મહારાણા પ્રતાપના મજબૂત ઈરાદાઓએ અકબરના સેનાનાયકોના તમામ પ્રયત્નોને નિષ્ફળ બનાવી દિધા હતા

“મહારાણા પ્રતાપ (૯મી મે, ૧૫૪૦- ૧૯મી જાન્યુઆરી, ૧૫૯૭) ઉદેપુર, મેવાડમાં સિસોદીયા રાજવંશના રાજા હતા. તેમનો જન્મ રાજસ્થાનના પાલી શહેરમાં મહારાણા ઉદયસિંહ અને રાણી જિવત કંવરના ઘરમાં થયો હતો. કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે તેમનો જન્મ કુંભલગઢ (હાલના રાજસમંદ જિલ્લા)માં થયો હતો. ૧૫૭૬માં હલ્દીઘાટીના યુદ્ધમાં ૨૦,૦૦૦ રાજપુતોને સાથે રાખીને રાણા પ્રતાપે મોગલ સરદાર રાજા માનસિહની ૮૦,૦૦૦ની સેનાનો સામનો કર્યો હતો અને રાજપૂતોને દુશ્મનોથી બચાવ્યા હતા. દુશ્મનોથી ઘેરાઈ ચુકેલા મહારાણા પ્રતાપને શક્તિ સિંહે બચાવ્યા હતા.

image source

આ યુદ્ધમાં તેમના પ્રિય ઘોડા ચેતકનું અવસાન થયું હતુ. આ યુદ્ધ માત્ર એક દિવસ ચાલ્યું હતું પરંતુ તેમાં ૧૭,૦૦૦ સૈનિકો ખુવાર થઈ ગયા હતા. મેવાડને જીતવા માટે અક્બરે બધા પ્રયાસો કર્યા હતા. મહારાણાના ૨૫,૦૦૦ રાજપુતોને ૧૨ વરસ સુધી ચાલે તેટલું અનુદાન આપીને ભામાશા અમર થઈ ગયા છે” આ શબ્દો છે ગૌરવના કે જે પોતાની પત્નિ કાજલને મહારાણા પ્રતાપ વિશે વાત કરી રહ્યો છે.

તમે શા માટે પ્રેમની વાતો કરવાને બદલે મહારાણા પ્રતાપની શૌર્ય ગાથા સંભળાવી રહ્યા છે તેવો કાજલે પ્રશ્ન કર્યો તેના પ્રતિઉત્તરમાં ગૌરવે જણાવ્યુ કે, આપણું આવનાનું બાળક તેજશ્વી, ઓજશ્વી, પરાક્રમી, દેશભક્ત બને તે માટે હું તને મહારાણા પ્રતાપની યશગાથા સંભળાવી રહ્યો છું. મહારાણાની શૌર્યગાથા ગર્ભમાં રહેલ આપણું બાળક પણ સાંભળશે અને તે પણ જન્મજાત દેશભક્ત બનશે. જો આવુ જ હોય તો મને મહારાણા પ્રતાપના જીવન વિશે વિસ્તારથી સંભળાવો તેમ કાજલે કહ્યુ.

image source

ગૌરવે કહ્યુ કે મહારાણા પ્રતાપ વિશે હું જે જાણું છુ તે પ્રમાણે, “ મહારાણા પ્રતાપ ભાલા, કવચ અને બે તલવારો સાથે તેઓ 208 કિલો વજન ઉપાડતા હતા. તેમના હથિયારો આજે પણ મેવાડના રાજવી પરિવારના મ્યૂઝિયમમાં જોવા મળી શકે છે. મહારાણા પ્રતાપે માયરાની ગુફામાં ઘાસની રોટી ખાઈ દિવસો પસાર કર્યા હતા, જેને પણ લોકો ખોટી માને છે. આ ગુફા હજી પણ અસ્તિત્વમાં છે અને હલ્દીઘાટીના સમયે અહીં જ પ્રતાપે હથિયારો છુપાવ્યા હતા. ” આ બધુ તો બરોબર છે પરંતુ મહારાણા પ્રતાપનો પોતાની પ્રજા પ્રત્યેનો પ્રેમ કેવો હતો અને અકબર સામે પરાક્રમ કેવુ હતુ તેવો કાજલે પ્રશ્ન કર્યો.

ગૌરવે કાજલને કહ્યુ કે, “મહારાણા પ્રતાપના પિતા ઉદયસિંહને પોતાના નાના દિકરા જગમાલ સાથે લગાવ હતો. આ જ કારણે મૃત્યુ સમયે ઉદયસિંહે તેને રાજગાદી સોંપી દિધી હતી. ઉદયસિંહનું આ કાર્ય નીતિ વિરુદ્ધ હતુ. કારણ કે રાજગાદીના હકદાર મહારાણા પ્રતાપ હતા. તે જગમાલથી મોટા હતા. આ ઝેર વધતું ગયુ અને પ્રજા પ્રતાપને વધારે સમ્માન આપતી હતી. એવું એટલા માટે હતુ કારણ કે મહારાણા પ્રતાપસિંહનું મનમોહક વ્યક્તિત્વ, પોતાને પ્યારી પ્રજાના સેવક માનતા, દેશ અને ધર્મના નામે પોતાના સર્વસ્વનો ત્યાગ જેવા અનેક સદગુણો તેનામાં હતા.

image source

જગમાલને ગાદી મળતા તમામ લોકો નિરાશ થયા, પરંતુ પ્રતાપના ચહેરા પર એક નાની કરચલી પણ ન ઉપસી હતી. આ ઉપરાંત મહારાણા પ્રતાપનો હલદીઘાટી યુદ્ધ બાદનો સમય પહાડો અને જંગલો વચ્ચે વ્યતીત થયો હતો. પોતાની પર્વતીય યુદ્ધનીતિ દ્વારા તેણે અકબરને અનેક વખત મ્હાત આપી હતી. જંગલો અને પહાડોમાં રહેતા મહારાણા પ્રતાપને અનેક પ્રકારના કષ્ટોનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ તેણે પોતાના આદર્શોને ન છોડ્યા. મહારાણા પ્રતાપના મજબૂત ઈરાદાઓએ અકબરના સેનાનાયકોના તમામ પ્રયાસોને નાકામ બનાવી દિધા હતા.

image source

તેના ધૈર્ય અને સાહસની જ એ અસર હતી કે 30 વર્ષના સતત પ્રયાસો બાદ પણ મહારાણા પ્રતાપને અકબર બંદી ન બનાવી શક્યો હતો.” ફરી કાજલે પ્રશ્ન કર્યો કે મહારાણા પ્રતાપનું બાળપણ કેવુ હતુ અને તે કેવા પરાક્રમી હતા. ગૌરવે કહ્યુ કે, “નાનપણથી જ મહારાણા પ્રતાપમાં વીર, ધીર, ગંભીર, શાંત અને સ્વદેશપ્રેમ જેવા ગુણો ઠાંસી ઠાંસીને ભરેલા હતાં. ‘ગઢ તો ચિત્તોડગઢ, બાકી સબ ગઢૈયા’ આ કહેવત જે વિશાળ અને ભવ્ય કિલ્લા પરથી અસ્તિત્વમાં આવી એ ચિત્તોડનો કિલ્લો આખાય ભારતમાં પ્રખ્યાત છે. આ ચિત્તોડ પ્રતાપને મન ખૂબ પવિત્ર સ્થાન હતું. તેના ઉપર મુસલમાનો ની સત્તા હતી તે તેમનાથી સહન ન હોતું થતું. વીર પ્રતાપી મહારાણા પ્રતાપ ઘોડા ઉપર સવાર થઈ હાથમાં ભાલો લઈ યુદ્ધના મેદાનમાં ઉતરતા હતા.

તેમનો એક હાથમાં પકડેલો ભાલો લગભગ ૪૦ કિલોના વજનનો હતો. તક મળતાં જ એ મહાશક્તિશાળી રાજા દુશ્મનના પેટમાં ભાલો ઘુસાડીને તેને એક હાથે જ ઉપાડી લેતા હતા. શિતલ નામના રાણા પ્રતાપના એક પ્રશંસકે એક વાર અકબરના દરબારમાં જઈને એની પ્રશસ્તિઓ ગાઈ હતા. એ પોતે રાણા પ્રતાપ સિવાય કોઇ સમક્ષ પોતાની પાઘડી નથી નમાવતો એમ પણ જણાવ્યું હતુ. બસ પછી તો શામ, દામ,દંડ તેમજ પોતાની વિશાળ સેના એ બધાના સહયોગથી રાજા અકબરે પ્રતાપને હરાવવાના રસ્તા વિચારવા માંડયા. અકબરને પોતાની બહેન પરણાવી હોવાથી રાજા માનસિંહ એમના દરબારમાં મોખરાનું સ્થાન ધરાવતા હતા.

image source

પોતાની વિજયકૂચ દરમ્યાન રાજા માનસિંહે પ્રતાપને અકબરની શરણાગતિ સ્વીકારવાનુ કહ્યું. પણ મહારાણા પ્રતાપે એ માનવાની ધરાર ના પાડી દીધી. ગુસ્સે ભરાયેલા માનસિંહે મીઠા મરચા સાથે આ આખીયે ઘટના રાજા અકબર સમક્ષ મૂકી. પરિણામે ગુસ્સાથી રાતાચોળ થયેલા અકબરે પ્રતાપને હલ્દીધાટના મેદાનમાં યુધ્ધ આપવાનું ઠરાવ્યું હતુ. જ્યાં પીળા ખડકોના નામ પરથી ઘાટીનું નામ ‘હલ્દીઘાટી’ પડ્યું હતુ” મહારાણા પ્રતાપના જીવનના છેલ્લા વર્ષો કેવા રહ્યા હતા તેમ કાજલે પુછ્યુ ત્યારે ગૌરવે જણાવ્યુ કે, “ઇસ. ૧૫૭૯ થી ૧૫૮૫ સુધી પૂર્વ ઉત્તર પ્રદેશ, બંગાળ, બિહાર તથા ગુજરાતના મોગલ આધીન પ્રદેશો માં વિદ્રોહ થવા લાગ્યો હતો, પરિણામે અકબર આમાં જ ગુંચવાયેલો રહ્યો અને મેવાડ પર થી મોગલો નો દબાવ ઘટી ગયો અને આ તક નો લાભ ઉઠાવી મહારાણાએ ૧૫૮૫ માં મેવાડ મુક્તિ પ્રયત્નો શરૂ કરી દીધા હતા.

મહારાણા ની સેનાએ મોગલ ચોકીઓ પર આક્રમણ શરૂ કરી દીધા અને તરત જ ઉદયપુર સહિત ૩૬ મહત્વપૂર્ણ સ્થાનો પર મહારાણા નું આધિપત્ય સ્થાપિત થઈ ગયું હતુ. મહારાણા પ્રતાપ જે સમયે સિંહાસન પર બેઠા, તે સમયે જેટલા મેવાડ પર તેમનો અધિકાર હતો, લગભગ એટલા જ જમીન ભાગ પર તેમની સત્તા સ્થાપિત થઈ ગઈ હતી. બાર વર્ષ ના સંઘર્ષ પછી પણ અકબર તેમાં કોઇ પરિવર્તન કરી શક્યો નહીં અને આમ મહારાણા લાંબાગાળા ના સંઘર્ષ પછી મેવાડને મુક્ત કરવામાં સફળ રહ્યા અને આ સમય મેવાડ માટે એક સુવર્ણ યુગ સાબિત થયો હતો. મેવાડ પર લાગેલા આ ગ્રહણનો અંત ઇસ. ૧૫૮૫ માં થયો હતો. ત્યારબાદ મહારાણા પ્રતાપ પોતાના રાજ્ય ની સુખ-સાધના માં જોડાઈ ગયા, પણ દુર્ભાગ્યે લગભગ અગિયાર વર્ષ પછી જ ૧૯ જાન્યુઆરી ૧૫૯૭ ના રોજ તેમની નવી રાજધાની ચાવંડ માં તેમનું અવસાન થયું હતુ.”

image source

આજ સુધી તો તમે ફક્ત પ્રેમની વાતો જ કરી હતી પરંતુ મને તો તમારી પ્રેમની વાતો કરતા મહારાણા પ્રતાપ જેવા શુરવીરની શૌર્યગાથા સાંભળવી વધારે ગમી તેમ કાજલે કહ્યુ ત્યારે ગૌરવે પ્રતિઉત્તરમાં જણાવ્યુ કે લગ્ન પહેલા આપણે પ્રેમની વાતો ખુબ કરી છે હવે આપણે બન્ને સાથે મળીને સમાજને નવી રાહ ચીંધશુ અને ગામે ગામ જઇને લોકોને ભારતના વીર પુરૂષોની શૌર્યગાથા સંભળાવશુ. આપણી પ્રેમની વસંત તો ખીલી ગઇ છે પરંતુ આપણું સંતાન મહારાણા પ્રતાપની ગાથા સાંભળીને માતૃભુમીને અપાર પ્રેમ કરશે તેમ કાજલે કહ્યુ.

લેખકઃ નીલકંઠ વાસુકિયા

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ