૧૫ હજાર કિલો શુધ્ધ સોનાથી બનેલા આ મંદિરમાં થાય છે મા લક્ષ્મીની પૂજા..

તમિલનાડુનું મહાલક્ષ્મી મંદિર એટલે દક્ષિણ ભારતનું સુવર્ણ મંદિર.

હિન્દુ સંસ્કૃતિમાં ધન અને સમૃદ્ધિની અધિષ્ઠાત્રી દેવી મહાલક્ષ્મી હોવાથી ભારત દેશમાં મા લક્ષ્મીની ઉપાસનાનું વિશેષ મહત્વ છે અને એટલે જ વિવિધ સ્થળે ભવ્ય લક્ષ્મી મંદિરનું નિર્માણ થાય છે. તમિલનાડુના વેલ્લોર નગરમાં મલાઈકોડી પર્વતો પર આવેલું મહાલક્ષ્મી મંદિર પણ ખાસ મહત્ત્વ ધરાવે છે.

image source

આ મંદિરની વિશેષતા એ છે કે તે ૧૫૦૦૦ કિલો સોનામાંથી બનેલું હોવાને કારણે તેને દક્ષિણ ભારતનું સુવર્ણ મંદિર કહેવામાં આવે છે.દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુ ભક્તો મહાલક્ષ્મીની પૂજા અર્ચના કરવા દક્ષિણ ભારતના આ શ્રીપુરમ મહાલક્ષ્મી મંદિ૨ની મુલાકાત કરે છે.

image source

શ્રીપુરમ મહાલક્ષ્મી મંદિર ની આંતરિક અને બાહ્ય સજાવટમાં વિપુલ પ્રમાણમાં શુદ્ધ સોનું વાપરવામાં આવ્યું છે.ઓગસ્ટ 2007માં તૈયાર થયેલા મંદિરના નિર્માણ નો અંદાજીત ખર્ચ રૂપિયા ૩૦૦ કરોડ આંકવામાં આવે છે.

image source

વિશ્વના કોઈપણ મંદિરના નિર્માણમાં આટલી માત્રા માં સોનાનો ઉપયોગ થયો હોય તેવું જણાયું નથી. અમૃતસર ગોલ્ડન ટેમ્પલ માં પણ ૭૫૦ કિલો સોનાનો વપરાશ થયો છે. શ્રીપુરમ મહાલક્ષ્મી મંદિરની તમામ કલાકૃતિ હાથેથી બનાવવામાં આવી છે.

પ્રાતઃ ચારથી આઠ વાગ્યા સુધી અભિષેક માટે મંદિરના દ્વાર ખૂલે છે અને સવારે ૮ થી રાત્રે ૮ વાગ્યા સુધી મા લક્ષ્મી ના દર્શન માટે મંદિર ખુલ્લુ રાખવામાં આવે છે. પર્વતીય ક્ષેત્રમાં આવતા જંગલોની વચ્ચે સો એકર જમીન પર નિર્માણ થયેલું શ્રીપુરમ સુવર્ણ મંદિ૨નું ર્સૌંદર્ય ચંદ્રના અજવાશમાં વિશેષ ખીલી ઊઠે છે.

image source

શ્રીપુરમ મંદિર રેલવે માર્ગે પણ જઈ શકાય છે મંદિરથી સાત કિલોમીટર ની દૂરી પર કટપડી રેલ્વે સ્ટેશન છે . ઉપરાંત બાય રોડ અને બાય એર પણ મંદિર સુધી પહોંચી શકાય છે.

તામિલનાડુના મંદિર ઉપરાંત પણ ભારતમાં વિવિધ સ્થળે મહાલક્ષ્મી દેવીના સુપ્રસિદ્ધ મંદિર સ્થાપિત છે. જેમાં મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં આવેલું લક્ષ્મી દેવીનું મંદિર અતિ પ્રાચિન માનવામાં આવે છે

.ઇતિહાસ મુજબ સાતમી સદીના ચાલુક્ય વંશના શાસક દેવ્વ્રતે મંદિરનું નિર્માણ કરાવ્યું હતુ . સોલાપુર સ્થિત મહાલક્ષ્મી માતાના મંદિરની પ્રતિમાને આશરે સાત હજાર વર્ષ જૂની માનવામાં આવે છે .આ મંદિરની ખાસ વિશેષતા એ છે કે અહીં સૂર્યના કિરણો સ્વયં માલક્ષ્મીની મૂર્તિ પર અભિષેક કરે છે.

image source

રાજધાની દિલ્હીમાં પણ લક્ષ્મીનારાયણનું ઐતિહાસીક મંદિર આવેલું છે . જેમાં દેવી લક્ષ્મી તેમના સ્વામી ભગવાન વિષ્ણુ સાથે બિરાજમાન છે.મંદિરનું નિર્માણ ઈસવીસન ૧૬૨રમાં રાજા વીરસિંહએ કર્યું હતું અને 1938માં ઉદ્યોગપતિ જીવી બિરલાએ તેનો પુનરુદ્ધાર કર્યો હોવાથી તેને બિરલા મંદિર પણ કહેવામાં આવે છે.

અરબી સમુદ્ર ના કિનારે આવેલું મુંબઈનું મહાલક્ષ્મી મંદિર પણ પ્રાચીન મંદિરોમાંથી એક છે . અહીં મહાલક્ષ્મી દેવી સાથે માતા મહાકાળી અને માતા સરસ્વતીની પ્રતિમાની પણ સ્થાપના કરવામાં આવી છે. આ ત્રણેય દૈવી શક્તિઓ જીવનમાં આવતા વિઘ્નોને દૂર કરી સુખ શાંતિ આપે છે એવી શ્રદ્ધા રાખી પ્રતિદિન હજારો શ્રદ્ધાળુઓ મંદિરમાં દર્શનાર્થે આવે છે.

image source

આંધ્રપ્રદેશમાં તીરુચુરા માં આવેલું પદ્માવતી માતા નું મંદિર પણ ભારતમાં આવેલા મહાલક્ષ્મીના ભવ્ય અને પ્રાચીન મંદિરોમાં નું એક યાત્રાધામ છે . લોકમાન્યતા છે કે તિરુપતિ બાલાજી મંદિરમાં રાખવામાં આવેલી માનતા ત્યારે જ પૂરી થાય છે જ્યારે શ્રદ્ધાળુ તિરૂપતિ વેંકટેશ્વર ની સાથે સાથે દેવી પદ્માવતીના પણ દર્શન કરે છે. પદ્માવતી માતા એટલે કે લક્ષ્મી માતાના મંદિર અતિ પ્રસિદ્ધ તિરુપતિ બાલાજીના મંદિર થી નજીક આવ્યું છે.

હિંદુ સંસ્કૃતિ તેના સાંસ્કૃતિક વારસા, ભવ્ય મંદિરો અને ઇશ્વર પ્રત્યેની શ્રદ્ધાને કારણે અજય અમર છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ ! અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

– તમારો જેંતીલાલ