મહાસાગરોને સાફ કરવાનું ‘ઇ.આર.વી.આઈ.એસ.’ જહાજ તૈયાર કરી રહ્યો છે; હઝિક કાઝી

તમે ક્યારે વિચાર્યું છે કે તમે ૧૨ વર્ષની ઉંમરે શું કરી રહ્યા હતા? કૉમિક પુસ્તકો વાંચતા હશો કે ઘરની બહાર શેરીમાં મિત્રો સાથે રમતા હશો કે પછી અને સ્કુલ જઈને ટ્યુશનમાં અભ્યાસ કરવાનો પ્રયાસ કરી રહ્યાં હશો, બરાબર ને? આ નિત્યક્રમ ઘણા યુવાનોના જીવનને વ્યાખ્યાયિત કરે છે, પરંતુ હઝિક કાઝી અલગ છે. પુણેના આ ૧૨ વર્ષના છોકરાએ એક જહાજ બનાવ્યું છે જે આપણા મહાસાગરોને સાફ કરી શકે છે અને દરિયાઇ જીવન બચાવી શકે છે. વધુમાં, તેમણે ટેડએક્સ અને ટેડ 8 જેવા પ્લેટફોર્મ પર તેમનો વિચાર રજૂ કર્યો છે.

માણસોએ મહાસાગરોને પ્રદૂષણથી નાશ કર્યો છે. જો તમે આ બાબતથી અજાણ હોવ તો, ચાલો તમને આ વાસ્તવિકતા વિશે સવિસ્તૃત જણાવીએ. આપણા મહાસાગરો ધીમેધીમે નિ:શેષ થઈ રહ્યા છે અને સમય સાથે સમાપ્ત થઈ જશે એવી આશંકા પ્રવર્તી રહી છે. તેમાં દરરોજ પુષ્કળ પ્રમાણમાં કાર્બન ઉત્સર્જન સહિત ખાસ કરીને પ્લાસ્ટિક જેવા બિનઉપયોગી કચરો ઠલવાઈ રહ્યો છે. અને જેથી કરીને દરિયાઈ જીવનને ટકાવી રાખવા માટે મુશ્કેલ બને છે.

કેટલાક અહેવાલ પ્રમાણે, પૃથ્વીના સૌથી મૂલ્યવાન સંસાધનોના 5 ટ્રિલિયન ટુકડાઓ મહાસાગરમાં તરી રહ્યા છે.

અને હઝિકે આ સમસ્યા તરફ ધ્યાન દોર્યું અને એના નિવારણ વિશે પોતાનો વિચાર પ્રગટ પણ કર્યો…

પૂણેના ૧૨ વર્ષના છોકરાએ મહાસાગરના પ્રદૂષણ સામે લડત આપવા કંઈક એવું કર્યું છે જેની આખી દુનિયાએ સરાહના કરી છે. હઝિક કાઝીએ ‘ઇ.આર.વી.આઈ.એસ.’ નામનું એક વહાણ વિકસાવ્યું છે જે પાણીમાંથી મહાસાગરના કચરાને અલગ કરે છે અને દરિયાઇ જીવન બચાવવા માટેનું આ એક વિશાળ પગલું હોઈ શકે છે. મહાસાગરના અસ્તિત્વ પર કચરાના પ્રભાવને પ્રકાશિત કરતી દસ્તાવેજી ફિલ્મોને જોયા પછી કાઝીને ‘ઇ.આર.વી.આઈ.એસ.’ માટે પ્રેરણા મળી. કાઝીએ પત્રકારોને કહ્યું હતું કે મેં કેટલીક ડોક્યુમેન્ટ્રીઝ જોઈ અને દરિયાઇ જીવન પરની કચરો એકત્ર થવાની સમસ્યાએ મને પ્રભાવિત કરી દીધો. મને લાગ્યું કે મારે કંઈક કરવું જોઈએ. તેથી હું ERVIS બનાવવા લાગ્યો. “એવું કોઈ રકાબી જેવા આકારનું સંસાધન રચ્યું કે જેના વડે દરિયામાંથી કચરા ચૂસવા માટે સેન્ટ્રીપેટલ બળનો ઉપયોગી થાય, જે પછી પાણીમાંથી દરિયાઇ જીવાત અને કચરો વિભાજિત થાય. ત્યારબાદ, દરિયાઇ જીવ અને શુદ્ધ થયેલ પાણી સમુદ્રમાં પાછા મોકલવામાં આવે છે, જ્યારે કચરો પાંચ ભાગોમાં વિભાજિત કરવામાં આવે છે.” ૧૨ વર્ષ છોકરાએ આ પ્રકારનું એક જહાજ કેવી રીતે કામ કરે છે તે સમજાવ્યું.

હઝિકના વહાણને ઇ.આર.વી.આઈ.એસ. કહેવામાં આવે છે અને સમુદ્રોને સાફ કરી શકે છે આ ભયાનક કચરાના ઢગલાને હઝિકને તેના પોતાના હાથમાં લેવા દોર્યા. તેનું આ ખાસ પ્રકારે બનાવેલ શીપ મહાસાગરોને સાફ કરવામાં મહત્વનું સાબિત થઈ શકે એમ છે.

પરંતુ તે કેવી રીતે કામ કરે છે? વહાણમાં એક મશીન છે જે પ્લાસ્ટિકના કચરાને દૂર કરે છે અને કદ પ્રમાણે અલગ કરે છે. મશીનમાં એવું ખાસ પ્રકારનું સેન્સર પણ છે જે દરિયાઇ જીવને શોધીને અલગ પાડે છે.

પોતાની અનોખી શોધથી સૌને અચંબિત કરી દીધા છે આ નાનકડા છોકરાએ.

હઝિક પ્રદૂષણ પર જાગૃતતા ફેલાવતી સંસ્થાઓ સાથે કામ કરે છે નોંધનીય છે કે, જ્યારે તે માત્ર નવ વર્ષનો હતો ત્યારે હઝકીકનો વિચાર આવ્યો. તેમણે આ વિષય પર અનેક દસ્તાવેજી ફિલ્મસ જોઈ હતી. તેને વૈજ્ઞાનિક સંશોધનો કરવા બદલ જુદાં – જુદાં પ્રમાણપત્રો પણ મળ્યાં છે. આજે વિશ્વવ્યાપી ભારતીય વિદ્યાર્થીની બુદ્ધિમતા અને ક્ષમતાનો ડંકો વગાડી દીધો છે તેણે. હઝિકે એક ઇન્ટરવ્યૂમાં પ્રદૂષણ વિશે સવાલ પૂછાતાં જણાવ્યું હતું કે, “આપણે જે માછલી ખાઈએ છીએ તે સમુદ્રમાં પ્લાસ્ટિક ખાતી હોય છે તેથી પ્રદૂષણ ચક્ર મુજબ આપણાં શરીરમાં પણ એ ઝેરી પદાર્થો ઉમેરાય છે.”

આ મહત્વકાંક્ષિ બાળક ભવિષ્યમાં પ્રદૂષણના જોખમો વિશે જાગૃતિ લાવવા માટે પ્રતિભાશાળી લોકો અને સંગઠનો સાથે પણ કામ કરવાની મહેચ્છા ધરાવે છે.