ચાલો આજે જઈએ ફરવા મગરોના ઘરમાં, જ્યાં એજ સીટી સાંભળતા જ મગરો આવી ચડે છે ને શિસ્તબદ્ધ લાઇનમાં ગોઠવાઈ જાય છે…

મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લાની વસ્તી લગભગ ૮ લાખ જેટલી છે. આ જિલ્લામાં આવેલા ઘણા બધા ગામોમાં તીરાકોલ નદી જ વહે છે. આ એકદમ શાંત નદી ઘણા બધા મગરોનું ઘર છે જેમાંથી મગરો અવાર-નવાર નદીમાંથી બહાર આવતા રહે છે.

આ નદીના કિનારે રામચંદ્ર ચરાતકર નામના ૩૮ વર્ષીય વ્યક્તિ રહે છે. એક અહેવાય અનુસાર એવું જાણવા મળ્યું છે કે આ વ્યક્તિની ફક્ત એક સીટીના અવાજથી તીરાકોલ નદીમાં રહેતા લગભગ ૧૨થી પણ વધારે મગરો એમની પાસે આવી જાય છે.

તમને એવો વિચાર આવતો હશે કે આ લોકો મગરની જ વાત કરે છે ને…અથવા કૂતરાની જગ્યાએ ભૂલથી મગર લખાઈ ગયું હોય ! પણ ના, આજે અમે એવા જ વ્યક્તિની વાત કરવાના છીએ જેમના પાલતું પ્રાણી, મગર છે.

રામચંદ્રએ આ વિશે જવાબ આપતા કહ્યું કે આ સફર બહુ સમય પહેલા શરુ થઈ હતી જયારે તેઓએ ૨ નાના મગરોને નદી કિનારે જોયા હતા. તેઓએ મગરને ખાવાનું આપ્યું અને ધીરે ધીરે ૨ મગરની સંખ્યા વધીને ૧૨ જેટલી થઈ ગઈ.
તેઓ નદીકિનારે સીટી મારીને મગર માટે મરઘીનું માંસ નાખતા. મગર આવતા, તેમનો ખોરાક ખાતા અને જતા રહેતા.
એ નદીમાં લગભગ ૨૫ થી પણ વધારે મગરો રહે છે જેમાંથી અમુક મગરો નદીના બીજા કિનારે તરતા પણ જોવા મળે છે.

સોહમ મુખર્જી, જેમણે સરીસૃપ પ્રાણીઓ વિશે રીસર્ચ કર્યું છે તેમનું એવું કહેવું છે કે મગર ટ્રેન તને શકે તેવું જળચર છે અને રામચંદ્રજીની સીટી સાંભળીને આવી જતા ૧૨ મગરો આ વાતને સાબિત પણ કરે છે.
રામચંદ્ર અને તેમના ગામના લોકોએ કહ્યું કે આ મગરો કોઈ પણ ગામના લોકો કે પછી ભેંસ જેવા પ્રાણીઓને હાનિ નથી

પહોચાડતા . તેમજ આ ગામના માછીમારો પણ કોઈ પણ પ્રકારની ચિંતા વગર માછલી પકડવા એ નદીમાં જઈ શકે છે.
સિંધુદુર્ગ જિલ્લાના ડેપ્યુટી કમિશનરે આ જગ્યાને ‘મગર દર્શન’ નામ આપ્યું છે જેનો હેતુ મુસાફરોને અહીના મગરો બતાવવાનું છે.

રામચંદ્રજીના આ કિસ્સાઓ મુંબઈ, દિલ્હી અને ગોવા સુધી પહોચી ગયા અને ત્યાના લોકોને અહી આવવા આકર્ષી લીધા હતા.

અત્યારે તે નદી કિનારે એક ‘વોચ ટાવર’ બનાવવાનું વિચારે છે જ્યાંથી પર્યટકો ટેલીસ્કોપની મદદથી મગરને જોઈ શકે.
આવા જ બીજા એક વ્યક્તિ કર્ણાટકમાં રહે છે જેમનું નામ શિવરામ પાટીલ છે. તેમની સાથે ૧૪ ફૂટ લાંબો મગર છે જેને ત્યાના લોકો ડનદેલાપ્પા કહીને પણ બોલાવે છે.

આ મગર કાલી નદીમાં રહે છે. ઘણી વાર કાલી નદીના કેટલાક મગર નદીમાંથી શિવરામ પાટીલના ખેતર પાસે પણ આવી જાય છે. એવામાં શિવરામ પાટીલ, એ મગરોને પકડીને નદી સુધી લઈ જાય છે.

શિવરામ પાટીલ ૨૪ વર્ષની ઉમરથી જ મગર સાથે જોડાયેલા હતા અને આજે તેમના મગર સાથેના સબંધની સંખ્યા વધીને ૨૫૦ જેટલી થઈ ગઈ છે.

લેખન.સંકલન : યશ મોદી