જલ્સા કરોને જેંતીલાલ

માર્ગશીર્ષ પૂર્ણિમા, આજના દિવસે કરેલું શુભ કામ આપશે અનેક ગણું પુણ્ય…

માર્ગશીર્ષ પૂર્ણિમા, આજના દિવસે કરેલું શુભ કામ આપશે અનેક ગણું પુણ્ય

આજે 12 ડિસેમ્બર અને ગુરુવારનો દિવસ છે. આજના દિવસે અતિ પુણ્યશાળી એવી તિથિ એટલે કે માર્ગશીર્ષ પૂર્ણિમા છે. આ પૂર્ણિમાનું મહત્વ કાર્તક માસની પૂર્ણિમા સમાન હોય છે. એટલા માટે જ આજના દિવસે કરેલા સ્નાન, દાન અને જાપનું પણ વિશેષ મહત્વ હોય છે. જે લોકો આ પૂર્ણિમાનું વ્રત કરે છે અને શ્રદ્ધાથી ભગવાન વિષ્ણુની પૂજા કરી કથા વાંચે અથવા સાંભળે છે તેમને અક્ષય પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે.

image source

શાસ્ત્રોમાં આ માસને શ્રીકૃષ્ણનો માસ પણ કહેવામાં આવે છે. શ્રીકૃષ્ણએ સ્વંય પોતાના મુખે જણાવ્યું છે કે, “હું માર્ગશીર્ષ માસ છું તથા સત યુગમાં દેવો માર્ગ શીર્ષ માસની પ્રથમ તિથિથી જ વર્ષનો પ્રારંભ કરતા હતા.” આ દિવસનું મહત્વ એટલું વધારે છે કે તેને બત્રીસી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે કારણ કે આ દિવસે કરેલું શુભ કાર્ય અન્ય દિવસોની સરખામણીમાં 32 ગણું વધારે ફળ આપનાર સાબિત થાય છે.

આજના દિવસએ અચૂક કરો આટલા કામ

પૂજાનો શુભ સમય

image source

પૂર્ણિમાના શુભ સમયનો પ્રારંભ સૂર્યોદય સાથે થશે અને 12 ડિસેમ્બર અને ગુરુવાર રાત્રે 10.44 કલાક સુધી શુભ સમય રહેશે. એટલે કે આજે રાત્રિ સુધી પૂનમના શુભ કાર્યો કરી શકાશે. ત્યારબાદ પૂર્ણિમાનો સમય સમાપ્ત થશે.

ચંદ્ર દોષની મુક્તિ માટે

image source

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ જાતકની કુંડળીમાં ચંદ્ર દોષ હોય કે ચંદ્ર નબળો હોય તો તેમણે પૂનમના દિવસે વ્રત કરી ચંદ્ર પૂજા કરવી જોઈએ. પૂનમની રાત્રે ચંદ્રોદય થયા બાદ તેની પૂજા કરી અને તેને જળ અર્પણ કરી વ્રતના પારણા કરવા. શક્ય હોય તો આ દિવસે કન્યાઓને ભોજન કરાવવું અથવા વસ્ત્ર દાન કરવું. આ ઉપાય કરવાથી કુંડળીનો ચંદ્ર દોષ દૂર થાય છે અને નબળો ચંદ્ર મજબૂત થાય છે અને ચંદ્ર દોષના કારણે સહન કરવા પડતા કષ્ટ પણ દૂર થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version