29 જાન્યુઆરીથી શરૂ થાય છે મહા મહિનો, જાણી લો આ માસમાં સ્નાન અને દાનનું શુ છે મહત્વ..

29 જાન્યુઆરીથી શરૂ થાય છે મહા મહિનો, જાણી લો આ માસમાં સ્નાન અને દાનનું શુ છે મહત્વ..

29 જાન્યુઆરી, શુક્રવારથી મહા મહિનો શરૂ થઈ રહ્યો છે અને 27 ફેબ્રુઆરી, 2021 પૂરો થશે. સ્નાન, દાન કરી પુણ્ય પ્રાપ્ત કરવા માટે મહા મહિનો ખૂબ જ ઉત્તમ માનવામાં આવ્યો છે. મોક્ષ આપનારો મહા સ્નાન, પોષ પૂર્ણિમાથી શરૂ થઈને મહા પૂર્ણિમાએ સમાપ્ત થાય છે. મહા માસનો એવો મહિમા છે કે એમાં જ્યાં પણ જળ હોય તો એ ગંગાજળ સમાન જ હોય છે , તેમ છતાં પ્રયાગ, કુરુક્ષેત્ર, હરિદ્વાર, કાશી, નાસિક, ઉજ્જેન અને અન્ય પવિત્ર તીર્થો અને નદીઓમાં સ્નાનનું ખૂબ જ મહત્વ છે. મહા સ્નાન કરનાર માણસો પર ભગવાન વિષ્ણુ પ્રસન્ન રહે છે અને એમને સુખ, સૌભાગ્ય, ધન, સંતાન અને મોક્ષ આપે છે.

image source

શુ હોય છે કલ્પવાસ.

પ્રયાગમાં દર વર્ષે થનાર મેળાને કલ્પવાસ પણ કહેવામાં આવે છે. વેદ, મંત્ર તેમજ યજ્ઞ વગેરે કર્મ જ કલ્પ કહેવામાં આવે છે. પુરાણોમાં મહા માસના સમયે સંગમના તટ પર નિવાસને જ કલ્પવાસ કહેવામાં આવે છે. સંયમ, અહિંસા તેમજ શ્રદ્ધા જ કલ્પવાસનો મૂળ આધાર હોય છે. જો સકામભાવથી મહા સ્નાન કરવામાં આવે તો એનાથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે અને નિષ્કામ ભાવથી સ્નાન વગેરે કરવાથી એ મોક્ષ અપાવનાર હોય છે એવું શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે.

image source

મળશે નારાયણની કૃપા.

શાસ્ત્રોમાં મહા મહિનાનાં સ્નાન, દાન, ઉપવાસ અને માધવ પૂજાનું મહત્વ જણાવતા કહેવામાં આવ્યું છે કે આ દિવસોમાં પ્રયાગરાજમાં અનેક તીર્થોનું સમાગમ હોય છે એટલે જો પ્રયાગ કે ગંગા વગેરે અન્ય પવિત્ર નદીઓમાં પણ ભક્તિભાવથી સ્નાન કરે છે એ તમામ પાપોમાંથી મુક્ત થઈને સ્વર્ગલોકના અધિકારી થઈ જાય છે.

image source

આ મહિનાના મહત્વ પર તુલસીદાસ જીએ શ્રી રામચરિત્ર માનસના બાલખંડમાં લખ્યું છે “માઘ મકર ગતિ રવિ જબ હોઈ, તીરથપતિહી આવ સબ કોઈ” એટલે કે મહા માસમાં જ્યારે સૂર્ય મકર રાશિમાં આવે છે તો બધા લોકો તીર્થોના રાજા પ્રયાગના પાવન સંગમ તટ પર આવે છે દેવતા, દૈત્ય, કિન્નર અને માનવોનો સમૂહ બધા આદરપૂર્વક ત્રિવેણીમાં સ્નાન કરે છે”

image source

ધર્મરાજા યુધિષ્ઠિરે મહાભારત યુદ્ધ દરમિયાન મરેલા પોતાના સંબંધીઓને સદગતિ અપાવવાના હેતુથી માર્કંડેય ઋષિના કહેવા પર કલ્પવાસ કર્યો હતો. ગૌતમ ઋષિ દ્વારા શાપિત ઇન્દ્રદેવે પણ મહા સ્નાનના કારણે શ્રપમાંથી મુક્તિ મળી હતી. મહાના ધાર્મિક અનુષ્ઠાનના ફળ સ્વરૂપે પ્રતિષ્ઠાનપુરીના નરેસગ પુરુંરવાને પોતાની કુરુપતાથી મુક્તિ મળી હતી.

image source

મહા માસમાં જે પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે એને એક વિશેષ પ્રકારની સકારાત્મક ઊર્જા પ્રાપ્ત થાય છે, જેનાથી એમનું શરીર નિરોગી અને આધ્યાત્મિક શક્તિથી સંપન્ન થઈ જાય છે. મહા સ્નાનથી શરીરના પાપ બળીને ભસ્મ થઈ જાય છે તેમજ આ મહિનામાં પૂજા અર્ચના તેમજ સ્નાન કરવાથી ભગવાન નારાયણને પ્રાપ્ત કરી શકાય છે. સ્કંદ પુરાણ અનુસાર આ માસમાં ઠંડા પાણીમાં ડૂબકી લગાવવાથી મનુષ્ય પાપ મુક્ત થઈને સ્વર્ગમાં જતા રહે છે.

મહા માસના વ્રત અને તહેવાર.

image source

મહા માસ દરમિયાન કૃષ્ણ પક્ષમાં સંકટ ચોથ, ષ્ટતિલા એકાદશી, મૌની અમાસ આવે છે તો શુક્લ પક્ષમાં વરદતિલકુન્દ- વિનાયક ચતુર્થી, વસંત પંચમી, શીતળા ષષ્ઠી, રથઅચલા સપ્તમી, જ્યાં એકાદશી વ્રત અને મહા પૂર્ણિમા જેવા તહેવારો આવે છે. મકરસંક્રાંતિથી જ દેવોના દિવસો શરૂ થઈ જાય છે, ઉતરાયણ શરૂ થાય છે. ગંગાપુત્ર ભીષ્મએ પોતાના દેહનો ત્યાગ ઉત્તરાયણમાં કર્યો હતો.

સૂર્ય ઉપાસના અને દાન પુણ્ય.

image source

પદમ પુરાણ અનુસાર બધા પાપોમાંથી મુક્તિ અને ભગવાન જગદીશ્વરની કૃપા પ્રાપ્ત કરવા માટે પ્રત્યેક વ્યક્તિએ મહા સ્નાન કરી સૂર્ય મંત્રનું ઉચ્ચારણ કરતા કરતા સૂર્યને અર્ધ્ય અવશ્ય આપવું જોઈએ. ભવિષ્ય પુરાણ અનુસાર સૂર્યનારાયણનું પૂજન કરવા માટે વ્યક્તિ પ્રજ્ઞા, મેઘા અને બધી સમૃદ્ધિઓથી સંપન્ન થઈને ચિરંજીવી બને છે.

image source

જો કોઈ વ્યક્તિ સૂર્યની માનસિક આરાધના પણ કરે છે તો એ બધી વ્યાધિઓથી રહિત થઈને સુખપૂર્વક જીવન વ્યતીત કરે છે. વ્યક્તિએ પોતાના કલ્યાણ માટે સૂર્યદેવની પૂજા ચોક્કસ કરવી જોઈએ. આ મહિનામાં તલ, ગોળ અને ધાબળાનું દાનનું ખાસ મહત્વ માનવામાં આવે છે. ગરમ કપડાં, રજાઈ, ચંપલ તેમજ જે પણ ઠંડી સામે રક્ષણ આપે તેવી વસ્તુઓ હોય એનું દાન કરીને માધવ: પ્રિયતામ આ વાક્ય કહેવું જોઈએ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ