જલ્સા કરોને જેંતીલાલ

મહેન્દ્રસિંહ ધોની ક્રિકેટમાંથી રીટાયર્ડ થઈને કરશે આ અનોખું કામ…

આઈસીસી વિશ્વ કપ બાદ સન્યાસ લેવાની સંભાવનાની ચર્ચા વચ્ચે ધોનીએ પોતાના અમુક પેન્ટીંગના પ્રદર્શન કરતા એક વિડિયોમાં આ ખુલાસો કર્યો છે. મહેન્દ્ર સિંહ ધોનીએ બાળપણના પોતાના સપનાને શેયર કરતા કહ્યું કે તે એક ચિત્રકાર બનવા ઈચ્છતા હતા અને ક્રિકેટને અલવિદા કહ્યા બાદ તે પોતાના આ શોખને પૂરો કરવા માંગશે જેનાથી આ દિગ્ગજ ક્રિકેટરના સન્યાસ લેવાને લઈને અટકળો થવા લાગી છે.


આઈસીસી વિશ્વકપ બાદ સન્યાસ લેવાની ચર્ચા વચ્ચે ધોનીએ પોતાના અમુક ચિત્રો પ્રદર્શિત કરતા એક વિડિયોમાં કહ્યું, ‘હું તમારા બધા સાથે એક ગુપ્ત વાત શેયર કરવા માંગુ છું. બાળપણથી જ હું એક ચિત્રકાર બનવા ઈચ્છતો હતો. મે ખૂબ ક્રિકેટ રમી લીધો છે અને એટલે મે નિર્ણય લીધો છે હવે સમય તે કરવાનો આવી ગયો છે જે હું કરવા માંગતો હતો અને એટલે મે અનુક ચિત્રો બનાવ્યા છે’.

ભારતની ટી૨૦ અને વનડે વિશ્વકપ વિજેતા ટીમોના કપ્તાન રહેલા ૩૭ વર્ષીય ધોની ક્રિકેટ મહાકુંભમાં ભાગ લેવા માટે ભારતીય ટીમ સાથે બ્રિટન જવા માટે તૈયાર છે. આ તેમનો છેલ્લો વિશ્વકપ હોઈ શકે છે. તેમનું પ્રથમ ચિત્ર પ્રાકૃતિક દ્રશ્યનું છે. બીજા ચિત્ર વિશે તેઓએ કહ્યું કે આ એવું છે જેવુ ભવિષ્યમાં પરિવહન માટે સાધન હોઈ શકે છે.

ધોનીનું ત્રીજા ચિત્રને પોતાનું મનપસંદ જણાવ્યું. તેમણે કહ્યું કે આ તેમને પ્રતિકૃતિ છે જેમા તે ઈન્ડિયન પ્રિમયર લીગમાં ચેન્નઈ સુપર કિંગ્સની જરસીમાં રમતા દેખાઈ રહ્યા છે. ધોનીએ કહ્યું કે તે જલ્દી જ પોતાના ચિત્રોનું ઓક્શન લગાવશે અને તેમણે આ સબંધમાં પ્રશંસકો પાસે સુજાવ અને સલાહ માંગી છે.

ધોની અને સાક્ષીના પ્રેમની અણકહી વાતો

ભારતીય ટીમના ઓસ્ટ્રલિયામાં ખૂબ સારા પ્રદર્શન સિવાય કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીને વિશ્વલપ શરૂ થવાના પહેલા નાની પરીના આવવાની અસિમિત ખુશી પ્રાપ્‍ત થઈ. તેની પત્ની સાક્ષી ધોનીએ ૬ ફેબ્રુઆરીના રોજ એક દિકરીને જન્મ આપ્યો. આવો જાણીએ ધોની અને સાક્ષીની પ્રેમ કહાની બાબતે.

મહેન્દ્ર સિંહ ધોનીના સાક્ષી સાથે લગ્ન એ ૨૦૧૦માં બધાને ચોંકાવી દીધા. બન્ને ૪ જુલાઈ એ વિવાહના બંધનમાં બંધાઈ ગયા. આ પહેલીવાર હતુ જ્યારે ધોની સાથે સાક્ષીનું નામ જોડાયું અને હમેંશા માટે બન્ને સાથે થઈ ગયા. આ અચાનક થયેલા વિવાહથી સાક્ષી અને તેના ધોની સાથે થયેલા પ્રેમની શરૂઆત બાબતે જાણકારી મેળવવાની રેસ લાગી ગઈ જેમા ઘણી કહાનીઓને જન્મ મળ્યો. આવો જાણીએ કે કેવી રીતે શરૂ થઈ ભારતના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની અને તેની પત્ની સાક્ષીની પ્રેમ, તેમની મુલાકાતા અને લગ્ન સુધી પહોંચાની કહાની. અન્ય કોઈપણ સાધારણ છોકરીની જેમ સાક્ષીએ પણ પોતાના લગ્નને લઈને ઘણા સપના જોયા જે તેના ૨૧ વર્ષના થતા થતા પૂરા પણ થઈ ગયા. લગ્ન પહેલા સાક્ષીને ક્રિકેટમાં ખૂબ ઓછી રુચી હતી પરંતુ નસીબમાં ભારતીય ક્રિકેટના સૌથી ઉમદા ખેલાડીઓમાંથી એક અને કપ્તાન ધોની સાથે લખ્યા હતા અને આ થયા પણ. ધોનીએ આખા વિશ્વને પોતાના અચાનક લગ્નથી ચોંકાવી દીધા. ધોનીએ કલકતાની સાક્ષી સિંહ રાવત સાથે દહેરાદૂનમાં લગ્ન કર્યા.

કલકતાની સાક્ષી સિંહ રાવતના પરિવારનો સબંધ દહેરાદૂનથી જોડાયેલો છે. જોકે મહેન્દ્ર સિંહ ધોની ઝારખંડના રાંચીમાં જન્મયા પરંતુ તેમનો પરિવાર અલમોરા જિલ્લાથી છે. આ રીતે સાક્ષી અને ધોનીના ઉત્તરાખંડથી થનાર સબંધને કારણે સાક્ષી અને ધોનીને બાળપણના મિત્ર માનવામાં આવ્યા. સાક્ષી અને ધોનીના પરિવાર એકબીજાને ખૂબ પહેલાથી ઓળખતા હતા. ધોનીના પિતા પાન સિંહ MECON (ભારત સરકારનું સ્ટીલ ઉત્પાદનનું કારખાનું)મા નોકરીને કારણે રાંચી જઈને વસી ગયા. સાક્ષી અને ધોનીના પિતા MECON માં સાથી હતા. બાદમાં સાક્ષીના પિતા કેનોઈ ગ્રુપની બીનાગુરી ચા કંપનીમાં કાર્યકારી નિર્દેશક બની ગયા. સાક્ષી અને મહેન્દ્ર સિંહ ધોની રાંચીના DAV શ્યામલી સ્કુલમાં સ‍ાથે ભણતા હતા. બાદમાં સાક્ષીનો પરિવાર દહેરાદૂન જઈને વસી ગયો. સાક્ષીના દાદાજોિ દહેરાદૂનમાં વન વિભાગના સેવા નિવૃત અધિકારી હતા.

સાક્ષીની આગળની શિક્ષા દહેરાદૂનના વેલહેમમાં થઈ અને બાદમાં તેમણે અૌરંગાબાદના ઈન્સટિટ્યુટ ઓફ હોટલ મેનેજમેન્ટથી ડિગ્રી પ્રાપ્‍ત કરી. સાક્ષીએ પોતાની તાલિમ કલકતાના તાજ બેંગાલ હોટલમાં પૂરી કરી.

તાજ બેંગાલ હોટલમાં ૨૦૦૮માં સાક્ષી અને ધોનીની ફરીથી મુલાકાત થઈ જ્યારે ભારતીય ટીમ પાકિસ્તાન સાથે ઈડન ગાર્ડનમાં થનાર મેચ માટે તાજમાં રોકાઈ હતી. યુધ્ધજીત દત્તા સાક્ષી અને ધોનીના મિત્ર હતા અને તેમણે જ બન્નેની મુલાકાત કરાવી. બાદમાં ધોનીએ યુધ્ધજીત પાસે સાક્ષીનો નંબર લીધો અને તેને મેસેજ કર્યો. પહેલા સાક્ષીને આ વાતનો વિશ્વાસ ના થયો કે તેમણે ધોનીએ મેસેજ કર્યો છે. અને આ રીતે સાક્ષી અને ધોનીના પ્રેમની શરૂઆત થઈ જે ૨૦૧૦માં લગ્નના રૂપમાં સૌની સામે આવી.

ધોની વિશે અમે તમને જણાવીએ દસ અજાણી વાતો.

૧.મહેન્દ્ર સિંહ ધોની એકમાત્ર એવા કપ્તાન છે, જેમણે આઈસીસીની ત્રણે મોટી ટ્રોફી પર કબ્જો જમાવ્યો છે. ધોનીની કપ્તાનીમાં ભારત આઈસીસીના વર્લ્ડ-ટી૨૦ (૨૦૦૭માં), ક્રિકેટ વર્લ્ડ કપ (૨૦૧૧માં) અને આઈસીસી ચેમ્પીયન ટ્રોફી (૨૦૧૩માં)નો ખિતાબ જીતી ચૂક્યા છે.

૨. ધોનીનો પ્રથમ પ્રેમ ફૂટબોલ રહ્યો છે. તે પોતાના સ્કુલની ટીમના ગોલકીપર હતા. ફૂટબોલથી તેમનો પ્રેમ રહી રહીને જાહેર થતો રહ્યો છે. ઈન્ડિયન સુપર લીગમાં તેઓ ચેન્યૈન એફસી ટીમના માલિક પણ હતા. ફૂટબોલ બાદ તેમણે બેડમિંટન પણ ખૂબ પસંદ હતુ.

૩.આ રમતો સિવાય ધોનીને મોટર રેસિંગથી પણ સારો લગાવ છે. તેમણે મોટર રેસિંગમાં માહી રેસિંગ ટીમના નામથી એક ટીમ પણ ખરીદેલી છે.

૪.મહેન્દ્ર સિહ ધોની પોતાના વાળની સ્ટાઈલ માટે પણ પ્રખ્યાત રહ્યા છે. ક્યારેક લાંબા વાળ માટે ઓળખાતા ધોની સમય સમય પર હેર સ્ટાઈલ બદલતા રહે છે. પરંતુ શું તમને ખબર છે કે ધોની ફિલ્મ સ્ટાર જોન અબ્રાહમના વાળના દિવાના રહ્યા છે.

૫.મહેન્દ્ર સિંહ ધોની ૨૦૧૧માં ભારતીય સેનામાં માનદ લેફ્ટનન્ટ કર્નલ બનાવવામાં આવ્યા. ધોની ઘણીવાર આ કહી ચૂક્યા છે કે ભારતીય સેનામાં ભરતી થવું તેમના બાળપણનું સપનું હતું.

૬.૨૦૧૫માં આગ્રા સ્થિત ભારતીય સેનાના પેરા રેજીમેન્ટથી પેરા જંપ લગાવનાર પહેલા સ્પોર્ટ્સ પર્સન બન્યા. તેમણે પેરા ટ્રૂપર ટ્રેનિંગ સ્કુલથી તાલિમ લીધા બાદ લગભગ ૧૫૦૦૦ ફૂટની ઉંચાઈથી પાંચ છલાંગ લગાવી, જેમાં એક છલાંગ રાતમા લગાવી હતી.

૭.મહેન્દ્ર સિંહ ધોની મોટરબાઈક્સના ખૂબ દિવાના છે. તેમના પાસે બે ડઝન આધુનિકતમ મોટર બાઈક રહેલા છે. તેના સિવાય તેમને કારનો પણ મોટો શોખ છે. તેમના પાસે હમર જેવી ઘણી મોંઘી કારો છે.

૮.મહેન્દ્ર સિંહ ધોનીનું નામ ઘણી હાઈ પ્રોફાઈલ અભિનેત્રીઓ સાથે જોડવામાં આવ્યું. પરંતુ તેમણે ૪ જુલાઈ, ૨૦૧૦ના રોજ દહેરાદૂનની સાક્ષી રાવત સાથે લગ્ન કર્યા. ધોની અને સાક્ષીની એક દિકરી પણ છે, જેનુ નામ ઝીવા છે.

૯.એમએસ ધોનીને ક્રિકેટર તરીકે પહેલી નોકરી ભારતીય રેલ્વેમાં ટિકિટ કલેક્ટર તરીકે મળી. ત્યારબાદ તે એર ઈન્ડિયાની નોકરી કરવા લાગ્યા. ત્યારબાદ તે એન શ્રીનિવાસનની કંપની ઈન્ડિયા સિમેન્ટ્સમાં અધિકારી બની ગયા.

૧૦.એમએસ ધોની વિશ્વભરમાં સૌથી વધુ કમાણી કરનાર ક્રિકેટર રહ્યા છે. ટેસ્ટથી સન્યાસ લેતા પહેલા તેમની અંદાજીત આવક ૧૫૦થી ૧૯૦ કરોડ રૂપિયા વાર્ષિક હતી, જેમાં હજુ પણ ખૂબ જાજી કમી નથી થઈ. ધીનીની આવક દિવસે ને દિવસે વધતી જ જાય છે.ધોનીની બાયોગ્રાફી ઉપર આવેળ એમ.એસ.ધોનીની મૂવીએ પણ કરોડોની કમાણી કરી હતી. આમ ધોની જેટલો સફળ છે એટલી જ તેની આવક પણ વધારે છે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version