શું તમે જાણો છો ઐશ્વર્યા રાય બચ્ચન ઇન્સ્ટાગ્રામ પર કઇ એક જ વ્યક્તિને ફોલો કરો છો? નામ છે કંઇક એવું કે…

બોલીવુડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન ન ફક્ત પોતાની એક્ટિંગ પણ પોતાની સુંદરતાના કારણે આખી દુનિયામાં જાણીતી છે. બચ્ચન પરિવારની વહુની એક ઝલક જોવા માટે આજે પણ ફેન્સ દીવાના રહે છે. ઐશ્વર્યાએ પોતાના કરિયરમાં એકથી લઈને એક ફિલ્મો આપી છે. ઐશ્વર્યા છેલ્લી વાર વર્ષ 2018માં ફનને ખાં ફિલ્મમાં દેખાઈ હતી. એ વર્ષે જ એમને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પગ મૂક્યો હતો. ઇન્સ્ટાગ્રામ પર ઐશ્વર્યાના ફોલોઅર્સની સંખ્યા રોજેરોજ વધતી જાય છે. પણ શું તમે જાણો છો કે ઐશ્વર્યા ઇન્સ્ટાગ્રામ પર ફક્ત એક જ વ્યક્તિને ફોલો કરે છે. તો ચાલો જાણી લઈએ એ વ્યક્તિનું નામ જેને વિશ્વ સુંદરી ફોલો કરે છે

ઐશ્વર્યા રાય બચ્ચન સોશિયલ મીડિયા પર ઓછી એક્ટિવ રહે છે. પણ હા એ ખાસ અવસર પર જેમ કે પરિવારના કોઈ સભ્ય કે મિત્રના જન્મદિવસની પોસ્ટ નાખવાનું નથી ભૂલતી. તો એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર એમના પતિ અને દીકરી સાથેના પણ ફોટા શેર કરતી રહે છે. તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એમના મોટી સંખ્યામાં ફોલોઅર્સ છે, હાલ એમના 9.5 મિલિયન ફોલોઅર્સ છે. ઐશ્વર્યાને ફોલો કરનાર લાખો લોકો છે પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે પૂર્વ બ્યુટી કવીન ઇન્સ્ટાગ્રામ પર કોને ફોલો કરે છે?

હવે તમારા મગજમાં એ વાત આવી રહી હશે કે આખરે એ કોણ છે જેને ઐશ્વર્યા રાય ફોલો કરે છે. તમે વિચારી રહ્યા હસો કે એ એમના સસરા અમિતાભ બચ્ચન તો નહીં હોય ને કે પછી બોલિવુડના કોઈ સ્ટાર્સ. તો અમે તમને જણાવી દઈએ કે જો તમારું અનુમાન કંઇક આવું છે તો એ ખોટું છે ઐશ્વર્યા ફક્ત પોતાના પતિ અભિષેક બચ્ચનને ફોલો કરે છે. અભિષેક જ એકમાત્ર વ્યક્તિ છે જેને ઐશ્વર્યા ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે.તમને જણાવી દઈએ કે ઐશ્વર્યાએ 1994મક મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો હતો. 87 દેશોની કન્ટેસ્ટન્ટને હરાવીને ઐશ્વર્યા રાયે આ તાજ પોતાને નામ કર્યો હતો.

21 વર્ષની ઉંમરમાં મિસ વર્લ્ડ બનેલી ઐશ્વર્યા એ સમયે આર્કિટેક્ચરની સ્ટુડન્ટ હતી. મિસ વર્લ્ડ બન્યા પછી એમને બોલીવુડમાં પોતાનું કરિયર બનાવવાનું વિચાર્યું. એમને 1997માં ઓર પ્યાર હો ગયાથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. એપ્રિલ 2007માં ઐશ્વર્યાએ અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા. બંનેને 9 વર્ષની એક દીકરી છે જેનું નામ આરાધ્યા છે. આરાધ્યનો જન્મ 16 નવેમ્બર 2011માં થયો હતો

ઐશ્વર્યા રાય એકમાત્ર એવી ઇન્ડિયન સેલિબ્રેટી છે જેમને બે વિરોધી કંપનીઓ પેપ્સી અને કોકાકોલા બ્રાન્ડની એડ કરી છે. ચોખેર બાલી અને રેઇનકોટ જેવી ફિલ્મોમાં પોતાની એક્ટિંગથી એમને સાબિત કર્યું કે એ સિરિયસ એક્ટિંગમાં માહેર છે. એક્ટ્રેસ અને મોડલ હોવાની સાથે જ ઐશ્વર્યા એક ટ્રેઇન્ડ ક્લાસિકલ ડાન્સર પણ છે

ઐશ્વર્યાએ આ અબ લોટ ચલે, હમ દિલ દે ચુકે શનમ, તાલ, જોશ, રોબોટ, મોહબ્બતે, ધૂમ 2, સરબજિત, જજબા અને ફનને ખાં સહિત ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. હાલ એમની પાસે કોઈપણ બૉલીવુડ ફિલ્મની ઓફર નથી. પણ મનીરતન્મના નિર્દેશનમાં બની રહેલી સાઉથ ફિલ્મ પોન્નીયન સેલવમમાં કામ કરી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong