જલ્સા કરોને જેંતીલાલ

જન્મદિવસે જોઈએ કેવી રહી મહેન્દ્ર સિંહ ધોનીની અત્યાર સુધીની ક્રિકેટયાત્રા અને જાણો શા માટે શબ્દ કહેવાયો ધોનીયુગ…

હેપ્પી બર્થ ડે કેપ્ટન કૂલઃ મહેન્દ્ર સિંહ ધોની છે ક્રિકેટની દુનિયાના બાહુબલી… ધોનીયુગની અવનવી વાતો જાણો… જન્મદિવશે જોઈએ કેવી રહી મહેન્દ્ર સિંહ ધોનીની અત્યાર સુધીની ક્રિકેટયાત્રા અને જાણો શા માટે શબ્દ કહેવાયો ધોનીયુગ…


મહેન્દ્ર સિંહ ધોની, ક્રિકેટ જગતમાં એક એવું નામ બની ગયું છે જે માત્ર ભારતીય ક્રિકેટ જ નહીં પરંતુ વિશ્વ ક્રિકેટમાં તેના રેકોર્ડ્સ અને પ્લેઇન્ગ ઇનિગ્સની કોઈ બરાબરી કરી શકે એમ જ નથી. આજે તેને ૩૭મું વર્ષ પુરું કર્યું. ત્યારે અનેક ક્રિકેટ વિશેષજ્ઞો ધીમીધીમી બૂમો કરે છે કે હવે તેણે રીટાયર થઈ જવું જોઈએ… આવો જોઈએ તેના જીવનના ઉતાર – ચડાવ અને અવનવી વાતો વિશે…

પરિવારનો પરિચય


મહેન્દ્ર સિંહ ધોની મૂળ ઝારખંડના વતની છે, અને તેમનો અભ્યાસ પણ ત્યાંની જ સ્થાનિક શાળામાં થયો છે. ૭મી જૂલાઈ ૧૯૮૧ના તેમનો જન્મ થયો. પિતાનું નામ પાનસિંઘ છે. તેમને એક બહેન અને એક ભાઈ પણ છે. ૨૦૧૦માં સાક્ષી સિંઘ રાવત સાથે તેમના લગ્ન થયાં છે. તેમને એક દીકરી પણ છે. ઝીવા એટલી ક્યુટ છે કે ચેન્નઈ સુપર કિંગ્સ જ્યારે જીત્યું ત્યારે પ્રિટી ઝિન્ટાએ તો કહ્યું કે મને માહીની દીકરીને કીડનેપ કરી લેવાનું મન થાય છે.

ધોનીને શરૂઆતમાં ધોનીએ કર્યો છે ખૂબ જ સંઘર્ષ

માહીને બેડમિંન્ટન અને ફૂટબોલ રમવાનો ખૂબ શોખ હતો. એક સમય એવો પણ હતો કે તે ફૂટબોલ ટીમનો જિલ્લા કક્ષાએ ગોલકીપર રહ્યા છે.

ક્રિકેટ યાત્રા


તેમણે ૨૦૦૭માં રાહુલ દ્રવિડ પાસેથી વન-ડે શ્રેણીનું સુકાનીપદ સંભાળ્યું અને તેમના નેતૃત્વ હેઠળ શ્રીલંકા અને ન્યુ ઝિલેન્ડ દ્વિપક્ષીય વન-ડે શ્રેણીમાં તેની પ્રથમ જીત થઇ. ૨૦૦૪માં પહેલી ઓડીઆઈથી તેમણે ડેબ્યુ કર્યું હતું. ધોની ૨૦૦૭થી ૨૦૧૧ સુધી ટી-૨૦ વર્લ્ડ કપ જીતાવનાર કપિલે દેવ બાદના બીજા કેપ્ટન બન્યા. ૨૦૧૩માં ચેંપિયંસ ટ્રોફી કબ્જે કરી. વર્ષ ૨૦૦8 – ૦૯માં આઈ.સી.સી. પ્લેયર તરીકે એવોર્ડ મેળવ્યા બાદ તેણે અર્જૂન એવોર્ડ અને પદ્મશ્રીનું સન્માન પણ મેળવ્યું છે.

ધોનીયુગ શબ્દ કેટલો યોગ્ય?


ભારતમાં ક્રિકેટ એક ધર્મ જનૂનની જેમ પૂજાય છે. અનેક ભારતીય ખીલાડીઓએ પોતાનું નામ ક્રિકેટ ઇતિહાસમાં સૂવર્ણ અક્ષરે નોંધાવ્યું છે. તેમાં કપિલ દેવ, સુનિલ ગાવસ્કર, ક્રિષ શ્રીકાંત. સચિન ટેન્ડુલકર, સૌરવ ગાંગુલી કે યુવરાજ સિંહ જેવા નામ મોખરે છે. તેમાં હાલના તબક્કામાં મહેન્દ્ર સિંહ ધોનીનું નામ લોકપ્રિયતાની દ્રષ્ટિએ અને પર્ફોમન્સની રીતે આગવું છે. ટેસ્ટ મેચ, ટી-૨૦ અને વન ડે ક્રિકેટ મેચમાં તેણે અનેક રેકોર્ડ બનાવ્યા છે. અનેક મેચમાં તેની નિર્ણાયક ભૂમિકા રહેલી છે.

ધોનીના જીવન પર બની છે બાયોપીક ફિલ્મ અને લખાયેલ છે અનેક પુસ્તકો


એમ,એસ. ધોની નામથી આવેલ આ ફિલ્મ બોલિવૂડમાં સફળ થયેલ લિવિંગ લેજન્ડની એક ફિલ્મ છે. જેમાં તેના જીવના અનેક શરૂઆતના અંગત રહસ્યો રજૂ થયા છે. રેલ્વે ટીકિટ ચેકર તરીકે સરકારી નોકરી મેળવવી હોય કે પ્રણયભંગ અને પ્રેમ પ્રકરણ સહિતની વાતો તેમાં રજૂ થયેલ છે. કેપ્ટન કૂલ તરીકે જાણીતા આ કેપ્ટનની આગવી આગેવાનીની ચારેકોર પ્રસંશા થતી હોય છે. જેને લઈને એક પુસ્તક પણ લખાયેલું છે થીંક એંડ વીન લાઈક ધોની તથા ધ ધોની ટચ જેવા પુસ્તકો લખાયા છે.

જુદા જુદા બેટ વાપરે છે ધોની, જાણો તેની પાછળ છે એક એવું રહસ્ય જે જાણીને તેની પર થશે ગર્વ…


બેટિંગ દરમિયાન મહેન્દ્ર સિંહ ધોની લગભગ ત્રણેક વખત બેટ બદલે છે. તેની રમત વિશે આજકાલ અનેક ટીપ્પણીઓ થાય છે કે હવે તેની ઉમર થઈ છે. તેણે રિટાયરમેન્ટ લઈ લેવું જોઈએ. તેની રમત ધીમી થતી લાગે છે ક્રિકેટ ફેનને ત્યારે એ વાતને સમજવા જેવી વાત છે તે સમયસૂચકતા મુજબ રમે છે અને પોતાની રમતની સૂઝબૂજને બીજા સાથીઓ સાથે પણ સમજણપૂર્વક શેર પણ કરે છે.

ઉલ્લેખનીય છે કે ધોની ss, sg bag એમ ત્રણ જુદા જુદા બ્રાન્ડ સાથે રમે છે. તેમના મેનેજર અરૂણ પાંડેએ આ વાતનું રાઝ ખોલ્યું છે. તેણે જણાવ્યું છે કે ધોની ખૂબ વિશાળ હ્રદયના વ્યક્તિ છે. તે જુદા જુદા બ્રાન્ડના બેટથી રમે છે જેથી તે એ દરેક બ્રાન્ડ પ્રત્યેનું ૠણ અદા કરી શકે. તેમણે કહ્યું કે શરૂઆતના સમયમાં તેઓ બી.એ.એસ. સાથે રમ્યા હતા. ત્યારબાદ લાંબા સમય સુધી એસ.જી. મદદરૂપ બન્યા હતા. આ રીતે જુદા જુદા બેટથી રમીને તે કંપની પ્રત્યેનો પોતાનો આત્મિય ભાવ રજૂ કરે છે. ૨૦૦૪માં બી.એ.એસના બેટથી રમીને ડેબ્યુ કર્યું હતું અને છેલ્લે તેમણે sundriesનું સ્ટીકર લગાવેલ બેટથી રમ્યું હતું.


૨૦૧૧ની વર્લ્ડ કપ ફાઈનલની મેચમાં શ્રી લંકાની સામેની મેચમાં જે બેટ વાપર્યું હતું તે ૧.૧ કરોડમાં વેંચાયું હતું. તે આ ત્રણ બ્રાન્ડ પાસેથી આજે કોઈ જ ચાર્જ નથી લઈ રહ્યા કેમ કે તે એક વખતના જીવનના ઉતાર – ચડાવના સમયે ઉપયોગી થયા હતા.

વર્લ્ડ કપ ૨૦૧૯માં પણ છે તેનું એટલું જ મહત્વ


વિરાટ કોહલીનો આ યુગ ચાલી રહ્યો છે એમ કહીએ તો પણ ધોનીયુગ પૂરો તો નથી જ થયો. ધોનીના અનુભવની દરેક ખિલાડીને મદદ મળી રહી છે તે આપણે રમત દરમિયાન પણ ઓન સ્ક્રીન પણ જોતા હોઈએ છીએ. ધોની આ વખતે પણ કિ પર્સન બની શકે છે. વિકેટ પાછળ રહીને પણ ખિલાડીઓનું મનોબળ તેમજ નિર્ણય લેવામાં પણ તેના સપોર્ટની અગત્યતા જરૂર રહેશે. તેની સ્ટ્રેટેજીને વિરાટ કોહલી હોય કે આખી ટીમ ઇન્ડિયા દરેક તેને માને છે. તેથી બેટિંગ ઓર્ડરથી લઈને ફિલ્ડીંગ અને બોર્લિંગ સેટિંગમાં ધોનીની મહત્વપૂર્ણ ભૂમિકા જરૂર રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version