કોરોના વિસ્ફોટ: મહારાષ્ટ્ર ફરી ટોપ પર, જાણો બીજા રાજ્યોની હાલમાં કેવી છે પરિસ્થિતિ

કોરોનાનો બીજો ફેઝ ભારતભરના રાજ્યોમાં તીવ્ર થયો છે. છેલ્લા 40 દિવસમાં જ દેશના રાજ્યોમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. શનિવારના દિવસમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં વધ્યા હતા. દેશના 15 રાજ્યો એવા છે જ્યાં કોરોનાના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. જેમાં સૌથી પહેલા મહારાષ્ટ્ર છે ત્યારબાદ રાજસ્થાન છે. આ 15 રાજ્યોમાં ગુજરાત રાજ્ય છઠ્ઠા ક્રમે છે.

image source

24 કલાકમાં નોંધાયેલા નવા કેસની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 44, 906 નવા કેસ નોંધાયા છે જ્યારે 43,797 લોકો સારવાર બાદ સ્વસ્થ થયા છે. આ સમય દરમિયાન 497 લોકોના મોત થયા છે. દેશમાં અત્યાર સુધીમાં 90 લાખ 95 હજાર 543 લોકો સંક્રમિત થયા છે.

image source

જો કે આ વધતાં જતા કેસમાં પોઝિટિવ વાત એ છે કે અત્યાર સુધીમાં 85 લાખ 19 હજાર 764 લોકો સ્વસ્થ થયા છે. છેલ્લા 3 દિવસમાં પણ રિકવરી રેટ વધ્યો છે. દેશમાં રિકવરી રેટ 94 ટકા થયો છે. જો કે અત્યાર સુધીમાં સંક્રમણથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 1 લાખ 33 હજાર 260 થઈ ગઈ છે.

image source

દેશમાં જે ગતિથી કોરોનાના કેસ વધે છે તેને ધ્યાનમાં લઈ ગુજરાત ઉપરાંત રાજસ્થાનના 8 જિલ્લામાં પણ રવિવાર રાતથી રાત્રી કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. કેબિનેટની બેઠક બાદ જયપુર, જોધપુર, બીકાનેર, ઉદેયપુર, અજમેર, કોટા, અલવર અને ભીલવાડામાં રાત્રે 8થી સવારે 6 સુધી કર્ફ્યુ રહેશે. આ ઉપરાંત માસ્ક ન પહેરનારનો દંડ પણ વધારી દેવામાં આવ્યો છે.

image source

રવિવારે મધ્યપ્રદેશ ખાતે પણ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ખાસ બેઠક કરશે જેમાં રાજ્યના દરેક જિલ્લાના રિપોર્ટ પર ચર્ચા કરવામાં આવશે. આ જિલ્લાઓ એવા છે જ્યાં સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે.

image source

શિવરાજ સિંહ આ તમામ જિલ્લાના કલેકટરો સાથે ચર્ચા કરશે અને આ બેઠક બાદ મહત્વના નિર્ણયની જાહેરાત કરવામાં આવી શકે છે. દેશના જે 15 રાજ્યોમાં કોરોનાના એક્ટિવ કેસ વધ્યા છે તે નીચે દર્શાવ્યાનુસાર છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ