સૌથી લોકપ્રિય સીરિયલ મહાભારતની સ્ટારકાસ્ટને જોઈને આવી જશે 90ના દાયકાની યાદ, જુઓ ફોટો, તમને જરૂરથી ગમશે

1988માં દૂરદર્શન પર એક સીરિયલ આવતી હતી મહાભારત. બી.આર ચોપરા દ્વારા નિર્દેશિત આ સીરિયલ બહુ લોકપ્રિય થઈ હતી, એટલું જ નહીં અત્યાર સુધી હિન્દી સીરિયલના ઈતિહાસમાં પણ કોઈ સીરિયલ આટલી પોપ્યુલર નથી થઈ. 90ના દાયકામાં મહાભારત જોવા લોકો પાડોસીના ઘરે જતા અથવા જેના ઘરે ટીવી હોય તેમના ત્યાં મહાભારત સીરિયલ જોવા જતા હતા. લોકો એકપણ એપિસોડ મિસ નહતા કરતા. આ સીરિયલમાં ઘણા જુના એક્ટર્સે કામ કર્યું છે જે આજે પણ લોકો મહાભારતમાં જે નામ હતું તે નામથી ઓળખાય છે.

મહાભારતને ઓફએર થયે લગભગ 3 દાયકા થઈ ગયા છે, પરંતુ આજે પણ દર્શકો મહાભારતને પસંદ કરે છે. તો આજે અમે તમને જણાવીશું મહાભારતી સ્ટારકાસ્ટ વિશે જે અત્યારે કેવા દેખાય છે.

ભીષ્મ પિતામહ- મુકેશ ખન્ના-

મહાભારતના રણક્ષેત્રમાં ઘણા બધા તીરોથી મૃત્યુશૈયા પર રહેલા ભીષ્મ પિતામહને કોઈ કેવી રીતે ભૂલી શકે. તેમના પાત્રમાં મુકેશ ખન્ના ટીવી પર દેખાતા હતા. અત્યારે તેઓ પોતાની એક્ટિંગ સ્કૂલની સાથે કેટલીક સીરિયલમાં પણ જોવા મળે છે.

દૂર્યોધન- પુનીત ઈસ્સર-

કૌરવોનો સૌથી મોટો ભાઈ અને પાંડવોનો સૌથી મોટો દુશ્મન દુર્યોધન હતો. તેનું પાત્ર પુનિત ઈસ્સારે નિભાવ્યું હતું તેમના અભિનય વિશે પણ બહુ વખાણ થયા હતા. પુનીત રિયાલિટી શો બિગબોસમાં જોવા મળ્યો હતો.

દ્રોપદી-રૂપા ગાંગુલી-

પાંડવોની પાંચાલી એટલે કે દ્રોપદીના રૂપમાં નાના પડદા પર જોવા મળી હતી રૂપા ગાંગૂલી. બહુ ઓછા લોકો જાણતા હશે કે રૂપા ગાંગુલી એક સારી સિંગર પણ છે. જો કે, અત્યારે તે રાજનીતિમાં હાથ અજમાવી રહી છે.

શ્રીકૃષ્ણ- નીતીશ ભાર્દ્વવાજૃ-

ચહેરા પર મંદ મંદ મુસ્કાન માટે ભગવાન શ્રીકૃષ્ણના રોલમાં બધાનું દિલ જીતી લેનાર નીતીશ ભાર્દ્વવાજ હતા. આજકાલ નીતિશ ફિલ્મ ડિરેક્શન અને સ્ક્રિપ્ટ રાઈટિંગની કળા સીખી રહ્યો છે.

યુધિષ્ઠિર- ગજેન્દ્ર ચૌહાન-

ધર્મરાજ યુધિષ્ઠરના રોલમાં જોવામાં આવેલ ગજેન્દ્ર ચૌહાન હતા. ત્યારથી લઈને અત્યાર સુધીમાં તેમણે ઘણી સીરિયલો અને ફિલ્મોમાં કામ કર્યું છે. ગજેન્દ્ર થોડાક સમય માટે FTII હેડ પણ બન્યા હતા. તેમણી પસંદગી કરવામાં આવી તેનાથી ઘણા લોકોને વાંધો હતો તેથી થોડાક સમયમાં તેમણે હટાવી દેવામાં આવ્યા હતા.

કર્ણ-પંકજ ધીર-

કુંતીપુત્ર કર્ણની ભૂમિકામાં જોવા મળ્યો હતો તે પંકજ ધીર હતો. આજકાલ પંકજ ફિલ્મોમાં કામ કરવાની સાથે અભિનય નામવી એક એક્ટિંગ સ્કૂલ પણ ચલાવી રહ્યાં છે.

ભીમ- પ્રવીણ કુમાર-

પ્રવીણ કુમારે ભીમનો રોલ કરીને બધાનું દિલ જીતી લીધું હતું. પરંતું બહ ઓછા લોકોને ખબર હશે તે તેમણે Discus Thrower ઓલંપિક્સમાં ઈન્ડિયાને રિપ્રેજન્ટ કરી ચૂક્યા છે. અત્યારે તેઓ રાજકારણમાં છે.

શકુની-ગુફી પટેલ-

કૌરવોના ચાલાક મામા શકુનીની લોકો આજે પણ મિસાલ આપે છે. અભિનેતા ગુફી પટેલે આ રોલ નિભાવ્યો હતો. તેમણી એક્ટિંગ હજું પણ ચાલું જ છે.

અર્જુન-ફિરોઝ ખાન-

યુદ્ધ ભૂમિમાં શ્રીકૃષ્ણ પાસેથી ગીતાનું જ્ઞાન પ્રાપ્ત કરનાર અર્જુનનો રોલ ફિરોઝ ખાને કર્યો હતો. તે મહાભારત પછી એટલા ફેમસ થઈ ગયા તેના પછી તેમણે પોતાનું નામ અર્જુન રાખી લીધું હતું. છેલ્લે તેઓ યમલા પગલા દીવાના માં જોવા મળ્યા હતા.

ગંગા- કિરણ જુનેજા-

ભીષ્મ પિતામહની માં ગંગાનો રોલ કર્યો હતો તે કિરણ જુનેજા હતી. તેમણે ફેમસ બોલિવૂડ ડિરેક્ટર રમેશ સિપ્પી સાથે લગ્ન કર્યા છે. આજે પણ તે ઘણી ફિલ્મોમાં જોવા મળે છે.

દૃતરાષ્ટ્ર અને ગાંધારી-ગિરજા શંકર અને રેણુકા ઈસરાની-

કૌરવોના માતા-પિતાનો રોલ કરનાર ગિરજા શંકર અને રેણુકા ઈસરાની હતા. આજે પણ બંને કોઈના કોઈ સીરિયલમાં જોવા મળે છે.

દ્રોણાચાર્ય- સુરેન્દ્ર પાલ-

કૌરવો અને પાંડવોના ગુરુ દ્રોણાચાર્યની ભૂમિકામાં જોવા મળેલ સુરેન્દ્ર પાલ આજે પણ ઘણી સીરિયલમાં અને ફિલ્મોમાં જોવા મળે છે.

નીચેનો વિડીયો અચૂક જોજો…જયારે મહાભારત સિરિયલનું શૂટિંગ પૂરું થયું ત્યારે કેવી રીતે સ્ટાર રોયા હતા…

 

લેખન – સંકલન : પ્રિયંકા પંચાલ

ટીપ્પણી