મહારાષ્ટ્રની આ ફેમસ અને ટેસ્ટી વાનગી હવે બનશે તમારા રસોડે, શીખો બનાવતા સ્ટેપ બાય સ્ટેપ ફોટો સાથે…

મિસળ પાવ મહારાષ્ટ્ર ની ખૂબ જ પ્રખ્યાત ડીશ છે.

આજે આપને ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ એવા મિસળ પાવ ની રેસિપિ જોઈશું .

મિસળ બનાવવાની ઘણી જુદી જુદી રીત છે. હું નીચે આપેલી રીતે બનાવું છું.

સામગ્રી:-

11/2 કપ બાફી ને રાખેલા ફણગાવેલા મગ અને મઠ ( તમે બાફેલા પણ લાઇ શકો)
1 કપ બાફેલા સૂકા વટાણા

1 કપ બાફેલા ચણા

2 ચમચા તેલ

3 ટામેટાં

1 ડુંગળી ઝીણી સમારેલી

6-8 કળી લસણ

5-7 મીઠા લીમડાના પાન

1 ચમચી આદુ મરચાની પેસ્ટ

1ચમચી જીરુ

1/2 ચમચી હળદર

1/4 ચમચી હિંગ

1 ચમચી ધાણાજીરું

1 1/2 ચમચી મરચું

1/4 ચમચી ગરમ મસાલો

મીઠું સ્વાદાનુસાર

રીત:-

સૌ પ્રથમ 2 ટામેટાં , લસણ અને મીઠા લીમડાં ના પણ ને એક મિક્સર બૉઉલ માં લઇ ને ક્રશ કરો.

હવે એક કડાઈ માં તેલ મુકો અને ગરમ થાય પછી તેમાં જીરું, હિંગ અને હળદર ઉમેરો. ત્યારબાદ તેમાં ડુંગળી નાખી સાંતળો.તેમાં વધેલું એક ટામેટું, આદુ મરચાં ની પેસ્ટ અને ટામેટાં,લસણ નો ક્રશ નાખી ને બરાબર સાંતળો.

હવે ધાણાજીરું, મરચું નાખી ને બરાબર સાંતળો.

ત્યારબાદ બધા જ બાફેલા કઠોળ ઉમેરો અને 2 ગ્લાસ પાણી નાખી ને 15 થી 20 મિનિટ ધીમા આંચ પર ઉકાળો.

ગરમ મસાલો અને લીંબુ નાખીને 2 મિનિટ થવા દો. ગેસ બંધ કરો .

મિસળ ને કોથમીર થી ગાર્નિશ કરી ને પાવ અને ચેવડો કે તીખી સેવ સાથે સર્વે કરો.

નોંધ:-

મિસળ માં પાણી તમારે જોઈતા રસા મુજબ વધુ ઓછું કરો.
વધુ તીખું જોઈતું હોય તો ઉપર થી લસણ ની ચટણી ઉમેરો.
કઠોળ પણ તમારી પસંદગી મુજબ વધુ કે ઓછું કરી શકો છો.

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)

આપના પ્રતિભાવ કોમેન્ટમાં જરૂર જણાવજો, બીજી નવી વાનગીઓ માટે જોડાયેલા રહો આપણા પેજ સાથે.