સાથી ક્રિકેટરોએ ધોની વિશે કહ્યું કંઇક આવું, જે જાણીને તમને પણ લાગશે નવાઇ

મહેન્દ્રસિંહ ધોની વિશે સાથી ક્રિકેટરો એ ખોલી પોળ, જણાવ્યું કે કેટલા શરમાળ છે આ કેપ્ટન કુલ.

image source

ભારતીય ક્રિકેટ ટીમના જાણીતા સ્પિનર બોલર હરભજન સિંહે કહ્યું હતું કે એમ એસ ધોની જ્યારે પહેલીવાર ટીમમાં આવ્યા ત્યારે તે ખૂબ જ શરમાળ વ્યક્તિ હતા. ભજ્જીએ આગળ જણાવ્યું કે 2008માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સિડની ટેસ્ટ પછી વિકેટ કીપર એમ એસ ધોનીએ બધા સાથે ખુલીને વાત કરવાનું શરૂ કર્યું.હરભજન સિંગ ચેન્નઈ સુપરકિંગ્સના ઓફિશિયલ એકાઉન્ટ પરથી ઇન્સ્ટાગ્રામ લાઈવ ઓર વાતચીત કરી રહ્યા હતા અને ત્યારે એમને પૂછવામાં આવ્યું કે ધોની સાથે વિતાવેલા મનગમતા પળ શેર કરે.

image source

આ સવાલનો જવાબ આપતા હરભજન સિંહે કહ્યું કે ” અમે ઘણી ક્રિકેટ મેચ સાથે રમ્યા છીએ. અમે લગભગ બધા જ દેશોનો પ્રવાસ એકસાથે કર્યો છે. એમ એસ ધોની બહુ જ શરમાળ વ્યક્તિ હતા. એ ક્યારેય પોતાના રૂમની બહાર નહોતા નીકળતા. એ બહુ જ શાંત શાંત રહેતા હતા.2008માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સિડની ટેસ્ટમાં આખી ટિમ એકસાથે બેઠી. અને ત્યારથી ધોનીએ બધા સાથે ખુલીને વાત કરવાનું શરૂ કર્યું.

image source

હરભજન સિંહે આગળ જણાવ્યું કે ” ધોની ટીમમાં યુવાન હતા. એ ટીમના કેપ્ટન હતા છતાં પણ ઘણા જ શરમાળ હતા. ધોની બધાને સલાહ આપતા હતા પણ સાથે સાથે દરેકને પોતાની રીતે વર્તવાની પરવાનગી આપતા હતા. એ હજી પણ આવા જ છે. એ દરેક વ્યક્તિને પૂરતી આઝાદી આપે છે. આ એક એવી વસ્તુ છે જે દરેક વ્યક્તિ એની પાસેથી શીખવાનું પસંદ કરશે. તમારે તમારા બોલરને એની સ્પેસ આપવી જરૂરી હોય છે.

2008 માં થયો હતો મંકીગેટ વિવાદ.

image source

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્ષ 2008માં સિડની ટેસ્ટ રમાઈ હતી જે બધા ને બરાબર યાદ છે. જેમાં હરભજન સિંહ અને એન્ડ્રુ સાઈમન્ડ્સ વચ્ચે ક્રિકેટ મેદાન પર બોલાચાલી થઈ ગઈ હતી.સાઇમન્ડ્સે હરભજન સિંહ પર નશલભેદી કમેન્ટનો આરોપ લગાવ્યો હતો અને એ પછી આ ઘટના મંકીગેટ તરીકે યાદ રાખવામાં આવે છે.2008માં સિડની ટેસ્ટમાં ભારતીય ક્રિકેટ ટીમને કેટલાક ખરાબ અમ્પાયરિંગ નિર્ણયોનો સામનો કરવો પડ્યો હતો અને એના કારણે ટિમ એ ટુર્નામેન્ટ ગુમાવી ચુકી હતી.

image source

સાઇમન્ડ્સ સાથેના વિવાદને કારણે હરભજન સિંહ પર ત્રણ મેચો માટે બેન લગાવવામાં આવ્યો હતો અને 29 જાન્યુઆરી 2008 એ આ બેન હટાવી લેવામાં આવ્યો.ત્યારે સામે આવ્યું હતું કર હરભજન સિંહે સાઇમન્ડ્સ માટે અભદ્ર શબ્દોનો પ્રયોગ કર્યો હતો અને ઓસ્ટ્રેલિયાના ખેલાડીએ કઈક ખોટું સાંભળીને કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.

બ્રેક પર છે ધોની

image source

38 વર્ષના એમ એસ ધોની આ સમયે બ્રેક પર છે.એમને 2019ના વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડ વિરુદ્ધ પોતાની છેલ્લી મેચ રમી હતી. ધોની આઇપીએલ દ્વારા ક્રિકેટ જગતમાં પરત ફરવાના હતા.પણ કોરોના વાયરસ મહામારીના કારણે આઇપીએલ અનિશ્ચિતકાલ માટે સ્થગિત કરી દેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ધોની દુનિયાના એક માત્ર કેપ્ટન છે જેને આસીસી ની ત્રણેય ટ્રોફીઓ (50 ઓવરનો વિશ્વ કપ, T20 વિશ્વ કપ અને ચેમ્પિયન ટ્રોફી) જીતી છે.

source : daily hunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ