રૂપિયાના વરસાદ માટે એક સાથે 3 યુવકોએ કરી આત્મહત્યા! પૂરી ઘટના વાંચીને છૂટી જશે ધ્રુજારી

મહારાષ્ટ્રના ભિવંડીમાંથી ગાયબ થયાના છ દિવસ બાદ ત્રણ યુવકોની લાશ મળી – મોક્ષ માટે કરી હતી આત્મહત્યા – પોલીસની શંકા

મહારાષ્ટ્રના ભિવંડીથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં એક ઝાડ પર લટકતી હાલતમાં ત્રણ લાશો મળી આવી છે. આ લાશો ત્રણ યુવાનોની છે અને તેઓ છ દિવસ પહેલાં ગાયબ થયા હતા. પહેલી નજરમાં પોલીસે આ ઘટનાને આત્મહત્યાનો અંદેશો વ્યક્ત કરતાં લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી છે. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે રોજ એકબીજાને મળતા આ યુવાનોએ મોક્ષ મેળવવા માટે અથવા તો ધનની વર્ષા માટે આત્મહત્યા કરી છે. જો કે ઝાડ પરથી મળેલા ચોથા ફંદાએ મામલાને થોડો ગુંચવી નાખ્યો છે.

image source

પોલીસનું કહેવું છે કે આ ત્રણમાંથી એક યુવાન છેલ્લા છ વર્ષોથી સાધૂવેડા કરતો હતો. સૂત્રો જણાવે છે કે પોલીસે જંગલના તે ઝાડ પરથી ચાર ફંદા મેળવ્યા છે. ચોથો ફંદો ગુલાબી રંગની સાડીનો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે આ ત્રણ યુવકો 14મી નવેમ્બરે ઘરેથી અચાનક ગાયબ થઈ ગયા હતા.

પશુ ચરાવતા જોવા મળી ઝાડ પર લટકતી લાશો

ઘણી તપાસ બાદ પણ તેમનો કોઈ પત્તો નહોતો લાગ્યો, ત્યારે તેમના પિરવારજનોએ 17મી નવેમ્બરે શાહપુર અને ખર્ડી પોલીસ સ્ટેશનમાં તેમના ગાયબ થવાની ફરિયાદ નોંધાવી હતી. તેમના ગાયબ થયાના છ દિવસ બાદ ચાંદા ગામના રૂપેશ સાપલેને જંગલમાં પશુ ચરાવતી વખતે એક ઝાડ પર આ ત્રણેની લાશ લટકતી જોવા મળી હતી. તેમણે તરત જ ખર્ડી પોલીસને તેની સૂચના આપી દીધી હતી. ખર્ડી પોલીસે ઘટના સ્થળે પહોંચીને લાશ નીચે ઉતારી તેનું પંચનામું કર્યું હતું.

image source

ઘરમાં બનાવ્યું હતું મંદિર – તંત્ર-મંત્રની ચોપડીઓ મળી

મૃતકોમાંના બે યુવાન સંબંધમાં મામા-ભાણીયા થતા હતા. અને બીજો મૃતક તેમનો સાથી હતો. કેહવાય છે કે આ ત્રીજો યુવાન બાબાગીરી કરતો હતો અને તેણે તેના માટે પોતાના ઘરમાં મંદીર પણ બનાવ્યુ હતું. તેમાં તંત્ર-મંત્ર અને ચમત્કારના પુસ્તકો, ચાકૂ, ત્રિશૂળ, ચાબુક અને હળદર-કુમકુમ જેવી વસ્તુઓ પણ રાખવામા આવી હતી. ત્યાં ભક્તોની ભીડ રહેતી હતી. તેના સંબંધીઓ પણ રોજ તેની પાસે આવતા હતા.

image source

અચાનક થયા ગાયબ

લક્ષ્મીપૂજનના દિવસે મૃતકે પત્નીને જણાવ્યુ હતું કે તે થોડીવારમાં આવી જશે. પણ તે ઘરે ન આવ્યો. તેની સાથે જ બન્ને મામા-ભાણીયા પણ ગયાબ થઈ ગયા હતા.

એકની કરવામાં આવી ધરપકડ

image source

પેલીસ બધા જ દ્રષ્ટિકોણથી તપાસ કરી રહી છે. ઝાડ પર મળેલા ચોથા ફંદા માટે પોલીસે એક યુવકની ધપકડ કરી છે અને તેની તપાસ કરી રહી છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે પહેલી નજરમાં તો આ એક આત્મહત્યાનો મામલો લાગે છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ બાકીની સ્પષ્ટતા થઈ શકશે.

Source: Navbharattimes

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ