જલ્સા કરોને જેંતીલાલ

મહેસાણાનાં આ સ્ટુડન્ટ દ્વારા બનાવાયો સોફ્ટવેર, આ ટેકનોલોજીથી ભારતનું નામ વિશ્વમાં થશે રોશન!

આજનો યુગ એ ટેક્નોલોજીનો યુગ માનવામાં આવે છે. આજના આધુનિક જમાનામા દરેક કામ ટેક્નોલૉજી અને વિવિધ સૉફ્ટવેર ની મદદથી જ કરવામાં આવે છે, જે કામને વધારે સરળ અને આસાન બનાવે છે. આખી દુનિયા હાલ ટેકનોલોજીમાં આગળ છે તો આપનું ભારત કેમ પાછળ રહે ? આપણાં ગુજરાતનાં જ મહેસાણા જિલ્લાના એક વિધ્યાર્થીએ આ ટેક્નોલૉજીને સમજી આગળ વધતી દુનિયા સાથે કદમ તાલ મિલાવી એક એવા સૉફ્ટવેરને બનાવ્યો છે જેના કારણે આખી દુનિયામાં આ વિધ્યાર્થી ભારતનું નામ અને ગુજરાતનું નામ રોશન કરશે. તો ચાલો આજે આ લેખ દ્વારા આપણે જાણીએ એ સૉફ્ટવેર વિશે થોડું વધારે. મળતી માહિતી અનુસાર, મહેસાણા શહેરમાં આવેલી ગણપત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા એક વિધાર્થી એ પોતાની આત્મસૂઝ, આવડત અને કોઠાસૂઝ દ્વારા એક કિપઅપ નામક નવતર સોફ્ટવેરનું નિર્માણ કરાયું છે. જ્યારે આ સોફ્ટવેર ઓફિસમાં કામ કરનાર કર્મચારીઓ તેમજ એચઆર ડિપાર્ટમેન્ટ માટે ખૂબ અસરકારક રહેવાનો છે.અને તેમને ખૂબ જ ઉપયોગી સાબિત થવાનો છે. મહેસાણાની ગણપત યુનિવર્સિટીમાં અભ્યાસ કરનાર આ હોનહાર વિધાર્થીનું નામ છે જસ દિપોરા..હાલમાં જ રોજ પેપરોમાં અને ટીવીમાં કે પછી લોકોના મોઢે વારંવાર એવું સાંભળવા મળે છે કે ઓફિસ માટે કામ કરનાર માણસની જરુરુ છે કે પછી કોઈ વિશ્વાસુ માણસ મળતો જ નથી, તો આવી નાની નાની તકલીફનું આ વિધ્યાર્થી નિરાકરણ લાવ્યો છે. ત જાણે એમ છે કે, આ સ્ટુડન્ટે વિદેશમાં રહેતા અમુક મિત્રો સાથે મળીને એક ઓફિસમાં કાર્ય કરનાર એક યુવતીનાં ઓફિસ તણાવને કારણે આપઘાત કરી લેવાની દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને વિકસાવવામાં આવ્યો છે. ત્યારે યુનિવર્સિટીના પ્રોજેક્ટ એક્ઝામ દરમિયાન તૈયાર કરવામાં આવેલો સોફ્ટવેર આવનાર સમયમાં ખૂબ સારી કામગીરી કરશે એવું ગણપત યુનિવર્સિટીમાં ફરજ બજાવતા પ્રોફેસરોનું કહેવાનું છે.જ્યારે આ ટેકનોલોજી મોબાઈલ ફોનમાં પણ એપ્લિકેશન સ્વરૂપે પણ વિકસી શકે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ કિપઅપ સોફ્ટવેર ટીમનાં સદસ્યો દુનિયાનાં જાપાન, જર્મની સહિતનાં પાંચ દેશો સાથે કોન્ટેક્ટ કરી સોફ્ટવેર ટેકનોલોજીને વધુ વિશેષ બનાવવા માટેનાં પ્રયાસો કરી રહ્યા છે…ત્યારે સોફ્ટવેર ટેકનોલોજીનાં માધ્યમથી ગુજરાત સહિત ભારતનું નામ દુનિયાભરમાં રોશન થશે. છે ને આપણાં ગુજરાત માટે ગૌરવ લેવા જેવી વાત ??

Exit mobile version