મહાશિવરાત્રિ 2020 : આ છે શિવજીની સર્વફલદાયી જ્યોતિર્લિંગ સ્તુતિ

મહાશિવરાત્રિ 2020 : આ છે શિવજીની સર્વફલદાયી જ્યોતિર્લિંગ સ્તુતિ

આ વર્ષે મહાશિવરાત્રિ 21 ફેબ્રુઆરી અને શુક્રવારએ ઉજવાશે. મહાશિવરાત્રિના દિવસે વિધિવત રીતે ભગવાન શિવની વિશેષ પૂજા અર્ચના કર્યા બાદ શિવલિંગ સામે બેસી અને ભગવાન શંકરની આ જ્યોતિર્લિંગ સ્તુતિનો પાઠ કરવાથી તેઓ પ્રસન્ન થાય છે. ભોળાનાથ આ સ્તુતિ કરનાર પોતાના ભક્તની દરેક ઈચ્છા પૂર્ણ કરે છે.

પાઠ પહેલા કરો પૂજા

આ જ્યોતિર્લિંગ સ્તુતિનો પાઠ મહાશિવરાત્રિ પર્વ ઉપરાંત પણ રોજ કરી શકાય છે. આ સ્તુતિ કરવાથી શિવ કૃપા થાય છે અને દરેક બાધા જીવનમાંથી દૂર થાય છે. જ્યોતિર્લિંગ સ્તુતિ કરવાથી મનુષ્યના સાત જન્મના પાપ નષ્ટ થાય છે.

મહાશિવરાત્રિના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવું. સ્નાન કરવાના જળમાં ગંગાજળ ઉમેરી અને સ્નાન કરવું. સ્નાન બાદ શિવ મંદિરમાં એક ડોલ શુદ્ધ જળ, તાંબાનો લોટો, ગોમુખી પાત્ર, સફેદ ચોખા, બીલી પત્ર, ચંદન, કપૂર, ભાંગ, ધતૂરાના ફૂલ લઈને જવું. સૌથી પહેલા શિવલિંગને પ્રણામ કરી એક લોટો જળ ચઢાવો.

આ સાથે જ ઓમ નમ: શિવાય મંત્રનો જાપ શરુ કરવો. મંત્ર બોલતાં બોલતાં ભગવાનને ચંદન ચઢાવો અને એક પછી એક દ્રવ્યો ચઢાવો. ત્યાર બાદ ઓમ નમ: શિવાય મંત્રનો 108 વખત જાપ કરો. આ પૂજા કર્યા બાદ નીચે દર્શાવેલી સ્તુતિ પ્રાર્થના શરૂ કરવી. આ સ્તુતિ એકાગ્ર ચિત્તે કરવી.

image source

જ્યોતિર્લિંગ સ્તુતિ પ્રાર્થના

સૌરાષ્ટ્રે સોમનાથંચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ્

ઉજ્જયિન્યાં મહાકાલમોંકારં પરમેશ્વરમ્

કેદારં હિમવત્પૃષ્ઠે ડાકિયાં ભીમશંકરમ્

image source

વારાણસ્યાંચ વિશ્વેશં ત્ર્યમ્બકં ગૌતમીતટે

વૈદ્યનાથં ચિતાભૂમૌ નાગેશં દારુકાવને

સેતૂબંધે ચ રામેશં ધુશ્મેશંચ શિવાલયે

દ્વાદશૈતાનિ નામાનિ પ્રાતરુત્થાય ય: પઠેત્

image source

સપ્તજન્મકૃતં પાપં સ્મરણેન વિનશ્યતિ

યં યં કામમપેક્ષ્યૈવ પઠિષ્યન્તિ નરોત્તમા :

તસ્ય તસ્ય ફલપ્રાપ્તિર્ભવિષ્યતિ ન સંશય:

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ