યા છે. મહેશભાઈ સવાણી દર વર્ષે ગરીબ, અનાથ અને જરૂરીયાતમંદ દીકરીઓના લગ્ન કરાવે છે અને તે પણ કોઇપણ જાતિ, ધર્મના ભેદભાવ કર્યા વગર લગ્ન કરાવે છે. તાજેતરમાં જ મહેશભાઈ સવાણીએ એવું કામ કર્યું છે જે માનવતાની મિસાલ કાયમ કરી રહ્યું છે. મહેશભાઈએ એક એસિડ એટેક યુવતીના ફરીથી લગ્ન કરાવ્યા છે.

image source

આજના સમયમાં પણ મહિલાઓ સાથે થતા શારીરિક અને માનસિક શોષણની ઘટનાઓમાં સતત વધારો થતો જ જોવા મળી રહ્યો છે કોઈ મહિલા પર એસિડ એટેક થયાની કેટલીક એવી ઘટનાઓ પણ સામે આવી છે જેમાં મહિલાને તેના પરિવારના સભ્યો જ સાથ છોડીને ચાલ્યા જાય છે. આવામાં એસિડ એટેકથી પીડિત એક યુવતીના પાલક પિતા બનીને સુરતના ઉદ્યોગપતિ મહેશભાઈ સવાણીએ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

image source

આ બનાવ સાબરકાંઠા જીલ્લાના મુખ્ય મથક હિમતનગરમાં બન્યો છે. હિંમતનગરમાં જયશ્રી નામની એક યુવતીના પિતા વોચમેનની નોકરી કરી રહ્યા હતા. જયશ્રીના પિતાએ દીકરાના લગ્નની સામે દીકરી જયશ્રીના લગ્ન કરાવી દીધા હતા. જયશ્રીના લગ્ન થઈ ગયા પછી જયશ્રીના પતિએ ઘરમાં આર્થિક તંગી થઈ જતા આત્મહત્યા કરી લે છે. જયશ્રીએ પતિને ખોઈ દીધા પછી આખા ઘરની બધી જ જવાબદારી તેમના પર આવી જાય છે. ત્યાં જ બીજી બાજુ પિયરમાં ભાઈ અને ભાભીના દાંપત્યજીવનમાં પણ ભંગાણ પડી જવાથી ભાઈ અને પિતાએ તેને તરછોડી દે છે. ત્યાર પછી જયશ્રીએ પોતાના જીવન પસાર કરવા માટે મજબુરીમાં બીજા લગ્ન કરી લે છે.

image source

જયશ્રીએ બીજીવાર ઘરસંસાર શરુ કર્યા પછી એક દીકરાની માતા બની જાય છે. પરંતુ પેલી કહેવત છે ને કરમ ફૂટેલા હોય તો ગમે ત્યાં જાવ કાગડા કાળા જ હોય. બાળકના જન્મ પછી એવું કઈક થઈ ગયું કે, જયશ્રીના બીજા પતિને દારૂ પીવા લાગે છે એટલું જ નહી જયશ્રીને શારીરિક અને માનસિક પીડા પણ આપવા લાગે છે. આમ જયશ્રી માનસિક સંપૂર્ણ ભાંગી જાય છે. જયશ્રી પરિવારના પ્રેમ માટે વલખા મારતી રહી.

image source

આ સમય દરમિયાન જયશ્રી વોટ્સએપની મદદથી મહેશભાઈ સવાણીના સંપર્કમાં આવી જાય છે અને મહેશભાઈ જયશ્રીને ઘણીને મદદ કરે છે. ઉપરાંત જયશ્રીને પોતાની દીકરી માનીને પિતાની હુંફ આપવા લાગે છે. બે વશ સુધી મહેશભાઈ સવાણી સાથે સંપર્કમાં રહીને જયશ્રીને પિતાની છત્રછાયા પ્રાપ્ત કરે છે.

ત્યાર બાદ એકાએક એક રાતે મહેશભાઈ પર ફોન આવે છે અને કહે છે કે, જયશ્રી પર તેમના સાસરીમાં પતિ અને સાસુ દ્વારા એસિડ ફેંકવામાં આવ્યું છે એટલું જ નહી જયશ્રીના દીકરાને પણ જીવથી મારી નાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. એવા સમયે મહેશભાઈએ એક પિતા તરીકે જયશ્રીની તમામ રીતે સહાય કરે છે. મહેશભાઈ પોતાના નજીકના મિત્ર રાજુભાઈ પંચાલનો સંપર્ક કરે છે અને જયશ્રી અને તેમના દીકરાને જયશ્રી ના સાસરીવાળા ચુંગલ માંથી છોડાવી લે છે.

Posted by Mahesh Savani on Saturday, 17 October 2020

 

ત્યાર બાદ મહેશભાઈએ તાજેતરમાં જ જયશ્રીના લગ્ન તા. ૧૭ ઓક્ટોબર, ૨૦૨૦ના રોજ સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલ એક મંદિરમાં દીપક નામના યુવાન સાથે લગ્ન કરાવી દીધા છે. આવી રીતે જયશ્રીબેનનો સાથે તેમના પરિવારે કપરા સમયમાં છોડી દીધો હતો ત્યારે મહેશભાઈએ જયશ્રીબેન પ્રત્યે પોતાની પિતા તરીકેની ફરજ પૂરી કરી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ