એક મહાવિનાશક ટ્રક આવી રહ્યો છે દુનિયામાં ફફડાટ મચાવવા, ધારે તો સેકન્ડમાં મચાવી શકે મોટી તબાહી

વિશ્વમાં ઘણાં એવા ઘાતક હથિયારો અને ઘાતક વાહનો છે કે જેની તાકાતનો અંદાજો લગાવવો એ પણ શક્ય નથી. કારણ કે ટેક્નોલોજી એટલી આગળ નીકળી ગઈ છે કે ગમે તે વસ્તુ શક્ય બની શકે. ત્યારે હાલમાં ઘાતક મિસાઈલોથી સજ્જ દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાની એક ટ્રક તાજતેરમાં ચર્ચાનો વિષય બની છે. આ ખાસ ટ્રકનું થોડા દિવસ પહેલા કેલિફોર્નિયા સ્થિત સાંડિયા નેશનલ લાઈબ્રેરીમાં પરિક્ષણ કરવામાં આવ્યું.

મહાવિનાશક પરમાણું હથિયારોને કરશે ટ્રાન્સફર

image source

આ પરિક્ષણ વિશે એવું માનવામાં આવે છે કે, છેલ્લા કેટલાક દાયકામાં આ અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી પરિક્ષણ હતું. ટ્રકને આગળ વધારવામાં રોકેટનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. અમેરિકા આ અત્યાધુનિક સુરક્ષા ઉપકરણોથી સજ્જ વિશાળ ટ્રક દ્વારા પોતાના મહાવિનાશક પરમાણું હથિયારોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. અમેરિકાના આ વિશાળ ટ્રકનું નામ છે મોબાઈલ ગાર્ડિયન ટ્રાંસપોર્ટર. જે રોકેટનો ઉપયોગ કરી કરવામાં આવેલા આ પરીક્ષણનો હેતુ ભવિષ્યમાં પરમાણું હથિયારો લઈ જતી વખતે થનારી કોઈ પણ સંભવિત દુર્ઘટનાને લઈને તૈયારી કરવાની છે.

ક્યાં થશે આ ટ્રકનો ઉપયોગ

image source

2015માં આ ટ્રકનું નિર્માણ શરૂ થયું હતું. આ વર્ષે માર્ચ મહિનામાં આ ટ્રક બનીને તૈયાર થઈ જશે. MGT વર્તમાન સમયમાં ઉપયોગમાં લેવામાં આવનાર સેફગાર્ડ ટ્રાંસપોર્ટનું સ્થાન લેશે. ધ ડ્રાઈવના રિપોર્ટ પ્રમાણે આ ટ્રકનો ઉપયોગ અમેરિકા નેશનલ ન્યૂક્લિયર સિક્યૂરિટી પ્રશાસન (NNSA)નું ઓફિસ ઓફ સિક્યોર ટ્રાંસપોર્ટેશન કરશે. ઉલ્લેખનીય છે કે અમેરિકા પાસે કુલ 3800 પરમાણું બોમ્બ છે. ઓફિસ ઓફ સિક્યોર ટ્રાંસપોર્ટેશન આખા અમેરિકામાં સુરક્ષિત રીતે દેશભરમાં પરમાણું હથિયારોને લઈ જાય છે.

ટ્રકની વિશેશતા

આ ટ્રકને એ રીતે બનાવવામાં આવી છે કે, તેમાં આખે આખી દિવાલો ઉભી કરવામાં આવી છે જે ફોમ એવા ચિકકી જતો પદાર્થ ફેંકે છે જેથી કોઈ પરમાણું બોમ્બને ખોટી રીતે કાઢવાનો પ્રયાસ કરશે તો તે ત્યાં જ ચોંટી જશે અને હલી જ નહીં શકે. અત્યાર સુધી ઉપયોગમાં લેવામાં આવનારા ટ્રકમાં અશ્રુ ગેસના ગોળા ફેંકવાની પણ ક્ષમતા છે. તેમાં વિસ્ફ્ફોટકોથી ભરેલા બોલ્ટ લાગેલા છે અને જો કોઈ આ ટ્રકને ખેંચીને ક્યાંક બીજે લઈ જવા માંગે તો તેમાં વિસ્ફોટ થઈ જશે જેથી તેના પાછળના ટાયર ફાતી જશે અને ટ્રક ત્યાં જ ઉભો રહી જશે.

image source

આ સિવાય તો વાત કરીએ તો આ ટ્રકને ફરીથી તત્કાળ ક્યાં પણ લઈ જવો અશક્ય બની જશે. આ નવા ટ્રકમાં શું ખાસિયત છે તેની જાણકારી સામે આવી નથી. વર્ષ 1991માં આ ટ્રક એક અકસ્માતનો શિકાર બની ચુક્યો છે. માનવામાં આવે છે કે, આ નવો ટ્રક 2050 સુધી સેવામાં કાર્યરત રહેશે. આ ટ્રકની સાથો સાથ હથિયારોથી સજ્જ ખાસ કમાંડૉની ટીમ પણ તૈનાત હોય છે કે જે દરેક સમયે તેની સાથે જ રહે છે.

સિનિયર મેનેજર જિમ રેડમોંડે કરી વધારે વાત

image source

MGT પ્રોગ્રામના સિનિયર મેનેજર જિમ રેડમોંડે કહ્યું હતું કે, હું રોકેટ છોડતી વખતે ઘણો જ ઉત્સાહિત હતો. મને એ વાતનો આનંદ છે કે પરિક્ષણ સફળ રહ્યું. પરિક્ષણ વખતે તણાવપૂર્ણ વાતાવરણ હતું અને હજે આખી ટીમ સુખદ અનુભૂતી કરી રહી છે. અમે અકસ્માતોને લઈને અમારા અનુભવોમાં ખુબ જ વધારો કર્યો છે. આ અગાઉ સાંડિયા નેશનલ લાઈબ્રેરીના વૈજ્ઞાનિકોએ લગભગ 20 વર્ષ પહેલા તેને ઉપયોગમાં લીધું હતું. તે સમયે એક ટ્રકને બેરિયર સાથે અથડાવવામાં આવી હતી. અમેરિકાએ વર્ષ 1990ના દાયકામાં આ ટ્રકોને શામેલ કરવાની શરૂઆત કરી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ