થોડા સમય પહેલાં એક ફેસ એપ દ્વારા લોકોની વૃદ્ધત્ત્વની તસ્વીરો એટલે કે ભવિષ્યમાં ફલાણી વ્યક્તિ 80 વર્ષે કે પછી 60 વર્ષે કેવી લાગશે તે વાયરલ થયું હતું. અને તે એપ્લિકેશનની મદદથી લોકોએ પોતાના ફેવરિટ સેલેબ્સની તસ્વીરો પણ શેર કરી હતી અને તેમાં સેલેબ્સે પણ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અને હવે ફરી એકવાર આવી જ ફેસએપમાં સેલેબ્સની હાલની તસ્વીરો નાખીને તેઓ બાળપણમાં કેવા લાગતા હતા અથવા લાગતા હશે તેની તસ્વીરો ખૂબ વાયરલ થઈ રહી છે.

બોલીવૂડ સેલેબ્સ તેમજ ક્રીકેટર્સ લોકપ્રિયતામાં આગલી હરોળમાં આવે છે અને માટે જ તેઓ કોઈને કોઈ બાબતને લઈને હંમેશા ચર્ચામાં રહ્યા કરે છે. આજે બોલીવૂડની સાથે સાથે ક્રીકેટર્સનો ચાહક વર્ગ પણ ખૂબ મોટો છે. તેમાં પણ જ્યારે બોલીવૂડ અને ક્રીકેટ ભળે ત્યારે તો તેની લોકપ્રિયતા ક્યાંય પહોંચે છે તેનું તાજુ જ ઉદાહરણ વિરુષ્કા એટલે કે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી છે.

આ જ ફેસએપનો પહેલો શિકાર વિરાટ અને અનુષ્કા બન્યા છે. તેમની એક તસ્વીરને આ જ એક ફેસએપ દ્વારા એડિટ કરીને તેમને નાની ઉંમરના દર્શાવવામાં આવ્યા હતા અને તે તસ્વીર ખૂબ વયારલ થઈ હતી. હવે વારો મહેન્દ્ર સિંહ ધોની અને તેની પત્ની સાક્ષીનો આવ્યો છે. અને તેમની તસ્વીર પણ ખૂબ વાયરલ થઈ રહી છે. આ ઉપરાંત પણ ઘણા બધા સેલેબ્સની આ પ્રકારની તસ્વીરો વાયરલ થઈ રહી છે.

આવી જ તસ્વીર ક્રીકેટર રોહિત શર્મા અને તેની પત્ની રિતિકાની પણ વાયરલ થઈ રહી છે. વિરાટ અનુષ્કા હવે થોડા જ સમયમાં માતાપિતા બનવા જઈ રહ્યા છે ત્યારે તેમની આ યંગ એજની તસ્વીરો પરથી તેમના ફેન્સ તેમના આવનારા બાળકના ચહેરાનો અંદાજ પણ લગાવવા લાગ્યા છે.

આઈપીએલની મુંબઈ ઇન્ડિયન્સ ટીમના કપ્તાન રોહિત શર્માની તેમની પત્ની રિતિકા સાથે એક તસ્વીર છે. જેને પણ ફેસએપ દ્વારા એડિટ કરીને યંગ બતાવવામાં આવ્યા છે. તે પણ ખૂબવાયરલ થઈ રહી છે. તેઓ પણ તેમાં બાળક જેવા દર્શાવવામાં આવ્યા છે. બન્ને ખૂબ જ ક્યૂટ લાગી રહ્યા છે. અને રોહિત શર્માતો જાણે થોડો થોડો જસ્ટીન બિબર જેવો લાગી રહ્યો છે.

આ સાથે જ બોલીવૂડના રુમર્ડ કપલ રનબીર અને આલિયાની પણ આવી એક તસ્વીર તાજેતરમાં સોશિયલ મિડિયા પર ફરતી થઈ છે. અને હવે પછી પણ વિવિધ સેલેબ્સની આવી તસ્વીરો ધીમે ધીમે વાયરલ થવા લાગશે. જો તમે પણ તમારી આવી કોઈ તસ્વીર જોવા માગતા હોવ અથવા બનાવા માગતા હોવ તો તમે પણ ગુગલ પ્લે પરથી ફેસએપ એપ્લીકેશન ડાઉનલોડ કરીને આ પ્રયોગ કરી શકો છો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ